Last Update : 20-April-2012, Friday

 
હથિયારના નેટવર્કમાં બાદશાહનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવાશેે
ચોર્યાસીમાં બે માઉઝર પિસ્તોલ, કારતૂસ સાથે પકડાયેલા બે શખ્સે બાદશાહના નેટવર્કની કબૂલાત કરી હતી
બારડોલી, ગુરૃવાર
વડોદરા મધ્યસ્થ જેલમાં હત્યાકેસમાં જન્મટીપની સજા ભોગવતા અને હથિયારનું નેટવર્ક ચલાવતા બાદશાહનો ટ્રાન્સફર વોરંટથી સુરત જિલ્લા એલસીબી પોસીસે કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી છે.
સુરત જિલ્લા એલસીબી પોલીસે ૧૩મી એપ્રિલને શુક્રવારના રોજ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કામરેજ ખાતે ને.હા. નંબર ૮ પર વાહન ચેકીંગ કરતી વેળાએ ચોર્યાસી ગામની સીમમાં શંકાસ્પદ જણાતા રાજકોટના બે શખ્સો ભીખાભાઇ રમેશભાઇ અગ્રવાલ, જોડુ ઉર્ફે જયેશ અમરીશભાઇ ભોજવીયા પાસેથી છ જીવતા કારતૂસ અને માઉઝર વાળી બે પિસ્તોલ ઝડપી પાડી હતી. પોલીસ પૂછતાછમાં આ બંને આરોપીએ વડોદરા સબજેલમાં જનમટીપની સજા કાપી રહેલા બાદશાહ નામના વ્યકિતના કહેવાથી સુરતના એક વ્યકિતને આપવા આવ્યા હોવાનું કબુલ્યું હતું.
આ કબુલાતને આધારે પોલીસે બાદશાહની માહિતીઓ મેળવવાનું શરૃ કરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બાદશાહનું પુરૃં નામ બાદશાહ ઉર્ફે અહેમદ મીયા છે અને તે રાજકોટની રેલવે સ્ટેશનની ચાલ ખાતે રહેતો હતો. ૧૯૯૬માં રાજોકટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં હત્યાના ગુનામાં તેની ધરપકડ થઇ હતી અને તેમાં તે જનમટીપની સજા થતાં વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો.
જનમટીપની સજા દરમિયાન તેમણે પેરોલ જમ્પ કરી ૭૦૮ દિવસ નાસતો ફરતો હતો. આ દરમિયાન તેની ઉપર અમદાવાદ ખાતે હત્યાના પ્રયાસનો ગુનો પણ વર્ષ ૨૦૦૬ દરમિયાન નોંધાયો હતો. પોલીસે બાદશાહનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved