Last Update : 20-April-2012, Friday

 
નાની દમણ રેલવે રીઝર્વેશન સેન્ટર પર વિજિલન્સના દરોડા
બુકીંગ કલાર્કના મેળાપીપણામાં દલાલો ટિકીટ માટે પ્રવાસીઓ પાસેથી રૃા.૧૫૦૦ ખંખેરતા હોવાની ફરિયાદ, જોકે દલાલો ફરાર
વાપી, ગુરૃવાર
નાની દમણ ખાતે કાર્યરત રેલવે ટીકીટ રીઝર્વેશન કાઉન્ટર ઉપર દલાલો દ્વારા ટીકીટના કાળાબજાર કરાતા હોવાની ફરિયાદને પગલે આજે સવારે મુંબઈ વિજીલન્સ ટીમના કાફલાએ રીઝર્વેશન કાઉન્ટર ઉપર છાપો મારતા જ ટીકીટના કાળાબજાર કરતા પાંચથી છ દલાલો નવ દો ગ્યારા થઈ ગયા હતા. બાદમાં વિજિલન્સ ટીમે રીઝર્વેશન કાઉન્ટર ઉપર તપાસ હાથ ધરતા કશું હાથ લાગ્યું ન હતું. વાપી ખાતેના રીઝર્વેશન કાઉન્ટર ઉપર પણ ચેકિંગ હાથ ધરાયું હતું.
સંઘપ્રદેશ દમણના લોકોને રેલવે આરક્ષણ ટીકીટ મળી રહે તે ઉદ્દેશ્યથી શરૃ કરાયેલા કમ્પ્યૂટરાઈઝડ ટીકીટ રીઝર્વેશન કાઉન્ટર ઉપર છેલ્લા લાંબા સમયથી દલાલોની બોલબાલા વધી જવા પામી છે. વાપી, દમણ તથા આસપાસના દલાલો આ રીઝર્વેશન કાઉન્ટર ઉપર અડિંગો જમાવી બુકીંગ કલાર્કના મેળાપીપણામાં મોટા ભાગની ટીકટો મેળવી લેતા સામાન્ય મુસાફરોને ટીકીટ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. દલાલો મુસાફરો પાસેથી તત્કાલ ટીકીટના ટીકીટ દીઠ રૃ. ૧૫૦૦ વસુલ કરતા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી હતી.
ફરિયાદ બાદ આજે સવારે પશ્ચિમ વિભાગના મુંબઈ ડીવીઝનની વિજીલન્સ ટીમના કાફલાએ દમણના રીઝર્વેશન કાઉન્ટર ઉપર છાપો માર્યો હતો. વિજીલન્સ ટીમના છાપાને પગલે પાંચથી છ દલાલો નવ દો ગ્યારા થઈ ગયા હતા. બાદમાં અધિકારીની ટીમે બુકિંગ કલાર્કના કેસબોક્ષ અને ફાળવેલી ટીકીટ અંગે તપાસ કરી હતી. પરંતુ કંઈ હાથ લાગ્યું ન હતું. દમણ ખાતે છાપો માર્યા બાદ વિજીલન્સ ટીમે વાપીના ટીકીટ બુકિંગ સેન્ટર ઉપર પણ ચકાસણીની કામગીરી હાથ ધરી હતી.
વાપી અને દમણ ખાતે કાર્યરત ટીકીટ રીઝર્વેશન કાઉન્ટર ઉપર વેકેશનને કારણે મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જો કે સામાન્ય મુસાફરોને ટીકીટ મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. પરંતુ ટીકીટના દલાલો સહેલાઈથી ટીકીટ મેળવી મુસાફરો પાસેથી વધુ નાણાં પડાવી રહ્યા છે. છતાં પણ સ્થાનિક રેલવે અધિકારી કે પોલીસે કોઈ પગલા નહીં ભરતા દલાલોને મોકળું મેદાન મળી રહ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved