Last Update : 20-April-2012, Friday

 
રાજકોટ કલેકટર કચેરીએ ઘેરાવ કરતા ખેડૂતો
રાજકોટ યાર્ડમાંથી કપાસની ખરીદી શરૃ કરવાના મુદ્દે ચક્કાજામ - હોળી

કલેકટર કચેરી સામે જ કપાસની હોળી થતા સીસીઆઈના અધિકારીઓ દોડી આવ્યા, યાર્ડમાંથી કપાસની ખરીદી ટુંક સમયમાં શરૃ કરવાની ખાત્રી અપાતા મામલો થાળે પડયો

રાજકોટ, ગુરૃવાર
રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં ઘણા લાંબા સમયથી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કપાસની ખરીદી થતી નહી હોવાથી ખેડૂતોને થતા નુકશાનીની વિગતો સાથે આજરોજ ખેડૂતો દ્વારા રાજકોટમાં ચક્કાજામ અને કપાસની હોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડુતોના પ્રશ્નને વાચા આપવા માટે કલેકટર કચેરીને ઘેરાવ કરવામાં આવ ્યા બાદ સીસીઆઈના અધિકારીઓ દોડી આવ્યા હતા તેમજ ઘટતું કરવાની ખાત્રી આપી હતી.
રાજકોટ શહેરમાં સમગ્ર સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટ યાર્ડ હોવા છતાં દર વર્ષે અહીથી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કપાસની ખરીદી થતી નથી. પરિણામે રાજકોટ યાર્ડમાં જે ખેડૂતો કપાસ વેંચવા માટે લાવે છે તે ખેડૂતોને કપાસના પુરતા ભાવો મળતા નથી. આ મુદ્દે આજે રાજકોટના ખેડૂત અગ્રણી ચેતનભાઈ રામાણીનાં વડપણ હેઠળ સંખ્યાબંધ ખેડુતો પોતાના કપાસ ભરેલા વાહનો સાથે કલેકટર કચેરીએ ઉમટી પડયા હતાં. આ ખેડુતો કલેકટર કચેરીને ઘેરાવ કરી રાજકોટ માર્કેટ યાર્ડમાંથી તાત્કાલીક સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૃ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ખેડુતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે અત્યારે રાજકોટ યાર્ડમાં ખેડૂતોને ૭૦૦ રૃા.ના ભાવે પણ કપાસ વેંચવો પડે છે. પણ જો સી.સી.આઈ. દ્વારા કપાસની ખરીદી શરૃ થાય તો મણે રૃા ૨૦૦ વધુ મળી શકે તેમ છે. આ સંજોગોમાં સી.સી.આઈ. દ્વારા રાજકોટ યાર્ડમાંથી કપાસની ખરીદી શરૃ થવી જોઈએ ખેડુતોએ પોતાની માંગણી બુલંદ બનાવવા માટે મોચી બજાર ચોકમાં ચક્કાજામ કરી દેવામાં આવતા વાહનોના થપ્પા લાગી ગયા હતા ત્યારબાદ ખેડુતોએ કલેકટર કચેરીએ રજૂઆત કર્યા બાદ ખેડૂતોનો કાફલો જામનગર રોડ પર આવેલી સી.સી.આઈ.ની કચેરીએ પહોંચ્યો હતો ત્યાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા આ મુદ્દે દિલ્હીમાં રજૂઆત કરી ટુંક સમયમાં રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૃ કરવામાં આવશે. તેવી ખાત્રી આપવામાં આવતા મામલો થાળે પડયો હતો.

જામનગર તાલુકાના વરણા ગામે
સરપંચ દ્વારા જાતીય સતામણીથી કંટાળીને યુવતીનો આપઘાતનો પ્રયાસ
યુવતીની એકલતાનો લાભ લઇને સરપંચે નિર્લજ હુમલો કર્યા બાદ ધાક-ધમકી આપતો હોવાથી ઝેર પીધું

જામનગર, તા. ૧૯
જામનગર તાલુકાના વરણા ગામના સરપંચ દ્વારા ગામમાં રહેતી યુવતીના ઘરમાં ઘુસી નિર્લજ્જ હુમલો કરી બિભત્સ માંગણી કરી અવારનવાર કરવામાં આવતી જાતિય સતામણીથી કંટાળી અંગે યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે.
આ અંગેની વિગત અનુસાર જામનગર તાલુકાના વરણા ગામમાં ૧૮ વર્ષીય યુવતી બે માસ અગાઉ ઘરે એકલી હતી, ત્યારે ગામના સરપંચ મુકેશ અરજણ નામના શખ્સે ઘરમાં ઘુસી યુવતીની એકલતાનો લાભ ઉઠાવી નિર્લજ્જ હુમલો કર્યો હતો અને આબરૃ લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સરપંચ દ્વારા યુવતી સાથે અવારનવાર જાતીય સતામણી કરાતી હતી અને આ અંગેની જાણ કોઇને નહીં કરવાનું કહીને મારી નાખવાની ધમકી આપતો હતો.
અંતે સરપંચ દ્વારા અપાતા ત્રાસ અને જાતીય સતામણીથી કંટાળી યુવતીએ ગઇકાલે બપોરના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા વધુ સારવાર માટે જામનગરની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે ભોગ બનનાર યુવતીના પિતાએ અપરણિત સરપંચ મુકેશ વિરૃધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પત્નીએ પશ્ચાતાપ કરી કહ્યું 'હવે મારે તમારી સાથે રહેવું છે'
આડાસંબંધ સંધી યુવાનના ખૂનમાં જવાબદાર, દંપતિની ધરપકડ
પહેલા ટોમીનો ઘા ઝીંકી પછાડી દીધા બાદ છરીથી રહેંસી નાખ્યો હતોઃ વધુ બે આરોપીના નામ ખુલ્યા

રાજકોટ, ગુરૃવાર
રાજકોટના ભગવતીપરામાં રહેતા અને બોલેરોમાં મુરઘાની હેરાફેરી કરતાં ઇબ્રાહીમ સંધીની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી સલીમશા અને તેની પત્ની મદીનાને સાવરકુંડલાના ગાધડકા ગામેથી પોલીસે ઝડપી લીધા બાદ બંનેનો રાજકોટ તાલુકા પોલીસે કબ્જો લઇ ધરપકડ કરી હતી. આડાસંબંધને કારણે હત્યા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
તપાસ કરતી પોલીસે જણાવ્યું કે મૃતક ઇબ્રાહીમને આરોપી સલીમશાની પત્ની મદીના સાથે આડા સબંધ હતાં. ઇબ્રાહીમની પત્ની ચારેક વર્ષથી રિસામણે હોવાથી તે મદીનાને પોતાના ઘરમાં બેસી જવાનું કહી દબાણ કરી ધમકાવતો હતો. જેને કારણે કંટાળી ગયેલી મદીનાએ મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતાં પુનાથી પરત આવેલા પતિ સલીમશાએ મોબાઇલ કેમ સ્વીચ ઓફ રાખ્યો તે બાબતે તેની આકરી પૂછપરછ કરતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
અંતે મદીનાએ ઇબ્રાહીમ સાથેના સંબંધો કબુલી લીધા હતાં પરંતુ હવે તેની સાથે કોઇ સંબંધ નહીં રાખવા માંગતી હોવાનું કહી પશ્ચાતાપ કર્યો હતો જેથી સલીમશાએ તેની ખરાઇ માટે મદીનાને મોબાઇલ કરી ઇબ્રાહીમને ઘરે બોલાવવા કહ્યું હતુ. મદીનાનો ફોન આવતાં જ એક દિવસ છોડી બીજા દિવસે ઇબ્રાહીમ તેના ઘરે રસુલપરામાં હોંશે-હોંશે પહોંચ્યો હતો.
ઘરમાં આવી ઇબ્રાહીમ પેસતા જ અગાશી પર તૈયારી સાથે સંતાઇ બેઠેલો સલીમશા તેનો ભાઇ હસનશા અને પિતરાઇ પુની સૈયદ નીચે ધસી આવ્યા હતાં. આવતાની સાથે જ હસનશાએ ટોમીનો ઘા ઝીંકી ઇબ્રાહીમને પછાડી દીધા બાદ સલીમશા તેની ઉપર છરીથી તૂટી પડયો હતો અને તેના બે ડઝન ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. આ દરમિયાન પુનીએ પગ પકડી રાખ્યા હતાં. મર્ડર કરી ઇબ્રાહીમની લાશનો નિકાલ કરવા માટે તેને તાલપત્રી વગેરેમાં પેક કરી કયાંક ફેંકવા જાય તે પહેલાં ભાંડો ફુટી જતાં બધા આરોપીઓ ભાગી ગયા હતા. મદીના તેના માવતરને ત્યાં ગાધડકા જતી રહી હતી જયારે સલીમશા ભાવનગર પાસે જંગલમાં રખડતો રહ્યો હતો. આ ઉપરાંત હાજીપીર અને બીજા ધાર્મિક સ્થળોએ ફરતો રહ્યો હતો.
તાલુકાના પી.આઇ. ડીમરી, રણજીતસિંહ અને મહેશભાઇએ હવે બાકીના બે આરોપી હસનશા અને પુનીને ઝડપી લેવાની તજવીજ આદરી છે.

 

મોરબી નજીક જીનીંગ મીલમાં આગથી કપાસનો જથ્થો ખાખ
આગને બુઝાવવા માટે રાજકોટ અને વાંકાનેરના ફાયર ફાઇટરોની પણ લેવાઇ મદદ

મોરબી, તા. ૧૯
મોરબી પાસેના પીપળીયા (ચાર રસ્તા) પાસે આવેલી એક જીનીંગ મીલમાં આજે સાંજે અકસ્માતે આગ લાગવાથી કપાસનો વિપુલ જથ્થો બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો. આગને ઓલવવા માટે મોરબી તેમજ રાજકોટ અને વાંકાનેરના ફાયર ફાઇટરોની મદદ લેવાતા ભારે જહેમત બાદ મોડી રાત્રે તેના પર કાબુ મેળવાયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ મોરબી નજીકના પીપળીયા (ચાર રસ્તા) ગામથી થોડે દૂર આવેલી ભરત જીનીંગ મીલમાં આજે સાંજે ૬ વાગ્યાની આસપાસ કોઇ કારણોસર આગ લાગતા જીનીંગ મીલ પાસેના મેદાનમાં પડેલો કપાસનો વિપુલ જથ્થો જોતજોતામાં જ બળીને ખાખ થઇ ગયો હતો. આગે થોડા સમયમાં જ ભયાવહ સ્વરૃપ ધારણ કરી લેતાં મોટા લપેટા ઉડવાના ચાલુ થયા હતાં. મોરબીના બે બંબાએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતી જયારે આ પ્રયાસો પણ અપૂરતા જણાતા મોરબી ઉપરાંત રાજકોટ તેમજ વાંકાનેરથી પણ ફાયર ફાઇટરો બોલાવી આગને કાબુમાં લેવા પ્રયત્નો થયા હતાં. સતત પ્રયાસો બાદ રાત્રીના આગ કાબુમાં આવી હતી. ભયાનક આગ લાગ્યા છતાં કોઇ જાનહાની થઇ હોવાના સમાચાર નથી.

 

ધોળાદ્રી ગામે ગુમ થયેલી ગાયને શોધતી વખતે
મિત્રોની નજર સામે જ યુવાનને બે ખૂંખાર સિંહો આરોગી ગયા!
પ્રેમાલાપમાં ખલેલ પહોંચાડાતા સિંહયુગલે યુવાનને શિકાર બનાવ્યાનું કહેતા વનતંત્ર સામે લોકોમાં રોષ

નેસડી - બે, તા.૧૯
જાફરાબાદ તાબેના નાગેશ્રી નજીક આવેલા ધોઆદ્રી ગામના યુવાને પ્રેમાલાપમાં ખલેલ પહોંચાડતા સિંહયુગલે ફાડી ખાધાનું જાહેર કરનાર વનતંત્ર સામે લોકોમાં રોષ ઉઠયો છે. ગુમ થયેલી ગાયને શોધતી વખતે સીમમાં મિત્રોની નજર સામે જ યુવાનને બે ખૂંખાર સિંહોએ નિશાન બનાવીને આરોગી ગયાનું ગામલોકોએ જણાવ્યું છે.
ધોળાદ્રીના ગ્રામજનોએ જણાવ્યું છે કે, ગામના ભુરા રામભાઈ સારીખડા (ઉ.વ.૨૮)ની ગાય બે દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. તેનું સિંહોએ મારણ કર્યાની જાણ થતાં ભૂરો તેના બે મિત્રો સાથે ખારા બાવળીયા વિસ્તારમાં ગઈકાલે ગાયને શોધવા ગયો હતો. આ સમયે અચાનક જ ગાઢ ઝાળીમાંથી એક સિંહ ભૂરા ઉપર ત્રાટકયો હતો. બાદમાં બીજો સિંહ પણ આવી ચડયો હતો અને બન્નેએ ભુરાને મિત્રોની નજર સામે જ ફાડી ખાધો હતો. ભયભીત થયેલા બન્ને મીત્રો ગામમાં દોડી ગયા હતા અને બાદમાં ગ્રામજનોએ તપાસ કરતા યુવાનના શરીરના કેટલાક અવશેષો જ મળ્યા હતાં.
ગ્રામજનોએ રોષ સાથે જણાવ્યું હતું કે, સિંહોએ ગાયનું મારણ કર્યાની વનતંત્રને જાણ કરાઈ હતી, પણ કોઈ પગલા નહીં ભરતા અરેરાટી જનક બનાવ બનવા પામ્યો છે. એટલું જ નહીં, બનાવ બન્યા બાદ વનતંત્રએ યુવાનને જ દોષિત ઠરાવવા જેવું નિવેદન જાહેર કર્યું છે તે નિંદનીય છે. આ મામલે વનમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved