Last Update : 20-April-2012, Friday

 

ધોરાજી તાલુકા કિસાન સંઘનો આક્રોશ
ખાદ્યતેલ અને તેલીબીયા ઉદ્યોગ પરનું સ્ટોક નિયંત્રણ અન્યાયી

આઠ દિવસમાં કાળો કાયદો દૂર નહી કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીમાં લડતનું એલાન

ધોરાજી, તા. ૧૯
ખાદ્યતેલ અને તેલીબીયા ઉદ્યોગપર સરકારે સ્ટોક નિયંત્રણને જો કાળો કાયદો રાખેલો છે, જે તાત્કાલીક ઉઠાવી લેવા માંગણી કરીને ૮ દિવસમાં કાયદો ઉઠાવી લેવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારે મુસ્કેલી ઉભી કરવાની ધોરાજી તાલુકા કિસાન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે.
ધોરાજી તાલુકા કિશાન સંઘ દ્વારા પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી, કૃષિ મંત્રી વિગેરેને સંબોધી આવેદન પત્ર પાઠવીને જણાવેલું છે કે, સરકાર દ્વારા ખાદ્ય તેલ અને તેલીબીયા ઉદ્યોગપર સ્ટોક નિયંત્રણ દાખલ કરવામાં આવેલ છે. આને કારણે મગફળીની ખપત ઠપ્પ થઈ ગઈ છે. રાજકોટ, ગોંડલ, જુનાગઢ, અને જેતપુર જેવા સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટીંગ યાર્ડોમાં ખરીદનારના અભાવે હરરાજી ૪થી ૫ દિવસ અટકી ગઈ છે. તા.૧૪થી ફરી હરરાજી ચાલુ થઈ તો મગફળીના ભાવમાં જબ્બર કડાકો બોલી ગયો છે. આ સ્ટોક નિયંત્રણ લાગુ થઈ ગયા પહેલા મગફળીના ભાો ખાંડી દીઠ રૃા ૨૨૦૦૦થી રૃા ૨૩૦૦૦ હજાર ૨૦ કિલોના ૧૧૦૦થી ૧૧૫૦ જેવા હતા તે રૃા ૧૮૫૦૦થી રૃા ૧૯૦૦૦ જેવા બોલી ગયા છે. આવા ઘટાડેલ ભાવે પણ ખાસ લેવાલી રહી નથી.
વધુમાં જણાવેલું છે કે, કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી કરી છે, તેને કારણે ખેડુતોને કપાસના ભાવ પણ સારા મળતા નથી. મગફળીના ભાવ માંડ માંડ યોગ્ય રીતે મળતા હતા. તેમાં આવું સ્ટોક નિયંત્રણનું ગતકડું દાખલ કરી ખેડુતોના પેટ પર જબરી લાત મારી છે. નવી ઉનાળુ મગફળીનો પાક બજારમાં આવવાની તૈયારી છે. તેવા સમયે સરકારે આવો નિર્ણય લઈ ખેડુતોને પાઈમાલ કરી નાખ્યા છે. મગફળીના સારા ભાવે ને કારણે આવતા વર્ષે મગફળીનું વાવેતરના સંજોગો પ ર પાણી ફેરવી નાખ્યું છે. આ ખેડુત વિરોધી નીતીને કારણે આવનારી વિધાનસભાની ચુંટણીમાં વિપરીત અસરપડશે, જે અંગે રાજય સરકાર તાત્કાલીક કાળો કાયદો સ્ટોક નિયંત્રણ નાબુદ કરે તેવી ખેડુતો વાત રાજકોટ જિલ્લા કિશાન સંઘના ઉપાધ્યક્ષે રાજયના પુરવઠામંત્રી સહીત વિવિધ મંત્રીઓને આવેદનપત્રો પાઠવેલા હતાં.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved