Last Update : 20-April-2012, Friday

 
કાળઝાળ ગરમી બાદ હવામાનમાં એકાએક પલટો થવાથી
ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

સાબરકાંઠા સહિત ચારેય જિલ્લાઓમાં આકાશે કાળાંડિબાંગ વાદળો ગોરંભાયાં ઃ ઘઉંના પાકને નુકસાનની ભીતિ

મોડાસા, તા. ૧૯
ઉનાળાના પ્રારંભે કાળઝાળ ગરમીના મોજાએ કેર વર્તાવ્યા પછી થોડાક દિવસે ગરમી ઘટવા બાદ આજરોજ સવારથી જ વાતાવરણમાં પલટો આવતા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કાળાંડિબાંગ વાદળો આકાશે ગોરંભાયેલાં રહેતાં દિસરભર અદ્દલ ચોમાસાના વાદળછાયા હવામાનની પ્રતિકૃતિ સમાન આકાશે દ્રશ્યો સર્જાએલાં રહ્યાં હતાં અને માવઠુ થવાની દહેશતે કિસાનોમાં ચિંતાના વાદળો ઘેરાયાં હતાં. આજે સવારથી જ બદલાયેલા હવામાને કૃષિ જગતને વિમાસણમાં મૂકી દીધું છે.
પ્રાપ્ત માહિતિ મુજબ ઉનારાના પ્રારંભે જ કાળઝાળ ગરમી પડતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા પણ આજ સવારથી જ ઉનાળાની ગરમી બાદ હવામાનમાં એકાએક પલટો આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.
ઉનાળો પાકો મગ, મગફળી, બાજરીને તો સંભવિત માવઠાથી નુકસાનની દહેશત નથી પરંતુ હજુ ખેડૂતોના ખેતરોમાં ઊભા ઘઉંના પાકને અને ખળાઓમાં આવેલા તેમજ ખેતરમાં કાપેલા પડેલા ઘઉંના પાકને માવઠુ થાય તો નુકસાનની ભીતિથી ભારે મૂંઝવણમાં મૂકાયેલા ધરતીપુત્રો આ દહેશત ટળે તેવી મનોમન પ્રાર્થના કરી રહ્યા છે.
સામાન્ય રીતે પ્રતિવર્ષે ઉનાળા દરમિયાન અનેકવાર વાદળો ચઢી આવતા કમોસમી માવઠાંથી નુકસાન થતું હોઇ ચાલુ વર્ષે હજુ તો વૈશાખ બેસે તે પહેલાં જ ઉત્તર ગુજરાતમાં હવામાન પલટો થવાથી સર્જાયેલી સ્થિતિથી ખેડૂત આલમ ઘઉંના પાકની મોટી ચિંતા અને મૂંઝવણ અનુભવી રહેલ છે. અલબત્ત, વાદળછાયું આકાશ રહેતાં બળબળતા બપોર અને દિવસભર ખુશનુમા માહોલથી ગરમીથી મોટી રાહત અનુભવાતી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved