Last Update : 20-April-2012, Friday

 

ડેવલોપર્સના નામે ગરીબ લોકો પાસેથી હજારોના હપ્તા ઉઘરાવીને..
કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી

ગાંધીધામ-આદિપુરમાં અનેક ફરિયાદો બાદરફુચક્કર બનેલ ઠગ ટોળીકીને ઝડપી પાડવા પોલીસના હાથ ટુંકા પડયા ઃ વિશેષ ટીમ બનાવી યોગ્ય તપાસ કરવા માંગ
ગાંધીધામ,તા.૧૭
ગાંધીધામ સહિત કચ્છભરના સેંકડો ગરીબ લોકોને પોતાનું ઘરનું સ્વપ્ન બતાવી હજારો રૃપિયાના હપ્તા ઉઘરાવી કરોડો રૃપિયા ભેગા કરીને આઠ માસ પહેલાં રફુચક્કર બનેલા બંટી ઔર બબલીનો આજ દિન સુધી કોઈ પત્તો નહીં મળતા ગરીબ લોકોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. જોડીયા શહેરમાં ફરિયાદો બાદ પણ છેતરપીંડી આચરનાર ટોળકી પોલીસના લાંબા હાથ સુધી દુર રહેતા અનેક શંકાઓ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી ગરીબ લોકોને ન્યાય અપાવવા માંગ ઉઠી છે.
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ બિલાડીની ટોપની માફક ખુલેલ બોગસ ડેવલોપર્સ પેઢીઓના સંચાલકો દ્વારા ગરીબ લોકોને પોતાનું ઘરનું ઘર બનાવી આપવાના સોનેરી સ્વપ્ન દેખાડીને કરોડો રૃપિયા ભેગા કરીને નોદો ગ્યારાહ થવાના બનાવો અગાઉ અનેક બની ચૂક્યા છે ત્યારે ગાંધીધામ ખાતે આલીશાન ઓફિસમાં ચાલતી સહયોગ ગુ્રપ અને વિજય લક્ષ્મી ગુ્રપના સંચાલક ગૌતમ છગન જૈન અને અંજલી મુલચંદાણી દ્વારા હોન્ડાથી માંડીને પ્લોટ ફાળવણી સુધીની થોકબંધ સ્કીમો રજૂ કરીને અસંખ્ય ગરીબ લોકોને છેતરપીંડીના શીશામાં ઉતાર્યા હતા દરમહિને હજારો રૃપિયાના હપ્તા વસુલ કરીને કરોડો રૃપિયાનું ફંડ ભેગું કરીને આ ઠગ ટોળકી ગત ઓગષ્ટ માસ પહેલાં આલીશાન ઓફિસને તાળા મારીને નાસી છુટવામાં સફળ રહ્યા હતા. આટલું ઓછું હોય તેમ બંટી ઔર બબલીએ અહીંના એક સોની વેપારી પાસેથી પણ પાંચ લાખના દાગીના લઈ ઠૈગો બતાવી છુમંતર બની ગયા હતા.
દિવસ રાત કાળી મજુરી કરીને દર મહિને હજારોના હપ્તા ભરનાર ગરીબ લોકોના નાણા લઈને નાસેલી ટોળકી સામે ગાંધીધામ તથા આદિપુરના પોલીસ મથકોમાં અનેક ફરિયાદો થઈ ચૂકી હોવા છતાં પણ પોલીસ તંત્ર આ ટોળકીને પકડી પાડવામાં ના કામીયાબ રહ્યું છે આ અંગે પોલીસ સૂત્રોએ જણાવેલ કે, અમારી ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી અને કાયદાકીય કામગીરી પણ કરાઈ છે તો બીજી બાજુ તાજેતરમાં નવનિયુક્ત એસ.પી. દ્વારા આ અંગે યોગ્ય તપાસણી હાથ ધરી વિશેષ ટીમ બનાવવામાં આવે તો બંટી ઔર બબલીના ગાંધીધામ ખાતે રહેતા સંબંધિઓ પાસેથી પણ આ ટોળકી હાલ કંઈ દિશામા છે સહિતની માહિતીઓ બહાર આવી શકે તેમ હોવાનું ભોગ બનનાર લોકોનું માનવું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved