Last Update : 20-April-2012, Friday

 

એસ.ટી. બસ ડેપોમાં ચાલતું અંધેર
ડેપો મેનેજર-વિભાગીય નિયામકના નંબરવાળા સ્ટીકરો જ ગુમ થઈ ગયાં

એસ.ટી. બસોના નંબરના કેટલાક આંકડા પણ જાણી જોઈને કાઢી લેવાયા

આણંદ,તા.૧૯
એસ.ટી. તંત્ર દ્વારા મુસાફરોને યોગ્ય સુવિધા મળે તે માટે ઘણાં પગલાં લેવામાં આવ્યા છે. જેથી કરીને એસ.ટી.ને આવક થાય અને મુસાફરને સુવિધા મળે. એસ.ટી. તંત્ર અંગે મુસાફરોને કેટલીક ફરિયાદો પણ હોય છે. કેટલાક જાગૃત મુસાફરો આ અંગે જે તે ડેપોમાં જઈને ફરીયાદ પણ કરતાં હોય છે. કેટલીક ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે તો કેટલીક ફરિયાદ વણઉકલી રહેવા પામે છે. મુસાફરોની માંગણીને ધ્યાનમાં લઈને એસ.ટી. તંત્ર દ્વારા જે તે ડેપોની બસોમાં ફરિયાદ કરવા માટે ડેપો મેનેજર તથા વિભાગીય નિયામકના નંબરવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગની બસોમાં આ નંબરના કેટલાક આંકડા જાણી જોઈને કાઢી નખાયા હોવાનો આક્ષેપ કેટલાક જાગૃત મુસાફરો દ્વારા કરાયો છે. તો હવે ફરિયાદ કોને કરવી? તે પ્રશ્ન જાગૃત મુસાફરોને સતાવી રહ્યો છે.
મુસાફરોને ખેંચી લાવવા માટે વિવિધ યોજનાઓ એસ.ટી. તંત્ર દ્વારા અમલમાં લાવવામાં આવી છે. સૌથી વધારે યોજના માસિક પાસની છે. નોકરીયાતો અને ધંધાવાળાઓ આ યોજનાનો લાભ લેતા હોય છે. રસ્તા પર બસ ઉભી ન રાખવી, મુસાફરોને ન લેવા, જાણી જોઈને પ્લેટફોર્મ પર બસ મોડી મુકવી તથા ટાઈમ પ્રમાણે શીડયુલ ન ચલાવવાની ફરિયાદો વારંવાર સર્જાઈ રહી છે. જેને કારણે કેટલાક જાગૃત મુસાફરોને તથા પાસધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેટલાકે આ અંગે ડેપોમાં જઈને મૌખિક તથા લેખિત ફરિયાદ પણ કરી હતી. જેના પરિણામ સ્વરૃપ કેટલાક પગલાં પણ ડેપો લેવલે લેવાય પણ છે. પરંતુ યુનિયનના નેતાઓ હોવાને કારણે કેટલાક ડ્રાઈવર-કંડક્ટરો પર પગલાં લેવા અંગે ડેપો મેનેજરને પણ વિચાર કરવો પડતો હોય છે. કેટલાક ડ્રાઈવર-કંડક્ટરોની મનમાનીને કારણે જ મુસાફરોને હેરાન થવું પડતું હોય છે. ફરિયાદો વધી જતાં એસ.ટી. તંત્ર દ્વારા દરેક બસની અંદર સ્ટીકર લગાડવાનું અભિયાન શરૃ કર્યું હતું. દરેક ડેપોની બસોમાં ડ્રાઈવરની પાછળની સાઈડે સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. સ્ટીકર પર ફરિયાદો અંગે બે મોબાઈલ નંબરો દર્શાવવામાં આવ્યા છે. જે તે ડેપોના ડેપો મેનેજરનો નંબર તથા વિભાગીય નિયામકનો નંબર દર્શાવવામાં આવ્યો હતો. જેથી મુસાફર જાતે જ ડાયરેક્ટ અધિકારી સાથે વાત કરીને ફરિયાદ કરી શકે.
એસ.ટી. તંત્રનું અભિયાન તો સારું જ હતું પરંતુ મોટાભાગની બસોમાં મોબાઈલ નંબરો કાઢી નાખવામાં આવ્યા છે કે ચેકચાક કરવામાં આવ્યા છે. એસ.ટી. તંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરાઈ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved