Last Update : 20-April-2012, Friday

 

જંગી રોકાણ કરીને શોરૃમ શરૃ કર્યો પરંતુ ઘરાકી ના મળી..!!
ધંધામાં મંદીથી કંટાળેલા વેપારીનો ગળાફાંસો

ઘરનાં ડ્રોઈંગરૃમનાં પંખા ઉપર કાળી દોરી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં પતિને લટકતા જોઈને પત્ની બેહોશ થઈને ઢળી પડી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
શહેરનાં મકરપુરા વિસ્તારનાં એરફોર્સ સ્ટેશન પાછળની વ્રજધામ સોસાયટીમાં રહેતા અને એલ્યુમિનીયમ સેક્શનનો શોરૃમ ધરાવતા એક વેપારીએ મંદીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરનાં મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ સ્ટેશન પાછળની વ્રજધામ સોસાયટીમાં રહેતા શ્યામલાલ માણેકલાલ મંડલ નોવીનો બેટરી નજીકનાં એક કોમ્પલેક્ષમાં એલ્યુમિનીયમ સેક્શનનાં ડોર-વિન્ડોનાં વેચાણનો શોરૃમ ધરાવે છે. એક મહિના પહેલા તેમણે જંગી ઈન્વેસ્ટમેન્ટ કરીને આ શોરૃમ શરૃ કર્યો હતો. પરંતુ, એક મહિનાનાં સમયગાળા દરમિયાન માત્ર બે ગ્રાહકોનું કામ જ તેમને મળ્યુ હતુ.
જેથી તેઓ નિરાશ થઈ ગયા હતા. જે દરમિયાન ગઈકાલે બપોરે તેમણે પત્ની અને પુત્ર ચેતન સાથે ભોજન લીધુ હતુ. થોડા સમય બાદ પુત્ર ચેતન તેની માતાને લઈને ખંડેરાવ માર્કેટ ખાતે ખરીદી માટે ગયો હતો. જે સમયગાળા દરમિયાન પિતા શ્યામલાલ ઘરમાં એકલા હતા. ખરીદી પતાવીને બે-ત્રણ કલાક બાદ માતા-પુત્ર ઘરે પરત આવ્યા હતા.
જ્યાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી પુત્ર ચેતને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, અંદરથી કોેઈ પ્રતિઉત્તર આવ્યો ન હતો. જેથી ચેતને પિતાને બૂમ મારીને બોલાવવાની કોશિષ કરી હતી. પરંતુ, તેમણે કોઈ જવાબ નહીં આવતા ચેતનને શંકા ગઈ હતી. જેથી તેણે પાડોશીઓની મદદથી દરવાજો તોડી નાંખ્યો હતો. દરવાજો તૂટતાની સાથે જ ડ્રોઈંગરૃમનાં પંખા ઉપર તેના પિતા કાળારંગની દોરી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને તેની માતા બેહોશ બનીને ઢળી પડી હતી.
આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી હતી. જે દરમિયાન પોલીસને જાણવા મળ્યુ હતુ કે, ધંધામાં મંદીનાં કારણે કંટાળેલા શ્યામલાલ મંડલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved