Last Update : 20-April-2012, Friday

 
અલકાપુરી વિસ્તારમાં બનેલી ઘટના
દાદીનાં નિધનથી શોકમગ્ન પૌત્રની નજર ચુકવીને લેપટોપની ચોરી

કોલ સેન્ટરમાં ફરજ બજાવતો યુવાન લેપટોપ ચોરીમાં પકડાયો સયાજીગંજ પોલીસે યુવાનની ધરપકડ કરીને લેપટોપ રિકવર કર્યું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
શહેરનાં અલકાપુરી વિસ્તારમાં આવેલી નૂતનભારત સોસાયટીમાં વૃધ્ધાનાં નિધનનાં દિવસે જ ટેલિફોન રિપેર કરવા આવેલા એક યુવાને શોકમગ્ન પરિવારની નજર ચુકવીને લેપટોપની ચોરી કરી હતી. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી. જેમાં કોલ સેન્ટરમાં નોકરી કરતા એક સુશિક્ષીત યુવાનની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરનાં અલકાપુરી વિસ્તારમાં આવેલી નૂતનભારત સોસાયટીમાં રહેતા નીલભાઈ પટેલની દાદીનું ગતવર્ષનાં જુલાઈ મહિનામાં નિધન થયુ હતુ. જેથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. જેથી તેમને સાંત્વના આપવા માટે સમાજનાં સેંકડો લોકો તેમના ઘરે દોડી આવ્યા હતા. જે દરમિયાન એક યુવાન તેમના ઘરે ટેલિફોન રિપેર કરવા આવ્યો હતો. એક તરફ પરિવારજનો વિલાપ કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ ટેલિફોન રિપેર કરનાર યુવકનાં મનમાં કંઈ અલગ જ ચાલતુ હતુ. તેણે શોકમગ્ન પરિવારની નજર ચુકવીને તેમના ઘરમાંથી એક લેપટોપ ચોરી લીધુ હતુ. આ બનાવ અંગે નીલભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદને આધારે સયાજીગંજ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી. પોલીસની તલસ્પર્શી તપાસ દરમિયાન બહાર આવ્યુ હતુ કે, ખાનગી ટેલિફોન કંપનીનાં કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરતો આશિષ સજ્જનસિંહ ચૌધરી (રહે. સાંઈગંગા એપાર્ટમેન્ટ, વારસીયા રીંગ રોડ) આ ચોરીમાં સંડોવાયેલો છે. જેથી પોલીસે તેની અટકાયત કરીને પુછપરછ કરી હતી. જે દરમિયાન તેણે ચોરીની કબુલાત કરી હતી. જેથી ચોરીનાં આ ગુનામાં સંયાજીગંજ પોલીસે આશિષ ચૌધરીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ચોરીનું લેપટોપ જપ્ત કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, હાલમાં આરોપી એક કોલ સેન્ટરમાં નોકરી કરી રહ્યો હતો અને ચોરીનું લેપટોપ તે પોતાના અંગત કામ માટે ઉપયોગમાં લેતો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved