Last Update : 20-April-2012, Friday

 

વિશ્વ બેન્કની સહાયથી ૧૭ હજાર કરોડનો નેશનલ ડેરી પ્લાન
'મિશન મિલ્ક' યોજના નીચે પશુઓની ઉચ્ચ નસલ વિકસાવાશે ઃ પવાર

પ્રથમ તબક્કામાં ૧૪ રાજ્યમાં છ વર્ષમાં રૃા. ૨૨૪૨ કરોડનો ખર્ચ કરી દૂધનું ઉત્પાદન વધારવા, સસ્તું પશુદાણ તૈયાર કરવાનાં પગલાં લેવાશે

(પ્રતિનિધિ તરફથી) આણંદ,ગુરૃવાર
પશુપાલન કરનારાઓને દૂધમાંથી સારી આવક થાય, દુષ્કાળના સમયમાં આવકને અભાવે ખેડૂતોને આત્મહત્યા કરવાની નોબલ ન આવે અને પશુદાણ પાછળ કરવો પડતો ખર્ચ ઓછો થાય તથા દૂધના ઉત્પાદનમાં વધારો થાય તે માટે તૈયાર કરવામાં આવેલા મિશન મિલ્ક હેઠળ કેન્દ્રના કૃષિ મંત્રી શરદ પવારે આજે આણંદમાં નેશનલ ડેરી પ્લાન લોન્ચ કર્યો હતો. પંદર વર્ષમાં અમલમાં મૂકવામાં આવનારા આ પ્લાન પાછળ રૃા.૧૭,૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ પ્લાનના અમલીકરણ માટે થનારા ખર્ચની ૮૦ ટકા રકમ વિશ્વ બૅન્ક આપશે. પંદર વર્ષમાં અમલમાં મૂકવાના આ પ્લાનના પ્રથમ તબક્કામાં રૃા. ૨૨૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને તે છ વર્ષના ગાળામાં પૂરો કરવામાં આવશે. પ્રથમ તબક્કાની કાર્યવાહી વહેલી પૂર્ણ થઈ જશે તો વિશ્વ બૅન્ક બીજી સહાય વહેલી આપશે.
પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રના કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે પશુધનને ચારો આપવા માટે પશુપાલકોએ કરવો પડતો ખર્ચ ઓછો કરી શકાય તે માટે તથા દૂધના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે પણ આ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે અત્યારે દૂધનું ૧૨.૨૮ કરોડ ટનનું છે. દૂધની માગ ૨૦૨૧-૨૨ના વર્ષમાં વધીને ૨૦ કરોડ ટનની સુધી લઈ જવાની ગણતરી છે. દૂધની અછત સર્જાય તે માટે અત્યારના ઉત્પાદનમાં વર્ષે ૪ ટકાના દરે સતત ૧૫ વર્ષ સુધી ઉત્પાદન વધતુ જાય તે સાથે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનનો અમલ ગુજરાત, આન્ધ્રપ્રદેશ, બિહાર, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવશે.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી અમલમાં મૂકવામાં આવનારા આ પ્લાન હેઠળ સારી નસલના પાડાઓ-આખલાઓના સીમેન્સ-વીર્યનો ઉપયોગ કરીને છ વર્ષમાં સારી નસલના દૂધાળા ઢોરની સંખ્યામાં ૨૦થી ૩૫ ટકા સુધીનો વધારો કરવાનું આયોજન હોવાનુ તેમણે જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થઈ ચૂકેલી નસલ વિકસાવવા માટેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને નવી નસલો વિકસાવવામાં આવશે. આ માટે વિદેશમાંથી સારી જર્સી અને હોલસ્ટેઈન ફ્રેઝિયન જેવી સારી નસલના ૪૦૦ આખલાઓની આયાત પણ કરવામાં આવશે.
આખલાઓનું રોગમુક્ત વીર્ય મળી રહે તે માટે રાજ્ય સરકારોએ આખલાઓ વિકસાવવા માટે અને સીમેન્સ સ્ટેશન વિકસાવવા માટે પગલાં લેવાના રહેશે. આ સમગ્ર પ્રોગ્રામના અમલીકરણનું નિયમન પણ રાજ્ય સરકારોએ જ કરવાનું રહેશે.

 

પશુઓને સમતોલ આહાર આપવા ૪૦૦ સભ્યની ટીમ
પશુઓને સમતોલ આહાર મળે અને આહાર પાછળ કરવો પડતો ખર્ચ ઓછો થાય અને દૂધનું ઉત્પાદન વધે તે માટે સમતોલ આહાર કેવી રીતે તૈયાર કરવો તે અંગે પશુપાલકોને માર્ગદર્શન આપવા માટે ૪૦,૦૦૦ સભ્યોની ખાસ ટીમ તૈયાર કરવામાં આવશે. આ સભ્યો પશુદાણ પાછળ કરવા પડતા ખર્ચમાં ઘટાડો થાય અને પશુઓને પોષક આહાર મળે તથા દૂધનું ઉત્પાદન વધે તે માટે માર્ગદર્શન આપવાનું કામ કરશે.

કપાસની નિકાસ પરના નિયંત્રણ હટાવવામાં આવશે
ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહે તે માટે મે મહિનાના આરંભ સુધીમાં કપાસની નિકાસ પરના નિયંત્રણો હળવા કરી દેવામાં આવશે તેવો નિર્દેશ કેન્દ્રના કૃષિ-સહકાર મંત્રી શરદ પવારે આજે અહીં આપ્યો હતો. કપાસની ઉપજ અને સ્થાનિક ઉદ્યોગોની માગ તથા પ્રજાની જરૃરિયાતને ધ્યાનમાં લીધા પછીય કપાસની નિકાસ થવા દેવા માટે અવકાશ જણાઈ રહ્યો છે. કપાસની નિકાસ પર લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરી દેવા માટે કેન્દ્ર સરકાર વિવિધ ખાતાઓ અને ટોચના અધિકારીઓની એક બેઠક આગામી ૩૦મી એપ્રિલે બોલાવી હોવાનું શરદ પવારે જણાવ્યું હતું.

વાયદાના સોદામાં થતાં સટ્ટા અંગે પવારનું મૌન
કોમોડિટીના વાયદાઓમાં સટ્ટાના તોફાનને કારણે ઘર ઉપયોગી કોમોડિટીઓના ભાવમાં બેફામ વધારો થઈ રહ્યો હોવાથી આ સટ્ટાકીય પ્રવૃત્તિ રોકવા માટે કોઈ પગલાં લેવાનું સરકારનું આયોજન છે કે નહિ તે અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કેન્દ્રના કૃષિ મંત્રી શરદ પવારે જણાવ્યુ ંહતું અમે માત્ર ઉત્પાદન વધારવા પર જ ધ્યાન આપી રહ્યા છીએ. આ બાબત અંગે હું કંઈ જ કહેવા માગતો નથી.
દૂધ ભેગું કરવામાં ખાનગી ડેરીઓનું વર્ચસ્વ ઘટાડો
દેશના ગ્રામીણ વિસ્તારોમાં ઉત્પાદન કરવામાં આવતા દૂધમાંથી માંડ ત્રીસ ટકા જેટલા દૂધનો સંચય સહકારી મંડળીઓના માધ્યમથી કરવામાં આવતો હોવાથી પશુપાલકોને મળતા દૂધના દામ અને ગ્રાહકોને મળતા દૂધના મૂલ્ય વચ્ચે લિટરે રૃા. ૧૪થી પણ વધુનો ગાળો રહે છે. પરિણામે ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. આ સ્થિતિમાં સહકારી મંડળીઓના માધ્યમથી જ ગ્રામીણ વિસ્તારમાં દૂધ એકત્રિત કરવાની કામગીરીને વધુ સંગીન બનાવવી જોઈએ. આ પગલું લેવામાં આવશે તો જ પશુપાલકોને દૂધના ઉચિત ભાવ મળશે. અન્યથા પશુપાલનના વ્યવસાયથી વધુને વધુ લોકો દૂર થતાં જશે.

પશુપાલનને વિકસાવવા પાંચ ઝોનમાં મોટા ગ્રાસલેન્ડ બનાવો
ગુજરાતના મુખ્યમંત્રીનું શરદ પવારને સૂચન ઃ મટનની નિકાસ માટે પશુઓની બેફામ કતલ થવા દેતા કેન્દ્રની નીતિની ટીકા કરી
(પ્રતિનિધિ તરફથી) આણંદ,ગુરૃવાર
દુષ્કાળના સમયમાં પશુચારાને અભાવે દૂધનું ઉત્પાદન ઘટી ન જાય તે માટે દેશના પાંચ ઝોનમાં વિરાટ ગ્રાસલૅન્ડ ડેવલપ કરવાની અને ગ્રાસ બૅન્ક ઊભી કરવાની જરૃરી હોવાનું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં ધર્મજ ખાતે ગુજરાતે ગ્રાસ કોઓપરેટીવની સ્થાપના કરી છે. આ જ રીતે પશુપાલકોને તેમના ઘરની નજીકના વિસ્તારોમાંથી જ ગુણવત્તાયુક્ત પશુઆહાર મળી જાય તે માટે પગલાં લેવા જરૃરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
મિશન મિલ્ક હેઠળ જાહેર કરવામાં આવેલા નેશનલ ડેરી પ્લાનને આવકારતા મુખ્યમંત્રીએ જણાવ્યું હુતં કે પશુઓના દૂધના ઉત્પાદન માટે અબજો રૃપિયાની યોજનાની જાહેરાત કરનાર કેન્દ્ર સરકારે મટનની નિકાસની છૂટ આપી દીધી હોવાથી પશુની વય જોયા વિના જ પશુઓની બેફામ કતલ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું હતું કે ભારતમાંથી બાંગલાદેશમાં ગાયનું સ્મગલિંગ થતું હોવાનું પણ જોવા મળ્યું છે.
તેમણે કહ્યું હતું કે ખેડૂતોના કુદરતી રૃઠે ત્યારે આત્મહત્યાનો આશરો ન લેવો પડે તે માટે તેને કુલ વાર્ષિક આવકમાંથી એકતૃતિયાંશ આવક ખેતીમાંથી, એક તૃતિયાંશ આવક પશુપાલનમાંથી અને એક તૃતિયાંશ આવક ખેતરના શેઢા પર વૃક્ષ ઉછેરીને મેળવાતા ઉત્પાદનોના માધ્યમથી થાય તેવું મૉડેલ વિકસાવવું જરૃરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved