Last Update : 20-April-2012, Friday

 

વડોદરા:સયાજીનગરી ટ્રેનનાં ડબામાં ધડાકો

- સુરતથી ઉપડેલી ટ્રેન

 

 

- એસ-૧૦ ડબાને કોર્ડન કરીને તપાસ હાથ ધરાઈ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
બુધવારે સુરતથી ઉપડેલી બાંદ્રા-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનનાં એસ-૧૦ કોચમાં ભેદી વિસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો હતો. ધડાકાને કારણે કોચની અંદરનાં ભાગે બે ઉંડા કાણા પડી ગયા હતા. આ બનાવની જાણ થતા જ રેલવે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મોડીરાત્રે વડોદરા રેલવે સ્ટેશને રોકાયેલી આ ટ્રેનનાં એસ-૧૦ કોચને પોલીસે કોર્ડન કરી લીધો હતો અને તેમાં બેઠેલા તમામ મુસાફરોનાં નિવેદન લેવામાં આવ્યા હતા. ઉપરાંત, કોચમાં વિસ્ફોટ કેવી રીતે થયો તે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, બુધવારે મુસાફરોથી ખચોખચ ભરેલી બાંદ્રા-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન સુરતથી ઉપડી હતી. આ ટ્રેન સાયન રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી હતી તે વખતે તેના એસ-૧૦ ડબામાં અચાનક ભેદી ધડાકો થયો હતો. ધડાકાનો અવાજ સાંભળતાની સાથે જ કોચમાં બેઠેલા મુસાફરો ફફડી ઉઠયા હતા. એકાએક થયેલા ધડાકા બાદ તપાસ કરતા તેના અંદરનાં ભાગે બે ઉંડા કાણા પડયા હોવાનું મુસાફરોને માલુમ પડયુ હતુ.
જેથી આ બાબતની જાણ રેલવેનાં અધિકારીઓને કરવામાં આવી હતી. જેથી રેલવેનાં વહિવટી અધિકારીઓએ આ બાબત અંગે રેલવે પોલીસને માહિતી આપી હતી. સયાજી નગરી એક્સપ્રેસમાં ભેદી ધડાકો થયો હોવાની જાણ થતાં જ રેલવે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તેઓએ તાત્કાલિક ધોરણે ટ્રેનની તપાસ કરવાનો હુકમ જારી કર્યો હતો. આ સાથે જ ભરૃચ અને વડોદરા રેલવે સ્ટેશને રેલવે પોલીસનો કાફલો ખડકાઈ ગયો હતો. ભરૃચમાં રોકાયેલી આ ટ્રેનનાં એસ-૧૦ ડબામાં પોલીસ અધિકારીઓ ચડી ગયા હતા અને તેમણે પ્રત્યેક મુસાફરોનાં નિવેદનો નોંધ્યા હતા.
થોડા સમય બાદ આ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશને આવી પહોંચી હતી. જ્યાં અગાઉથી જ વડોદરા રેલવે પોલીસનાં અધિકારીઓ, એસઓજી અને એલસીબીનાં સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓ મૌજુદ હતા. રેલવે સ્ટેશને ટ્રેન રોકાતાની સાથે જ પોલીસ અધિકારીઓએ એસ-૧૦ કોચને કોર્ડન કરી લીધો હતો. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ કોચની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. પોલીસે વિસ્ફોટની જગ્યા તથા તેમાં પડેલા બે ઉંડા કાણાનું નિરીક્ષણ કર્યુ હતુ. આ વિસ્ફોટ કેવી રીતે થયો તે જાણવા માટે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ પણ લીધી હતી.
યાત્રીઓને ભય દૂર કરવા ટ્રેનને દોડતી રખાઈ
સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનનાં એસ-૧૦ ડબામાં થયેલા ભેદી ધડાકા બાદ મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટના બાદ રેલવે પોલીસ અને વહિવટી તંત્રે સભાનતા દાખવીને મુસાફરોમાં ભય ન ફેલાય તેની તકેદારી રાખી હતી. એટલુ જ નહીં, ટ્રેનને દોડતી રાખીને મુસાફરોનો ડર દૂર કરી દીધો હતો.

ધડાકાનું કારણ જાણવા એફએસએલની મદદ લેવાઈ
ટ્રેનનાં રિઝર્વ કોચમાં અચાનક થયેલા ધડાકાનો ભેદ ઉકેલવામાં હજી પોલીસને સફળતા મળી નથી. કોચનાં અંદરનાં ભાગે થયેલા પ્રચંડ ધડાકા બાદ તેમાં બે ઉંડા કાણા પડી ગયા હતા. આ કાણા ક્યાં કારણસર પડયા તેનુ રહસ્ય ઉજાગર કરવા માટે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી. ફોરેન્સિક નિષ્ણાતોએ એસ-૧૦ કોચનું તલસ્પર્શી નિરીક્ષણ હાથ ધર્યું હતુ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved