Last Update : 20-April-2012, Friday

 

અકસ્માતગ્રસ્ત ગાડીમાં ભગવાનનાં પ્રતિકની મૌજુદગીથી મુસાફરોનો બચાવ
ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

અકસ્માતમાં દબાયેલી ગાડી જોઈને તેમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હોવાનું લાગતુ હતુ પરંતુ, તમામનો આબાદ બચાવ થતા આશ્ચર્ય સર્જાયું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
દુમાડથી સાવલી જવાનાં માર્ગ ઉપરનાં આઈઓસીનાં બ્રીજ ઉપરથી બોલરો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેંર સર્જાયેલા અકસ્માતમાં બોલરો ગાડીનાં ફુરચેફુરચા બોલાઈ ગયા હતા. ગાડીની સ્થિતી જોઈને એક તબક્કે એવુ લાગતુ હતુ કે, તેમાં બેઠેલા તમામ લોકોને ગંભીર ઈજા પહોંચી હશે..પરંતુ, આશ્ચર્યની વાત એ હતી કે, એકપણ વ્યક્તિને જીવલેણ ઈજા પહોંચી ન હતી. ચોંકાવનારી વાત એ છે કે, ડ્રાઈવરને બાદ કરતા ગાડીમાં સવાર તમામ લોકો પૂજારી હતી અને તેમની પાસે ભગવાન ધર્મરાજનું પ્રતિક હતુ. તેઓનું માનવુ છે કે, ભગવાનનાં પ્રતિકને સાથે લઈને નીકળ્યા હોવાથી ગંભીર અકસ્માતમાં પણ તેઓનો આબાદ બચાવ થયો છે.
રાજસ્થાનનાં હલ્દીઘાટી વિસ્તારમાં વહેતી નદીનાં કાંઠે વસેલા મોલેલા ગામમાં ભગવાન ધર્મરાજનું પ્રસિદ્ધ મંદિર આવેલુ છે. જેમાં ભંવરલાલ નારૃલાલ ધાવેરી મુખ્ય પૂજારી છે. તેમની સાથે આઠ જેટલા અન્ય ભુવા તાજેતરમાં પૂના ખાતે યોજાયેલા એક વાસ્તુ પ્રસંગમાં હાજરી આપવા માટે બોલેરો ગાડીમાં બેસીને નીકળ્યા હતા. મોલેલા છોડતા પહેલા તેમણે ભગવાન ધર્મરાજનું પ્રતિક ગણાતાં નાગને પોતાની સાથે લીધો હતો. પૂના પહોંચ્યા બાદ તેઓએ ધાર્મિક વિધીમાં ભાગ લીધો હતો અને ભગવાનનાં પ્રતિકની વિધીસરની પૂજા કરવામાં આવી હતી. ત્યારપછી વાસ્તુ પૂજન પૂર્ણ કરવામાં આવ્યુ હતુ અને તેઓ પાછા રાજસ્થાન જવા રવાના થયા હતા. વહેલી સવારે તેઓ બોલેરો ગાડી લઈને વડોદરા આવ્યા હતા.
જ્યાં દુમાડથી સાવલી તરફ જવાનાં માર્ગ ઉપર આઈઓસીનાં પુલ ઉપર તેઓની બોલેરો ગાડીનો ટ્રક સાથે ધડાકાભેંર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, બોલેરોનાં ફુરચેફુરચા બોલાઈ ગયા હતા. ગાડી આગળથી ચગદાઈ ગઈ હતી. તેના કાચ તૂટી ગયા હતા, સ્ટિરિંગ દબાઈ ગયુ હતુ અને ડેસબોર્ડનાં ટૂકડેટૂકડા થઈ ગયા હતા. આ ગાડીને જોઈને એક તબક્કે એવુ લાગતુ હતુ કે, તેનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હશે અને તેમાં બેઠેલા મુસાફરો લોહિલુહાણ થઈ ચુક્યા હતા. પરંતુ, આશ્ચર્યની વાત એ હતી કે, તેમાં બેઠેલો એકપણ મુસાફર ગંભીર રીતે ઘવાયો ન હતો. તમામને ઓછીવત્તી ઈજા પહોંચતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓને રજા આપી દેવામાં આવી હતી. આ દુર્ઘટના સંદર્ભે માહિતી આપતા એક ભુવાએ જણાવ્યુ હતુ કે, તેમની પાસે ભગવાન ધર્મરાજનું પ્રતિક ગણાતો નાગ હતો. જેમાં સાક્ષાત ભગવાન હાજર હોય તેવુ મનાય છે. જેથી બોલેરો ગાડીમાં ભગવાનનું પ્રતિક મૌજુદ હોવાથી ગમખ્વાર અકસ્માતમાં પણ તેમાં બેઠેલા પ્રત્યેક મુસાફરનો આબાદ બચાવ થયો છે.

 

સયાજી હોસ્પિટલમાં રાજસ્થાની સમાજનાં લોકોની ભીડ ઉમટી
ભગવાન ધર્મરાજનાં પૂજારી અને ભુવાઓને અકસ્માત નડયો હોવાની જાણ થતાં જ વડોદરા શહેરમાં રહેતા રાજસ્થાની લોકોનાં ટોળેટોળા સયાજી હોસ્પિટલમાં ઉમટી પડયા હતા. ગણતરીનાં સમયમાં જ સેંકડો લોકો સયાજી હોસ્પિટલનાં તાત્કાલિક સારવાર વિભાગ પાસે એકત્રિત થઈ ગયા હતા.
જેઓએ ભાવપૂર્વક ભગવાન ધર્મરાજનાં પ્રતિકનાં દર્શન કર્યા હતા. ભગવાન ધર્મરાજ સાક્ષાત તેમની સમક્ષ ઉભા હોય તેવા ભાવ સાથે તેમણે ભગવાનનાં પ્રતિક ગણાતા નાગનું પૂજન કર્યું હતુ. હોસ્પિટલ સંકુલમાં સર્જાયેલા આ દ્રશ્યોએ ભારે કુતુહલ ખડુ કર્યુ હતુ.

ભગવાનનાં પ્રતિકને જમીન પર નહીં મુકવાની ટેક જાળવી..!!
ભગવાન ધર્મરાજનાં પ્રતિકને સાથે લઈને પૂના જવા નીકળેલા પૂજારી અને ભુવાનાં સમૂહને અકસ્માત નડતા સાત જણાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલનાં સંકુલમાં ઈજાગ્રસ્ત હાલતમાં ઉભેલા એક વ્યક્તિનાં હાથમાં ભગવાનનું આ પ્રતિક હતુ. ઘાયલ અવસ્થામાં હોવા છતાંય તેણે પોતાના હાથમાંથી ભગવાનનું પ્રતિક નીચે મુક્યુ ન હતુ. તેનું કહેવુ હતુ કે, આ પ્રતિકને રાજસ્થાનથી પૂના લઈ જવામાં આવ્યુ હોવા છતાંય તેને એકપણ વખત જમીન પર મુકવામાં આવ્યુ નથી. રાત્રી દરમિયાન તમામ લોકો સૂઈ જાય તેવા સમયે એક વ્યક્તિ પોતાના હાથમાં ભગવાનનું પ્રતિક રાખીને જાગતો હતો. પોતાના હાથમાં ભગવાનનું પ્રતિક પકડીને તે આખી રાત ઉભો રહેતો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved