Last Update : 20-April-2012, Friday

 
પાકિસ્તાનની જેલોમાં વર્ષોથી સબડતા ભારતના
યુધ્ધ કેદીઓ અંગેના ચુકાદાનું બે સપ્તાહમાં પાલન કરો ઃ હાઇકોર્ટ
અગાઉના ચુકાદામાં સુધારો કરવા અંગેની કેન્દ્ર સરકારની રિવ્યુ પિટીશન હાઇકોર્ટે ફગાવી દીધી
અમદાવાદ,ગુરુવાર
પાકિસ્તાન જેલમાં વર્ષોથી કેદ ભારતના ૫૪ યુધ્ધ કેદીઓને મુકત કરાવવાના કેસમાં અગાઉ ગુજરાત હાઇકોર્ટે જારી કરેલા આદેશોનું કન્દ્ર સરકાર દ્વારા નિયત સમયમર્યાદામાં પાલન નહી કરાતાં લેફટનન્ટ કર્નલ જગજીતસિંહ અરોરા તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે આજે મંજૂર કરી હતી અને હાઇકોર્ટે અગાઉ આ કેસમાં તા.૨૩-૧૨-૨૦૧૧ના રોજ જારી કરેલા ચુકાદાનું બે સપ્તાહમાં પાલન કરવા કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ કર્યો હતો. એટલું જ નહી, જો આ હુકમનું પાલન નહી થાય તો કેન્દ્રીય સુરક્ષા મંત્રાલયના સચિવે અદાલત સમક્ષ હાજર રહેવું પડશે એવી ચીમકી પણ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આપી હતી.
વધુમાં, પાકિસ્તાનની જેલોમાં સબડતા ભારતીય યુધ્ધ કેદીઓના મામલે ગુજરાત હાઇકોર્ટના તા.૨૩-૧૨-૨૦૧૧ના ચુકાદામાં થોડો સુધારો કરવા અને આ હુકમના પાલન માટે ચાર મહિનાનો વધુ સમય આપવા માંગણી કરતી કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી રિવ્યુ પીટીશન કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે ફગાવી દીધી હતી.
પાકિસ્તાનની જેલમાં વર્ષોથી સબડતાં ભારતીય યુધ્ધ કેદીઓને છોડાવવા અઁગેના કેસમાં ગુજરાત હાઇકોર્ટે તા.૨૩-૧૨-૨૦૧૧ના રોજ એક ઐતિહાસિક ચુકાદા મારફતે પાકિસ્તાન જેલમાં કેદ એવા ભારતના ૫૪ યુધ્ધ કેદીઓને તાકીદે છોડાવવા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો બે મહિનામાં એપ્રોચ કરવા કેન્દ્ર સરકારને હુકમ કર્યો હતો. વધુમાં, હાઇકોર્ટે ત્રણ મહિનામાં કેદીઓના પરિવારજનોને સળંગ નોકરી મુજબ વેતનના લાભ અને નિવૃત્તિના લાભો ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના આ સ્પષ્ટ ચુકાદા બાદ પણ કેન્દ્ર સરકાર દ્વારા તેનું કોઇ જ પાલન નહી કરાતાં અરજદાર લેફટનન્ટ કર્નલ જગજીતસિંહ અરોરા દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટે જારી કરેલા આદેશો પૈકી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો એપ્રોચ કરવા અંગેના હુકમની નિયત સમયમર્યાદા તા.૨૩મી ફેબુ્રઆરીએ પૂર્ણ થઇ ગઇ હતી, જયારે કેદીઓના પરિવારજનોને લાભો આપવા અંગેના હુકમની સમયમર્યાદા તા.૨૩મી માર્ચે પૂર્ણ થઇ ગઇ છે તેમછતાં, કેન્દ્ર સરકાર દ્વારા ચુકાદાના પાલનમાં ધરાર ઉપેક્ષા દાખવવામાં આવી છે. કેન્દ્ર સરકારનું આવું વલણ અદાલતી તિરસ્કાર સમાન લેખાય અને તેથી હાઇકોર્ટે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઇ કેન્દ્ર સરકારને જરુરી આદેશો કરવા જોઇએ.
વધુમાં એમપણ જણાવાયું હતું કે, અરજદારપક્ષ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ઉપરોકત ચુકાદા સંદર્ભે દેશના વડાપ્રધાનને પત્ર પાઠવી તેના પાલન માટે વિનંતી કરાઇ હતી. તો, કેન્દ્રીય રક્ષા મંત્રાલયને નોટિસ પાઠવી આ અંગે તાકીદ કરાઇ હતી. તેમછતાં વડાપ્રધાન કાર્યાલય કે કેન્દ્રીય રક્ષા મંત્રાલય તરફથી અરજદારને કોઇ જ પ્રત્યુત્તર સુધ્ધાં આપવામાં આવ્યો નથી કે ચુકાદાના પાલનના કોઇ પરિણામલક્ષી પગલાં લેવાયા નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે ભારતીય યુધ્ધ કેદીઓના હિતમાં કેન્દ્રને જરુરી આદેશ કરવો જોઇએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved