Last Update : 20-April-2012, Friday

 
અમદાવાદ :'દિલ્હી જા રહી ફ્લાઇટમેં બોમ્બ હૈ'

- એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

 

- મુંબઇ એરપોર્ટને ધમકીનો ફોન મળ્યો

અમદાવાદ, ગુરૃવાર
'દિલ્હી જા રહી ફ્લાઇટમેં બોમ્બ હૈ, બચા સક્તે હો તો બચા લો..!' મુંબઇ એરપોર્ટ પર બુધવારે રાતે ૩ વાગ્યે આવેલા આ પાંચ સેકન્ડનાં ફોને અમદાવાદ એરપોર્ટ પર પાંચ કલાકનું થ્રિલર સર્જ્યુ હતું. ફ્લાઇટમાં બોમ્બ મુકાયો હોવાના ધમકી ભર્યા ફોનની જાણ મુંબઇથી ઉપડેલી જેટ એરવેઝની ફ્લાઇટના પાઇલટને કરાઇ હતી. ૧૫૨ મુસાફરો અને ૧૪ ક્રૂ મેમ્બર સાથે પાઇલટે ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાવી હતી. બીજી તરફ ઇમરજન્સી લેન્ડિંગનો સંદેશો મળતા જ બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, સી.આઇ.એસ.એફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસના કાફલાએ એક સાથે ઓપરેશન હાથ ધર્યું હતુ. તમામ મુસાફરો અન ક્રૂ મેમ્બર ઉપરાંત પાંચ કલાક સુધી ફ્લાઇટની તપાસ બાદ કાંઇ વાંધા જનક ન મળતા સવારે ૮.૩૦ વાગ્યે ફ્લાઇટને દિલ્હી માટે રવાના કરાઇ હતી.
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાતે ૨.૪૫ વાગ્યે મુંબઇ એરપોર્ટ પરથી ૨૨૩૭ નંબરની જેટ એરવેઝની ફ્લાઇટ ૧૫૨ મુસાફરો અને ૧૪ ક્રૂ મેમ્બર સાથે દિલ્હી જવા નીકળી હતી. ફ્લાઇટ ટેક ઓફ થયાના ૧૫ મિનિટ બાદ મુંબઇ એરપોર્ટ પર કોઇએ ફોન કરીને ફ્લાઇટમાં બોમ્બ હોવાની અને ફ્લાઈટને બચાવી સક્તા હો તો બચાવી લો તેવી ધમકી આપી હતી. આ ધમકી ભર્યા ફોનની જાણ ફ્લાઇટનાં પાઇલટને કરાતા મુસાફરો સહિત ક્રુ મેમ્બરના જીવ તાળવે ચોંટયા હતા. દરમિયાન વિમાન ગુજરાત પરથી ઉડી રહ્યું હોઇ પાઇલટે અમદાવાદ એ.ટી.સી (એર ટ્રાફિક કંટ્રોલર)ને જાણ કરી ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. બીજી તરફ અમદાવાદ એરપોર્ટનો ટ્રાફિક ડાઇવર્ટ કરી ફ્લાઇટને લેન્ડિંગની મંજૂરી આપી ઘટનાની જાણ સરદારનગર પોલીસ અને સી.આઇ.એસ.એફને કરાઇ હતી.
એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલા સંદેશાને ગંભીરતાથી લઇ સ્થાનિક પોલીસ બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયર બ્રિગેડ સાથે રનવે નજીક પહોંચી ગઇ હતી. રાતે ૩.૩૫ વાગ્યે ફ્લાઇટ લેન્ડ થતાની સાથે જ તમામ મુસાફર અને ક્રૂ મેમ્બરને ઉતારીને તેમનું ચેકિંગ કરવામાં આવ્યંુ હતુ અને બાદમાં તમામને એરપોર્ટ બિલ્ડિંગમાં ખસેડાયા હતા. બીજી તરફ બોમ્બ સ્કવોડ અને સી.આઇ.એસ.એફના જવાનોએ ચાર કલાક સુધી તપાસ કરી હતી. અંતે ફ્લાઇટમાંથી કાંઇ વાંધાજનક ન મળતા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરનાં સામાનને તપાસ કરી ફ્લાઇટને સવારે ૮.૩૦ વાગ્યે દિલ્હી જવા રવાના કરાઇ હતી. આ ઘટના અંગે સરદારનગર પોલીસે જાણવા જોગ નોંધ લીધી છે, જ્યારે મુંબઇ પોલીસ દ્વારા મુંબઇ એરપોર્ટ પર ફોન કરનારી વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

મુસાફરોના સામાન બે વાર સ્કેન કરાયા
* ઇમરજન્સી લેન્ડિંગ બાદ અંદરથી ઉતરેલા તમામ મુસાફરો અને તેમના સામાનની તપાસ કરાઇ હતી. બાદમાં અઢી કલાકની તપાસ બાદ કાંઇ વાંધા જનક ન મળતા મુસાફરોને પરત ફ્લાઇટમાં મોકલાયા હતા. આ સમયે પણ તમામ મુસાફરો અને તેમના સામાનને બીજી વાર સ્કેન કરી તપાસવામાં આવ્યો હતો.

કોકપીટથી માંડીને કાર્ગો સુધીની જગ્યાઓ તપાસાઇ
* બોમ્બ સ્કવોડના સુત્રોનું કહેવું છે કે તમામ મુસાફરોના ઉતરી ગયા બાદ પરોઢે ૪ વાગ્યે ફ્લાઇટ બોમ્બ સ્કવોડને હેન્ડ ઓવર કરાઇ હતી. જેમાં કોકપીટ (પાઇલટની કેબીન), તમામ મુસાફરોની બેઠક, ફ્લાઇટના ટોઇલેટ અને કાર્ગો સહિતની જગ્યાઓની ઝીણવટભરી તપાસ કરાઇ હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved