Last Update : 20-April-2012, Friday

 

અદાલતોને અંધારામાં રાખી હુકમો મેળવી
લોકોનો તોડ કરતા નિવૃત્ત પીઆઇ અને વકીલના જામીન ફગાવાયા

અદાલતોને ગેરમાર્ગે દોરી ખોટા સોગંદનામાના આધારે હુકમો મેળવી લોકોને બ્લેકમેઇલ કરી જમીનો પચાવી પાડવાનું કૌભાંડ

અમદાવાદ
રાજયની વિવિધ અદાલતોને ગેરમાર્ગે દોરી ખોટા સોગંદનામાઓ કરી યેનકેન પ્રકારે હુકમો મેળવી તેના આધારે લોકોને ડરાવી-ધમકાવી બ્લેકમેઇલ કરી જમીનો પચાવી પાડવાનું કૌભાંડ આચરનારા નિવૃત્ત પી.આઇ આઇ.જે.પઠાણ અને એડવોકેટ આનંદ ગોસ્વામીને જામીન આપવાનો આજે ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એન.વી.તડવીએ સાફ ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી ફગાવતાં ચુકાદામાં આરોપીના ગુનાહીત કૃત્યની આકરી ટીકા કરી હતી અને ગંભીર અવલોકન કર્યું હતું.
ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ તડવીએ પોતાના હુકમમાં એવું નીરીક્ષણ કર્યું હતું કે, આરોપી આનંદ ગોસ્વામી કાયદાના નિષ્ણાત છે અને આઇ.જે.પઠાણ જે નિવૃત્ત પોલીસ અધિકારી છે. તેમને ૧૯૯૪માં તેમના હોદ્દા પરથી ડિસમીસ કરવામાં આવ્યા હતા અને ૨૦૦૧માં તેઓ નિવૃત્ત થઇ ગયા હોવાછતાં જુદા જુદા કેસોની તપાસ જાતે કરી ખોટા સોગંદનામાઓના આધારે સાહેદોની માલિકીની જમીન બીજાના નામે કરવા ધાકધમકી આપી આર્થિક લાભ મેળવતા હતા. કેસના સંજોગો અને સમગ્ર હકીકત જોતાં હાલના આરોપીઓએ ગુજરાતની જુદી જુદી કોર્ટોમાં આવા પ્રકારના કેસો કરી જમીન હડપવાનું કાવતરુ કરી આર્થિક લાભ મેળવવા માટે જુદી જુદી કોર્ટોમાં સીઆરપીસીની કલમ-૨૦૨(૩) મુજબની ઇન્કવાયરી મેળવી ગેરકાયદેસર અને ગુનાહીત કૃત્ય કરી જમીન પચાવી પાડવાનું રેકેટ ચલાવતા હતા.
આ કેસમાં તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે તેવા સમયે પુરાવાની વિષયવસ્તુ હાલના તબક્કે ધ્યાનમાં લઇ શકાય નહી. આરોપીઓના ગુનાની ગંભીરતા જોતાં તેઓને જામીન પર મુકત કરવા ન્યાયોચિત નહી લેખાય. આરોપી એડવોકેટ આનંદ ગોસ્વામી અને નિવૃત્ત પી.આઇ ઇબ્રાહીમખાન જમાલખાન પઠાણ દ્વારા કરાયેલી જામીનઅરજીનો રાજય સરકાર તરફથી સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટ અને એડિશનલ પબ્લીક પ્રોસીકયુટર વી.પી.અત્રેએ જણાવ્યું હતું કે, આરોપી પી.આઇ આઇ.જે.પઠાણ(રહે.કિર્તીકુંજ સોસાયટી, ગાયત્રી સ્કૂલની પાછળ, શાહઆલમ ટોલનાકા) ૧૯૯૨માં સીઆઇડી ક્રાઇમમાં હતા અને ૨૦૦૧માં તેઓ નિવૃત્ત થઇ ગયા હતા તેમછતાં એડવોકેટ આનંદ ગોસ્વામી (રહે.૧૩૫૮/૨,સેકટર-૨-બી,ગાંધીનગર) દ્વારા સંબંધિત કેસોમાં અદાલતને અંધારામાં રાખી ગેરમાર્ગે દોરી તપાસનીશ અધિકારી આઇ.જે.પઠાણને તપાસ સોંપવાની વિનંતી અદાલતમાંથી તે અંગેના હુકમો મેળવતા હતા. બંને આરોપીઓ દ્વારા સાચી હકીકત અદાલતથી છુપાવવામાં આવતી હતી અને બાદમાં કોર્ટના આ હુકમોનો પોતાના જમીન પચાવી પાડવાના કૌભાંડ અને આર્થિક લાભ ખાટવાના બદઇરાદો પાર પાડવામાં કરતા હતા.
આરોપી નિવૃત્ત પોલીસ અધિકારી અને એડવોકેટ હોવાછતાં તેમ જ જાહેર સેવક, કાયદાના જાણકાર અને કોર્ટ ઓફિસર હોવાછતાં તેઓએ પૈસાની લાલચમાં આ પ્રકારનો ગંભીર ગુનો આચર્યો છે. આરોપીઓ લોકોને બ્લેકમેઇલ કરી ડરાવી ધમકાવી કોઇ વ્યકિતને મૃત્યુ અને મહાવ્યથાના ભયમાં મૂકી તોડ કરવાના કૌભાંડમાં સંડોવાયેલા છે અને તેમના ગુનાહીત કાવતરાનો ભોગ બનનાર એકપછી એક લોકો સામે આવી રહ્યા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ તપાસ ચાલી રહી છે. બંને આરોપીઓના કિસ્સામાં હાઇકોર્ટે પણ ઇન્કવાયરીનો હુકમ કર્યો છે તે જોતાં સમાજના હિતમાં બંને આરોપીઓને કોર્ટે જામીન આપવા જોઇએ નહી. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી વકીલ અને નિવૃત્ત પીઆઇના જામીન ફગાવી દીધા હતા.

 

બંને આરોપીઓના રિમાન્ડ માટેની સરકારની રિવિઝનની આજે સુનાવણી
અમદાવાદ,બુધવાર
આરોપી એડવોકેટ આનંદ ગોસ્વામી અને નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે.પઠાણના રિમાન્ડ મેળવવા માટેની રાજય સરકાર તરફથી કરાયેલી રિવીઝન અરજીની આવતીકાલે એડિશનલ સેશન્સ જજ એચ.એમ.ધોળકીયા સમક્ષ સુનાવણી હાથ ધરાશે. અગાઉ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પી.ટી.પટેલે આ બંને આરોપીઓના રિમાન્ડની માંગણી કરતી પોલીસની અરજી નામંજૂર કરી હતી. જેની સામે સરકાર દ્વારા સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી આવતીકાલે નીકળશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved