Last Update : 20-April-2012, Friday

 

ખેડા:ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ

-રૂ. ૬૦૦ થી ૭૫૦ના ભાવે વેચાતા બાટલ

 

- છતાં સરકારી તંત્ર નિષ્ક્રિય

નડિયાદ,તા૧૯
વેકેશન અને લગ્નોની મોસમ ચાલી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં બેકાબુ બનેલા ગેસ વિતરકોએ ઘરેલું ગેસની કૃત્રિમ તંગી ઉભી કરવાની તરકીબ અજમાવી છે. આ રીતે ગેસ ધારકોના સિલિન્ડરો કાળાબજારમાં પધરાવી ગેસ વિતરકો પોતાના ખિસ્સા ગરમ કરતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ આ કૌભાંડ પર ઢાંકપિછોડો કરવા માટે ગેસ ધારકોને એસએમએસથી ગેસની નોંધણી કરાવવાનો હાઉબતાવી બાનમાં લેવામાં આવી રહ્યા છે. નવાઈની વાત તો એ છેકે ફરજિયાત એસએમએસથી નોંધણી સામે મૌન ધારણ કરી રહેલા જિલ્લા કલેકટર પુરવઠા અને મામલતદારનું તંત્ર આ કૌભાંડ સામે પણ આંખ મિંચામણા કરી રહ્યું છે.
ખેડા જિલ્લામાં કેટલાક સમય થી રાંધણ ગેસના સિલિન્ડરો રૃા.૬૦૦/- ની આસપાસની કિંમતે કાળાબજારમાં વેચવામાં આવતા હોવાની ફરિયાદો થતી રહી છે. પરંતુ અત્યારે ઉનાળુ વેકેશન અને લગ્નોની મોસમ ચાલી રહી છે, ત્યારે કાળા બજારનો આ વેપલો સંબંધિત સત્તાધીશોની રહેમજનર હેઠળ ફૂલ્યો ફાલ્યો હોવાની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે.
જિલ્લામાં નડિયાદ, કપડવંજ, ડાકોર, ઠાસરા, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ખેડા, માતર, બાલાસિનોર તથા વિરપુર સુધી ઘરેલું ગેસની કૃત્રિમ તંગી ઉભી કરવાનો કારસો રચાયો હોવાના આક્ષેપોએ જોર પડકયું છે. કોઈને કોઈ તરકીબ થી ઘરેલું ગેસના સિલિન્ડરોને સગેવગે કરી દેવાય છે. હાલમાં લગ્નો અને વેકેશનની સીઝનમાં કમાણી કરી લેવાના આશયથી રૃા.૬૫૦ થી ૭૦૦/- ના ભાવે પ્રતિ બોટલ વેચવામાં આવી રહ્યો છે.
ખેડા જિલ્લામાં કયાંક ખુલ્લે આમ તો ક્યાંક ખાનગીમાં ચાલતા આ વેપલામાં ગરીબ અને મધ્યમ વર્ગના ગેસ ધારકો લૂંટાય છે અને તેમને જ સહન કરવાનો વારો આવે છે. આથી રોષે ભરાયેલા ગ્રાહકો એવો આક્ષેપ કરી રહયા છે કે જિલ્લા પુરવઠા તંત્ર અને મામલતદારો ધ્વારા આવા કાળાબજારને રોકવાના બદલે તેને આડકતરી રીતે ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે.
ઘરેલું ગેસની ફરજિયાત એસએમએસથી નોંધણી કરાવવાની તરકીબ આ દૂષણનો જ એક ભાગ છે. ગેસ એજન્સીના વિતરકો ધ્વારા ગ્રાહકોને નિયમના ઓઠા હેઠળ પોતાની ઓફિસો અને ગોડા ઉનોથી દૂર રાખવા માંગે છે. જેથી તેમને કોઈ વાંધો ન આવે.
ઘણી ગેસ એજન્સીઓ ધ્વારા પૈસા કમાવવાની લ્હાયમાં સત્તાધીશો સાથે સાંઠગાંઠ કરીને ઘરેલું ગેસ ધારકોને લૂંટવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આના કારણે જિલ્લા પુરવઠા અને મામલતદારનાં તંત્રને પોતાના વિસ્તારમાં કઈ એજન્સીએ એક માસમાં ઘરેલુ ગેસ અને કોમર્શીયલ ગેસના કેટલા બોટલો મંગાવ્યા અને કેટલાનું વિતરણ કર્યું ? તેનો કોઈ હિસાબ જ નથી. સામાન્ય વેપારીઓ અને એજન્સીઓને ખરીદી અને વેચાણના સ્ટોક પત્રકો રાખવાનો નિયમ બતાવતા આ સત્તાધીશો જિલ્લામાં ગેસની એજન્સીઓ અને તેમના ધ્વારા મંગાવવામાં આવતા તેમજ વિતરણ કરાતા બોટલોનો હિસાબ રાખવામાં આવતો નથી? કે પછી હકીકત ઉપર ઢાંકપિછોડા કરવા તેની વિગતો જાહેર કરાતી નથી? તે બાબતે નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ, ગાંધીનગર જેવી ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી માંગ દ્વઢ બની છે.
અત્યારે તો લાગતા વળગતા સત્તાધીશોની રહેમનજર હેઠળ જિલ્લામાં ઘણી ગેસ એજન્સી બેકાબુ બની હોવાના આક્ષેપોએ જોર પકડયું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved