Last Update : 20-April-2012, Friday

 

'મારે જીવવું નથી, સ્વૈચ્છિક મૃત્યુની પરવાનગી આપો'

- ડૉક્ટરની બેદરકારીથી દસ વર્ષથી પિડાતા દર્દીના નિઃસાસા

 

- રજજન અંગની તમામ નસો પણ કપાઇ ગઇ

ગાંધીનગર,ગુરુવાર
અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં દસ વર્ષ અગાઉ ડોક્ટરની ભૂલના કારણે દર્દીના પેટનો ભાગ જમણી તરફ નમી પડયો હતા. શાકભાજી વેચીને પોતાનું અને પરિવારનું પેટીયું રળતા આ ૪૫ વર્ષિય દર્દીને પિત્તાશયમાં પથરીનું ઓપરેશન કરતી વખતે ડોક્ટરની બેદરકારીના કારણે આ પરિસ્થિતી થઇ હતી. તો ત્યાર બાદ તેમના ઉપર વધુ બે ઓપરેશન કરવામાં આવતા તેમની પ્રજનન અંગની નસો પણ કપાઇ ગઇ હતી. છેલ્લા દસ વર્ષથી ડોક્ટરની ભુલની સજા ભોગવી રહેલો આ દર્દી હાલ સ્વૈચ્છિક મૃત્યુની અરજી સાથે ગાંધીનગરમાં મંત્રી અને અધિકારીઓને ન્યાય માટે કગરી રહ્યો છે. પરંતુ આ ગરીબ દર્દી સામે મંત્રીઓને જોવાનો પણ સમય નથી.
ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીઓને ઘણી વખત સજા મળતી હોય છે. આવા કિસ્સા આપણા સમાજમાં વારંવાર બનતા હોય છે.ત્યારે આવો જ બનાવ અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દસ વર્ષ પહેલા બન્યો હતો. અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા અને શાકભાજી વેચીને પરીવાર ચલાવતા લાલાભાઇ ફુલજીભાઇ પટણીને અસહ્ય તાવ આવતા તેમણે નજીકના ડોક્ટરને બતાવ્યું હતું.તેમણી સલાહ પ્રમાણે ત્યારબાદ તેમણે સારદાબેન હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. ત્યાં તેમણે પીતાશયમાં પથરી હોવાનું માલુમ પડયું હતું અને શારદાબેન હોસ્પિટલના ડો. આર.જે, સુરેલીયાની સલાહ મુજબ આખરે પિત્તાશયમાં પથરીનું ઓપરેશન પણ કરાવ્યું હતું. આ અંગે દર્દીએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે,ઓપરેશન દરમિયાન ડો. આર.જે. સુરેલીયાની બેદરકારીથી તેમના પેટનો સમગ્ર ભાગ જમણી તરફ નમી ગયો હતો. આ અંગે તેમણે ફરીયાદ કરતા બે વખત ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનથી પેટ તો તેના મુળ સ્થાને ન આવ્યું પરંતુ તેમની પુરુષત્વની નસો કપાઇ ગઇ. ડોક્ટરે કરેલી ભૂલની સજા છેલ્લા દસ વર્ષથી લાલાભાઇ પટણી ભોગવી રહ્યા છે. ત્યારે ન્યાય મેળવવા માટે તેમણે હોસ્પિટલના એચઓડી સહિત આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સુધી પણ રજુઆત કરી છે. પરંતુ તંત્ર કે મંત્રી કોઇ તેમનું સાંભળતુ નથી. ત્યારે આખરે ડોક્ટરની ભુલનો ભોગ બનેલા અને ત્યાર બાદ સમગ્ર સીસ્ટમથી હારી ગયેલા લાલાભાઇ ગાંધીનગર સચિવાલયમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મંત્રીઓના દરવાજે ન્યાયની ભીખ માંગવા દરરોજ ધક્કા ખાય છે. એટલુ જ નહીં, તેમને નિઃસાસા નાંખતા જણાવ્યું હતું કે, 'મને સરકાર ન્યાય કે વળતર આપી શકતી ન હોય તો સરકારે મને સ્વૈચ્છિક મૃત્યુની પરવાનગી આપી દેવી જોઇએ'

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved