Last Update : 20-April-2012, Friday

 

ભારતીય કંપનીઓમાં એફઆઈઆઈ હોલ્ડીંગ્સમાં જોવા મળેલો નોંધપાત્ર વધારો

ચાલુ નાણાંકીય વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રની કામગીરી સારી રહેવાની એફઆઈઆઈને અપેક્ષા

માર્ચ ૨૦૧૨ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ફોરેન ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સે (એફઆઈઆઈ) બીએસઈ - ૫૦૦ ઈન્ડેકસની ૩૧૮ કંપનીમાંથી ૧૭૭ કંપનીઓમાં પોતાનો હિસ્સો વધાર્યો છે જ્યારે ૧૨૪ કંપનીઓમાં ઘટાડયો છે. શેરબજારોને પાઠવેલી પોતાની માર્ચ અંતની શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર નાંખીએ તો એફઆઈઆઈએ જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં રૃપિયા ૪૩૯૫૦ કરોડ ઠાલવ્યા છે. ૨૦૧૨ના પ્રથમ ત્રણ મહિનામાં બીએસઈ સેન્સેકસ ૧૨.૬૦ ટકા વધ્યો છે. એફઆઈઆઈએ ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં વધુ નાણાં ઠાલવ્યા છે. બેન્કોમાં ખાસ કરીને એસબીઆઈ, એકિઝમ અને એચડીએફસી બેન્કના શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર નાંખીએ તો તેમાં એફઆઈઆઈના હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
આ ઉપરાંત હેથવે કેબલ, દિવાન હાઉસિંગ, ગોદરેજ પ્રોપર્ટીઝ, એકવા લોજિસ્ટિકસ તથા આઈડીએફસીમાં પણ એફઆઈઆઈના હિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. એફઆઈઆઈએ જે કંપનીઓમાં પોતાનો હિસ્સો ઘટાડયો છે તેમાં એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, યુનાઈટેડ સ્પિરિટસ, મેકસ ઈન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.
રૃપિયા એક લાખના શેર ધરાવતા નાના રોકાણકારોએ પણ ૧૮૩ કંપનીઓમાં પોતાના હિસ્સા ઘટાડયા છે, જો કે ૧૨૮ કંપનીઓમાં તેમના હિસ્સામાં વધારો થયો છે. એસબીઆઈમાં ૫૮ નવા એફઆઈઆઈએ રોકાણ કરતાં તેમાં એફઆઈઆઈ શેરધારકની સંખ્યા વધીને ૫૭૨ થઈ છે જ્યારે એકિસઝ બેન્કમાં ૩૦ નવા એફઆઈઆઈએ રોકાણ કરતાં તેમાં એફઆઈઆઈનો હિસ્સો જે ડિસેમ્બર ૨૦૧૧ના અંતે ૩૧.૪૦ ટકા હતો તે માર્ચના અંતે વધીને ૩૩ ટકા થયો છે. આ ઉપરાંત એચડીએફસી બેન્કમાં પણ એફઆઈઆઈ શેરધારકોની સંખ્યા વધીને ૭૮૨ થઈ છે. રિઝર્વ બેન્કે સીઆરઆરમાં સવા ટકા અને રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો કરતાં બેન્કોની કામગીરી સારી રહેવાની રોકાણકારો ધારણાં રાખી રહ્યા છે. આ વખતે રેપો રેટમાં ઘટાડો આવશે એવી અપેક્ષાએ જ એફઆઈઆઈએ અગાઉથી જ બેન્ક શેરોમાં પોતાના હોલ્ડિંગ્સ વધારી દીધા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved