Last Update : 20-April-2012, Friday

 

૨૦૧૧-૧૨માં દેશમાં રૃપિયા ચાર લાખ કરોડના જાહેર પ્રોજેકટો પૂરા થયાનો દાવો
તાજેતરના વર્ષોમાં આ આંક સૌથી ઊંચો હોવાનું જણાવતું સીએમઆઈઈ

દેશના આર્થિક વિકાસ અને શેરબજારના માઠાં સમાચાર વચ્ચે એક આશ્ચર્યકારક અને ભારતીય ઉદ્યોગ માટે સુખદ

કહી શકાય એવા સારા સમાચાર પણ જોવા મળી રહ્યા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ધ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના તાજેતરના આંકડાઓ પર નજર નાંખીએ તો નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨માં દેશમાં રૃપિયા ચાર લાખ કરોડના પ્રોજેકટસ પૂરા થયા છે જે છેલ્લા બે વર્ષમાં સૌથી ઊંચા છે. ૨૦૦૯-૧૦માં રૃપિયા ૩.૮૪ લાખ કરોડના અને ૨૦૧૦-૧૧માં રૃપિયા ૩.૩૮ લાખના પ્રોજેકટ પૂરા થયા હતા.હાથમાંના પ્રોજેકટોની સંખ્યા જોવા જઈએ તો તે પણ આગામી વર્ષો માટે પૂરતા પ્રમાણમાં છે. પૂરા થવાના બાકી પડેલા પ્રોજેકટોએ નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨માં ઝડપ પકડી હતી. સીએમઆઈઈના ડેટા પ્રમાણે માર્ચ ૨૦૧૨ના અંતે રૃપિયા ૧૪૦ લાખ કરોડના પ્રોજેકટમાં ઈન્વેસ્ટમેન્ટ બાકી પડયું છે. પાઈપલાઈનમાં બાકી પડેલા પ્રોજેકટોની સંખ્યા એટલી લાંબી છે કે આગામી ત્રણ-ચાર વર્ષમાં નવા પ્રોજેકટો જાહેર ન થાય તો પણ દેશનો વિકાસ દર જળવાઈ રહેશે અને તેને આંચ આવી શકે એમ નથી.
આને કારણે જ નવા પ્રોજેકટો કેટલા આવે છે તેના કરતા હાથમાંના કેટલા પ્રોજેકટો સમયસર પૂરા થાય છે તે સંખ્યા જોવાનું મહત્વનું બની રહેશે. જો પ્રોજેકટો પૂરા થવાના અને હાથ ધરવાની કામગીરીમાં ઝડપ આવશે તો ઈન્વેસ્ટમેન્ટમાં ઢીલનો સમયગાળો ઘટી શકે છે. દેશમાં ઈન્વેસ્ટમેન્ટમાં ઢીલ થઈ રહી છે અને અર્થતંત્ર મંદ પડયું છે એવા હોબાળા વચ્ચે પ્રોજેકટો પૂરા થવાની કામગીરી તરફ કોઈનું ખાસ ધ્યાન ગયું નથી. ૨૦૦૫થી કામમાં ગતિ આવી છે અને માટે જ પ્રોજેકટો પૂરા થઈ રહ્યા છે એમ સીએમઆઈઈના સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રોજેકટનો લઈને બાકી પડેલા વિવાદો ઝડપથી ઉકેલાઈ રહ્યા છે, આ પ્રક્રિયા આગામી કેટલાક વર્ષો સુધી ચાલુ રહેશે એવી પણ સૂત્રોએ અપેક્ષા વ્યક્ત કરી છે. સીએમઆઈઈ દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પ્રમાણે કોઈ એક વર્ષમાં રૃપિયા ૪ લાખ કરોડના પ્રોજેકટ પૂરા થયા હોય તેવું પહેલી વખત જ જોવા મળ્યું છે. ૨૦૦૩-૦૪માં રૃપિયા ૬૬૧૮૭ કરોડના પ્રોજેકટ સામે ૨૦૦૯-૧૦માં રૃપિયા ૩.૮૪ લાખ કરોડના પ્રોજેકટ પૂરા થયા હતા. જો કે ત્યારપછીના વર્ષમાં એટલે કે ૨૦૧૦-૧૧માં પ્રોજેકટ પૂરા થવાની ગતિ સહેજ ધીમી પડી હતી અને આ વર્ષમાં રૃપિયા ૩.૩૮ લાખ કરોડના પ્રોજેકટ પૂરા થઈ શકયા હતા.
પ્રોજેકટ પૂરા થવાનો દર બમણો થઈ જશે તો ૨૦૧૨-૧૩માં રૃપિયા ૮.૩૦ લાખ કરોડના પ્રોજેકટ પૂરા થવાનો અવકાશ હોવાનું સીએમઆઈઈના એનાલિસ્ટો માની રહ્યા છે. જો ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો આ આંકડા સાથે સહમત થતા નથી અને પ્રોજેકટોમાં ઈન્વેસ્ટમેન્ટ મંદ ગતિએ થઈ રહ્યું હોવાનું જણાવી રહ્યા છે. મોટાભાગના ક્ષેત્રોમાં પ્રોજેકટોને કેવી રીતે પાઈપલાઈનમાં લેવા અને તે શરૃ કરીને કઈ રીતે પૂરા કરવા તે ચિંતાનો વિષય છે, માટે પ્રોજેકટોમાં ઈન્વેસ્ટમેન્ટ મંદ પડયું હોવાનું એક ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીના સીઈઓએ જણાવ્યું હતું.
દેશમાં માળખાકીય તથા વીજ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ માટે ઘણી તક રહેલી છે પરંતુ સમશ્યાઓને કારણે તે અટકી પડયા છે. માળખાકીય ક્ષેત્રના અનેક શરૃ થયેલા પ્રોજેકટો પર્યાવરણિય મુદ્દાઓને કારણે અટવાઈ પડયા છે એમ તેમણે ઉમેર્યું હતું. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પેન્ડિંગ વાર્ષિક ૧૨૦થી ૧૫૦ અબજ ડોલર રહેવાનો આયોજન પંચે મૂક્યો છે પણ તે સામે શંકા હોવાનું અન્ય એક ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીના ચેરમેને જણાવ્યું હતું. સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ૨૦૦૯-૧૦માં ૧૭૧૦, ૨૦૧૦-૧૧માં ૧૭૩૨ અને ૨૦૧૧-૧૨માં ૧૫૭૫ પ્રોજેકટો પૂરા થયા છે.
બેન્કિંગ ક્ષેત્રનાવર્તુળો પણ આ આંકડાઓ સાથે સહમત થતા નથી. એક ખાનગી બેન્કના કોર્પોરેટ બેન્કિંગ વિભાગના વડાએ જણાવ્યું હતું કે આ આંકડા કદાચ વધુ પડતા હોઈ શકે કારણ કે જમીની હકીકત કંઈક અલગ જ છે. માળખાકીય ક્ષેત્રની કંપનીઓને ઋણ તથા ઈક્વિટી સરળતાથી ઉપલબ્ધ થતા નથી, જેવું પ્રતિકૂળ પરિણામ પ્રોજેકટો હાથ ધરવા તથા તેને પૂરા કરવા પર પડે છે.ઈન્વેસ્ટમેન્ટ સાઈકલને જીવંત કરવા સરકાર કેટલી ગંભીર બને છે તેના પર પ્રોજેકટો પૂરા થવાનો આધાર રહેલો છે. નિર્ણયો લેવામાં ઝડપ આવશે તો પાઈપલાઈનમાં રહેલા પ્રોજેકટો પણ એટલા જ ઝડપથી પૂરા થઈ શકશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved