Last Update : 20-April-2012, Friday

 

વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ તથા
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે

કૃષિ ભાવ અને ખર્ચ પંચ દ્વારા વિવિધ જણસોના ટેકાના ભાવમાં વધારો કરવા કરાયેલી ભલામણ

નવી દિલ્હી, ગુરુવાર
ખાદ્ય ચીજવસ્તુઓ અને દૂધ-શાકભાજી સહિતની અન્ય વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મોંઘવારીનો રાક્ષસ સામાન્ય પ્રજાનો જીવન નિર્વાહ દુષ્કર કરી જ દીધો છે. ત્યાં હવે આગામી સમયમાં વિવિધ કોમોડીટીના ભાવમાં વધારો થવાના એંધાણ સાંપડી રહ્યા છે.
કૃષિ મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત કૃષિ ભાવ અને ખર્ચ પંચ દ્વારા વિવિધ કોમોડિટીની જણસોના ટેકાના ભાવ વધારવા મૂકેલી દરખાસ્તને જો સરકાર મંજૂરી આપશે તો આગામી સમયમાં વિવિધ કોમોડિટીના ભાવ ભડકે બળશે. આમ, સામાન્ય માનવી માટે આગામી સમય વધુ કપરો બની રહેવાની સંપૂર્ણ શક્યતા છે.
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત કૃષિ ભાવ અને ખર્ચ પંચ દ્વારા તાજેતરમાં વિવિધ જણસોના ટેકાના ભાવમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં બાજરી તથા જુવારનો ભાવ ૪૦ ટકા, સોયાબીન અને સૂર્યમુખીના બીના ભાવમાં ૩૦ ટકા, અડદ અને મગના ભાવમાં ૨૫ ટકા, કપાસમાં ૨૫ ટકા અને ડાંગરમાં ૧૬ ટકા સુધી ભાવ વધારવા ભલામણ કરવામાં આવી છે. કૃષિ ભાવ અને ખર્ચ પંચ દ્વારા દર વર્ષે ખરીફ સિઝનના ૧૪ પાક માટે ભલામણ કરવામાં આવે છે.
જો સરકાર દ્વારા આ ભલામણોનો સ્વીકાર કરવામાં આવશે તો આ તમામ જણસોના ભાવમાં વધારો થવાની દહેશત બજારના જાણકાર વર્તુળોએ વ્યક્ત કરી હતી. સરકાર આયાત પર નિર્ભરતા ઘટાડવા ખેડૂતોને વધુ વળતર સાથે પ્રોત્સાહન આપવા માગે છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને સરકાર આ દરખાસ્ત મંજૂર કરે તેવી શક્યતા છે.
છેલ્લા એક વર્ષથી વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ, દૂધ, શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અને પ્રજા કારમી પીડા અનુભવી રહી છે. હવે જો સરકાર આ દરખાસ્ત સ્વીકારશે તો આગામી સમયમાં વિવિધ ખાદ્યાન્નો પણ મોંઘાદાટ બને તેવી શક્યતા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved