Last Update : 20-April-2012, Friday

 

હસ્તાંતરણના નવા નિયમો નડતરરૃપ
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો

ઓક્ટોબરથી ફેબુ્રઆરી ૨૦૧૨ વચ્ચે ફકત ૧૬ કંપનીની જાહેરાત

અમદાવાદ, બુધવાર
ગત ઓક્ટોબર ૨૩મીથી અમલમાં આવેલા નવા ટેકઓવર કોડ પછીથી બજારમાં કંપનીઓ દ્વારા કરાતી ઓપન ઓફરની જાહેરાતોની સંખ્યા ઘટી ગઈ છે. બહુ ઓછા હસ્તાંતરણકારો ૨૫ ટકાની ઉંચી મર્યાદાને ક્રોસ કરે છે.
નવો કોડ અમલી બન્યો ત્યારથી લઈને ફેબુ્રઆરી ૨૦૧૨ સુધીમાં ફકત ૧૬ કંપનીએ ઓફન ઓફર જાહેર કરી હતી. તેની સરખામણીએ એપ્રિલથી ૨૨મી ઓક્ટોબર ૨૦૧૧ દરમિયાન ૫૫ કંપનીએ આવી જાહેરાત કરી હતી. દેખિતી રીતે જ નવા ટેક ઓવર કોડ પછી ફરજિયાત ઓપન ઓફરના નિયમો કંપનીને સતાવે છે. મર્યાદાને ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરવા ઉપરાંત, મૂડીબજારની નિયંત્રક સંસ્થા ધી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ઓપન ઓફર ન્યૂનતમ કદને ૨૦ ટકથી વધારીને ૨૬ ટકા કર્યું છે.
ઉલ્લેખનીય છે કે નવા નિયમોથી બચવા માટે પહેલી ઓક્ટોબર, ૨૦૧૧ અને ૨૧મી ઓક્ટોબર ૨૦૧૧ વચ્ચે ૧૭ કંપનીઓએ ઓપન ઓફરની જાહેરાત કરી હતી.
ગયા મહિને મળેલી મિટિંગમાં આ મુદ્દે સેબીના બોર્ડે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઓપન ઓફર કર્યા વગર લક્ષ્યાંકિત કંપનીમાં શેરહોલ્ડિંગને વધારવા માટે નવા નિયમોથી હસ્તાંતરણકારને વધારે મોકળાશ મળશે તેમ સેબી માને છે.
જોેેકે ઘટેલા કામકાજ અંગે સેબીનું કહેવુ છે કે ટેકઓવર રેગ્યુલેશન્સ ૨૦૧૧ની જોગવાઈઓને સંપૂર્ણ રીતે સમજવામાં બજારને હજુ સમય લાગશે.
બજારના સૂત્રોના કહેવા પ્રમાણે નવા નિયમોમાં વધારાયેલી મર્યાદા હકિકતમાં તો હસ્તાંતરણકારો માટે નડતરરૃપ બની રહી છે. બધી ઓપન ઓફરમાં એક કોમર્શિયલ જસ્ટિફિકેશન હોય છે. હસ્તાંતરણ કર્તાઓ માટે ઓપન ઓફરની મર્યાદાને ૨૦ ટકાથી વધારીને ૨૬ ટકા કરાઈ છે તે કેટલી ઉચિત છે તેમ સમય નક્કી કરશે.
આમ છતાં, સંપાદનકર્તાઓ કે જેઓ ક્ષમતા ધરાવતા હશે તેઓ ૨૦ને બદલે ૨૫ ટકા સુધી ઈક્વિટી ખરીદી શકશે અને કંપનીમાં તેમનું હોલ્ડિંગ તે હદ સુધી વધારી શકશે.
બીજી હકિકત એમ છે કે બજાર અસ્થિર હોવાથી મર્જર અને એક્વિઝિશન (એમએન્ડએ)ની પ્રવૃતિ અમસ્તાય ઓછી થઈ ગઈ છે. ઓપન ઓફરની સંખ્યા ઘટવા પાછળનું બીજું કારણ આ પણ હોઈ શકે છે તેમ તેમણે કહ્યુ હતું.
સેબીને મળતી ઓપન ઓફર એક્ઝેમ્પશન (ઓફરમાંથી મુક્તિ મેળવવાની) અને જનરલ એક્ઝેમ્પશનની અરજીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે. નવો ટેકઓવર કોડ લાગુ થયો તેના પહેલાં નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન સેબીને ૩૩૦ જનરલ એક્ઝેમ્પશન અને ૨૨ ઓપન ઓફર એક્ઝેમ્પશનની અરજીઓ મળી હતી.
૨૩મી ઓક્ટોબર, ૨૦૧૧થી ૨૯મી ફેબુ્રઆરી, ૨૦૧૨ વચ્ચે સેબીને ૭૮ જનરલ અને ૪ ઓપન ઓફર એક્ઝેમ્પશનની અરજીઓ મળી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved