Last Update : 20-April-2012, Friday

 

બે મહિનામાં બાયબેક હેઠળ ૪.૪ ટકા શેર ખરીદ્યા
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો નબળા રહેવાની સંભાવના

ગેસનું ઉત્પાદન સતત ઘટયુ છે અને ઓઈલ પ્રોડક્શનમાં માર્જિન ખાસ્સુ ઉંચુ છે, જે તેની બેલેન્સ શીટને અસર કરશે

અમદાવાદ, ગુરુવાર
દેશની સૌથી મોટી ખાનગી રિફાઈનરી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો નબળા રહેવાની ધારણા બજારને છે. ખાસ કરીને તેના ડી-૬ બ્લોકમાં ગેસ ફિલ્ડમાં ઘટેલા ઉત્પાદન અને ઓઈલના કારોબારમાં વધેલા ઉત્પાદન ખર્ચને પગલે પ્રોફિટ માર્જિન દબાશે તેમ નિષ્ણાતો માને છે. છેલ્લાં કેટલાંક સમયી તેના ગેસના ઉત્પાદનમાં સતત ઘટાડો થયો છે. છેલ્લાં બે મહિના દરમિયાન કંપનીએ જાહેર કરેલી બાયબેક ઓફર હેઠળ અથવા તો ૫૨.૬ લાખ શેર પાછા ખરીદ્યા છે.
જાણકારોના કહેવા પ્રમાણે વર્ષ ૨૦૧૧-૧૨ના ચોથા ત્રિમાસિક ગાળામાં પેટ્રોકેમિકલ્સના વ્યવસાય, ગેસફિલ્ડમાંથી ઉત્પાદનની અનિશ્ચિતતા તેમ જ દબાણમાં રહેલાં ગ્રોસ રિફાઈનિંગ માર્જિન (જીઆરએમ) રિલાયન્સ ઈન્ડ.ના આંકડાઓને વેરવિખેર કરશે.
હકિકતમાં તો તેના નિર્દેશ ડિસેમ્બર ક્વાર્ટરમાંથી મળે છે. ડિસેમ્બરને અંતેના ત્રિમાસિક ગાળામાં કંપનીના વાર્ષિક અને ત્રિમાસિક એમ બંને ધોરણે આંકડાઓ ઘટયા હતાં. કંપનીનો કુલ નફો ત્રિમાસિક ધોરણે ૨૨ એ વર્ષ પ્રતિ વર્ષ ધોરણે ૧૪ ટકા ઘટયો હતો.
ગેસ બ્લોકમાં રિલાયન્સ ઓપરેટર છે અને બીપી તથા નિકો તેના પાર્ટનર છે. બ્લોકમાં ગેસની શક્યતાને જાણવા માટે કંપની સર્વે કરશે. ઉપરાંત, એમએ ફિલ્ડ્સ માટે સુધારેલા પ્લાન અને ગેસને કાઢવા માટેની એક યોજના પણ કંપનીએ તૈયાર કરી છે.
મંજૂરી મળવામાં વિલંબ થશે તો કંપનીનું ઉત્પાદન વધારે પાછુ ઠેલાશે. ગેસ ફિલ્ડમાંથી મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે એક સંકલિત વિકાસ યોજના કંપની તૈયાર કરી રહી છે.
માર્ચ ૨૦૧૧ અને ડિસેમ્બર ૨૦૧૧ના ક્વાર્ટરમાં અનુક્રમે ૫૦ અને ૪૦ એમએમએસસીએમડીની તુલનાએ રિલાયન્સ અત્યારે ૩૪-૩૫ એમએમએસસીએમડી ગેસનું ઉત્પાદન કરે છે. ડી-૧/ડી-૩ ફિલ્ડમાં ડ્રિલ કરાયેલા ૨૨ કૂવામાંથી ૧૨ ખાતે ઉત્પાદન ચાલુ છે ત્યારે છ બંધ કરી દેવાયાં છે અને ચારમાં હજુ કામગીરી ચાલુ કરાઈ નથી. એમએ ફિલ્ડમાં સાત કૂવામાં ડ્રિલિંગ કરાયું છે અને એકને બંધ કરાયો છે.
વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ડી-૧,ડી-૩માંથી ૨૦.૨૦ એમએમએસસીડી અને એમએ ફિલ્ડમાંથી ૭.૪૦ એમએમએસસીડી મળીને કુલ ૨૭.૬૦ એમએમએસસીડી ગેસનું ઉત્પાદન રિલાયન્સ કરે એવી ધારણા છે. ૨૦૧૫-૧૬માં રિલાયન્સના બીજા ગેસફિલ્ડ ઉત્પાદન કરતાં થશે ત્યારે તેની કુલ ઉત્પાદન ક્ષમતમાં ૩૦ એમએમએસસીડીનો ઉમેરો થશે.
જૂન અને સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રિફાઈનિંગનો વ્યવસાય રિલાયન્સ માટે પોઝિટિવ રહ્યો હતો પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં તે જળવાયો નહોતો. ઉત્પાદનની કિંમત અને ક્રૂડ ઓઈલના ભાવ વચ્ચેનો ગાળો કે જેને ગ્રોસ રિફાઈનિંગ માર્જિન અથવા તો જીઆરએમ કહેવાય છે તે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૧૦.૧ ડોલર બેરલદીઠ હતો તે ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘટીને ૬.૮ બેરલદીઠ થયો હતો.
આમ છતાં, કંપનીની વધી રહેલી રોકડને આભારે 'અન્ય આવક'ને પરિણામે નફામાં બહુ ઘટાડો નહીં થાય. સપ્ટેમ્બર ૨૦૧૧ના ક્વાર્ટરમાં રિલાયન્સ પાસે રૃા. ૬૧૪૯૦ કરોડની કેશ હતી જે ડિસેમ્બર ૨૦૧૧ના ક્વાર્ટરમાં વધીને રૃા.૭૪,૫૩૯ કરોડ થઈ હતી.
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં 'અન્ય આવક'નો હિસ્સો ૩૯ ટકા હતો, જે સપ્ટેમ્બર ક્વાર્ટર કરતાં ૨૦ ટકા વધારે હતો. માર્ચ ૨૦૧૨ ક્વાર્ટરમાં આ સ્થિતિ જળવાઈ રહેવાની અપેક્ષા છે.
રિલાયન્સે ફેબુ્રઆરીના પહેલાં અઠવાડિયાથી બાયબેક અથવા તો ૧૨ કરોડ શેરને પાછા ખરીદવાની પ્રક્રિયા આરંભી હતી અને છેલ્લાં બે મહિના દરમિયાન તેણે ૫૨.૬ લાખ શેરો પરત ખરીદ્યા છે.
કંપનીએ શેરદીઠ રૃા. ૮૭૦ના મહત્તમ ભાવે ખુલ્લા બજારમાંથી રૃા. ૧૦,૪૦૦ કરોડના ખર્ચે ૧૨ કરોડ શેર પરત ખરીદવાની યોજના જાહેર કરી હતી. યોજનાની જાહેરત પછીથી કંપનીનો શેર સતત ઘટયો છે અને પરિણામ નબળા રહેશે તો તેમાં વધારે ઘટાડો થશે તેમ સૂત્રો કહે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved