Last Update : 20-April-2012, Friday

 
એમસીએક્સ પર ગિનીના વાયદામાં ચારગણાથી વધુ મોટા વેપાર કીમતી ધાતુઓમાં એકંદરે સુધારાનું વલણ

બિનલોહ ધાતુઓમાં તાંબુ અને જસત વધ્યા ક્રૂડ પણ વધ્યું કૃષિચીજોમાં કપાસ, કોટન, એલચી, મેન્થા તેલ ઢીલાં કોમડેક્સ ૪.૨૮ પોઈન્ટ વધી ૩૯૧૯.૨૯

મુંબઇ, તા.૧૯
આજે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં એમસીએક્સ પરના વોલ્યુમમાં વૃદ્ધિ નોંધાઈ હતી. આજે ૩,૮૦,૫૫૮ સોદામાં રૃ.૧૮,૮૯૦.૦૬ કરોડ (ગઈકાલે રૃ.૧૬,૪૧૬.૦૫ કરોડ)ના વેપાર થયા હતા. આજના વોલ્યુમમાં સોના-ચાંદીનો હિસ્સો પણ રૃ.૬,૯૫૨.૫૧ કરોડ પરથી વધી રૃ.૮,૨૩૪.૨૪ કરોડનો થયો હતો.
આજે સોનામાં ૧,૧૭,૦૨૦ સોદામાં રૃ.૪,૧૫૯.૫૨ કરોડનાં ૧૪,૫૮૬ કિલો (ગઈકાલે રૃ.૩,૦૪૦.૦૫ કરોડનાં ૧૦,૬૬૧ કિલો)નો વેપાર થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૮,૫૪૧ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૧૬૪.૯૦ કરોડનાં ૧૧,૦૯૧ કિલો, મિની વાયદામાં રૃ.૭૬૫.૦૧ કરોડનાં ૨,૬૯૩ કિલો, ગિનીમાં રૃ.૧૮૭.૯૭ કરોડનાં ૬૫૫ કિલો અને ગિનીમાં રૃ.૪૧.૬૩ કરોડનાં ૧૪૭ કિલોનાં કામ થયાં હતાં. ગિનીમાં આજે ગઈકાલ કરતાં ચારગણા જેવા કામ થયાં હતાં.
સોનાના વાયદામાં આજે ટૂંકી વધઘટ હતી. ૭માંથી પાંચ વાયદા વધ્યા હતા, જ્યારે બે વાયદા રૃ.૭થી રૃ.૧૫ જેટલા ઘટયા હતા. સુધારો પણ રૃ.૩૨થી રૃ.૩૯ની રેન્જમાં હતો. ચાલુ વાયદામાં જૂન રૃ.૩૯ વધી રૃ.૨૮,૫૫૭ રહ્યો હતો. લાંબી મુદતનો ઓક્ટોબર વાયદો રૃ.૭ ઘટી રૃ.૨૯,૩૧૧ અને ડિસેમ્બર રૃ.૧૫ ઘટી રૃ.૨૯,૬૯૨ રહ્યા હતા. મિની વાયદા રૃ.૩૨થી રૃ.૩૭ તેજ હતા. ગિનીમાં એપ્રિલ વાયદો રૃ.૧૪૪ ઊછળી રૃ.૨૨,૯૧૮ અને પેટલનો એપ્રિલ વાયદો રૃ.૭ ઘટી રૃ.૨,૮૧૪ રહ્યા હતા.
ચાંદીનાં કામકાજમાં આજે મામૂલી વધારો થયો હતો. આજે ૭૨,૮૬૦ સોદામાં રૃ.૪,૦૭૪.૮૨ કરોડની ૭૨૫.૦૬૪ ટન (ગઈકાલે રૃ.૩,૯૧૨.૪૬ કરોડની ૬૯૫.૩૬૨ ટન) ચાંદીનો ધંધો થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૯૬૯.૪૧૯ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૨,૯૨૯.૬૪ કરોડની ૫૨૧.૫૨૦ ટન, મિની વાયદામાં રૃ.૮૮૪.૪૬ કરોડની ૧૫૭.૨૫૦ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૨૬૦.૭૨ કરોડની ૪૬.૨૯૪ ટન ચાંદીનો ધંધો થયો હતો.
ચાંદીના બધા વાયદા આજે રૃ.૨૬થી રૃ.૯૪ની રેન્જમાં વધ્યા હતા. ચાલુ વાયદામાં મે રૃ.૫૯ વધી રૃ.૫૬,૧૨૩ અને સપ્ટેમ્બર રૃ.૮૧ વધી રૃ.૫૯,૩૬૧ રહ્યા હતા. મિની વાયદામાં ઓગસ્ટ સૌથી વધુ રૃ.૯૪ વધી રૃ.૫૯,૩૬૩ રહ્યો હતો. માઈક્રો વાયદા રૃ.૨૩થી રૃ.૬૧ જેટલા વધ્યા હતા. એપ્રિલ વાયદો રૃ.૬૧ વધી રૃ.૫૬,૧૪૨ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં તાંબુ અને જસતના વાયદામાં સર્વાંગી સુધારો હતો, જ્યારે નિકલ, એલ્યુમિનિયમ અને સીસામાં મિશ્ર વલણ હતું. તાંબાના વાયદા ૩૦ પૈસાથી ૮૫ પૈસા ને જસતના વાયદા ૨૫થી ૫૫ પૈસા જેટલા વધ્યા હતા. નિકલમાં ૮૦ પૈસાથી રૃ.૪.૧૦ની, એલ્યુમિનિયમમાં ૫થી ૩૦ પૈસા અને સીસામાં ૧૫ પૈસાથી ૬૫ પૈસાની મિશ્ર વધઘટ હતી. તાંબામાં રૃ.૨,૮૯૩.૭૦ કરોડનાં ૬૯,૩૦૨ ટન, નિકલમાં રૃ.૩૫૫.૮૩ કરોડનાં ૩,૮૫૯.૨૫૦ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૧૪૪.૧૩ કરોડનાં ૧૩,૬૦૦ ટન, સીસામાં રૃ.૪૨૯.૨૨ કરોડનાં ૪૦,૩૪૫ ટન અને જસતમાં રૃ.૩૮૨.૭૮ કરોડનાં ૩૬,૯૯૦ ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં દૂર ડિલિવરીના સપ્ટેમ્બર વાયદામાં અપવાદરૃપ રૃ.૧૯ના ઘટાડા સિવાય અન્ય તમામ વાયદા રૃ.૧૨થી રૃ.૨૭ની રેન્જમાં વધ્યા હતા. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો રૃ.૧૨ વધી રૃ.૫,૩૩૬ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલના બંને વાયદા રૃ.૧૮થી રૃ.૪૭ જેટલા વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ તેલ મે વાયદો રૃ.૧૭ વધી રૃ.૬,૨૦૩ થયો હતો. નેચરલ ગેસ રૃ.૧.૧૦થી રૃ.૧.૪૦ ઢીલું હતું. નેચરલ ગેસ એપ્રિલ વાયદો રૃ.૧.૧૦ ઘટી રૃ.૧૦૧.૯૦ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલમાં રૃ.૪,૩૮૫.૭૭ કરોડનાં ૮૧,૮૨,૯૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૨.૯૧ કરોડનાં ૨૦,૯૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૨૩૪.૫૫ કરોડનાં ૨,૨૮,૩૧,૨૫૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ચારેય વાયદા ૫૦ પૈસાથી રૃ.૩.૩૦ સુધર્યા હતા. સીપીઓ એપ્રિલ વાયદો રૃ.૩.૩૦ વધી બંધમાં રૃ.૬૧૬.૪૦ રહ્યો હતો. એલચીના ત્રણેય વાયદા રૃ.૧૧.૮૦થી રૃ.૧૪.૨૦ની રેન્જમાં નરમ હતા. એલચી મે વાયદો રૃ.૧૪.૨૦ ઘટી બંધમાં રૃ.૧,૧૮૪.૭૦ રહ્યો હતો. ખાંડ-એમ કોલ્હાપુરનો એપ્રિલ વાયદો રૃ.૧૦ વધી રૃ.૨,૭૯૪ થયો હતો, જ્યારે મે વાયદો રૃ.૬૪ના ભાવઘટાડા સાથે બંધમાં રૃ.૨,૭૭૦ રહ્યો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદામાં મે વાયદો રૃ.૨.૧૦ વધવા સામે જૂન રૃ.૪ અને જુલાઈ રૃ.૩.૮૦ ઘટીને બંધ થયા હતા, જ્યારે તારકેશ્વર મે વાયદો ૬૦ પૈસા સુધરવા સામે જૂન વાયદો રૃ.૧ અને જુલાઈ રૃ.૧૭.૫૦ ઘટીને બંધ થયા હતા. મેન્થા તેલમાં માત્ર જુલાઈ વાયદો રૃ.૧.૪૦ સુધર્યેે હતો, જ્યારે અન્ય ત્રણ વાયદા રૃ.૫.૨૦થી રૃ.૯૧.૧૦ની રેન્જમાં નરમ રહ્યા હતા. મેન્થા તેલ એપ્રિલ વાયદો રૃ.૯૦.૧૦ ઘટી રૃ.૨,૧૬૨.૮૦ થયો હતો. કપાસનો એપ્રિલ વાયદો રૃ.૨.૮૦ના ભાવઘટાડા સાથે બંધમાં રૃ.૭૫૮.૫૦ રહ્યો હતો. કોટનના ચારેય વાયદા રૃ.૧૦થી રૃ.૬૦ની રેન્જમાં નરમ રહ્યા હતા. કોટન એપ્રિલ વાયદો રૃ.૧૦ ઘટી રૃ.૧૬,૭૭૦ બંધ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૩૩૬.૨૨ કરોડનાં ૫૪,૨૫૦ ટન, એલચીમાં રૃ.૧૧૧.૬૩ કરોડનાં ૯૩૧ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં રૃ.૬૧ લાખનાં ૨૨૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૩૪.૭૭ કરોડનાં ૩૦,૪૮૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૩.૫૯ કરોડનાં ૩,૮૪૦ ટન, મેન્થા તેલમાં રૃ.૫૧૦.૦૬ કરોડનાં ૨,૩૪૦ ટન, કપાસમાં રૃ.૪.૮૧ કરોડનાં ૧,૨૭૨ ટન અને કોટનમાં રૃ.૬૬.૨૭ કરોડનાં ૩૯,૨૨૫ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૪.૨૮ પોઈન્ટ વધી ૩૯૧૯.૨૯ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૮.૨૧ પોઈન્ટ વધી ૪૯૦૫.૫૪, એનર્જી ઈન્ડેક્સ ૧૦.૭૪ પોઈન્ટ વધી ૩૪૫૯.૯૮ અને એગ્રી ઈન્ડેક્સ ૧૫.૮૬ પોઈન્ટ ઘટી ૩૬૪૮.૮૫ રહ્યા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved