Last Update : 20-April-2012, Friday

 

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી ઃ રૃપિયા સામે ડોલરે બાવન સપાટી કુદાવી

ઓટો ઈન્ડેક્ષ ૨૧૫ પોઈન્ટ ઉછળીને ૧૦૭૪૫ની નવી ટોચે ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઈન્ટ વધીને ૧૭૫૦૪ઃ ફાર્મા શેરોમાં તેજી

ડોલરની મજબૂતી છતાં પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોએ સેન્સેક્ષ છેલ્લા કલાકમાં સુધારાની સેન્ચુરી લગાવી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરૃવાર
કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝનમાં ખાનગી બેંકો એચડીએફસી બેંકના સારા પરિણામ બાદ આજે ઈન્ડસઈન્ડ બેંકના પ્રોત્સાહક પરિણામે પંસદગીના બેકિંગ શેરો તેમ જ ઓટોમોબાઈલ ક્ષેત્રે ઓટો જાયન્ટ ટાટા મોટર્સના જગુઆર-લેન્ડ રોવરના ઊંચા વેલ્યુએશને ઓટો શેરોની આગેવાનીમાં મુંબઈ શેરબજારોમાં તેજીનો દોર આગળ વદ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે ધિરાણ નીતિમાં રેપો રેટ અપેક્ષાથી બમણો ૦.૫૦ ટકા ઘટાડીને ઉદ્યોગો અને બેંકો માટે ઊંચા વ્યાજ દરોની પરિસ્થિતિ હળવી કરતા તેમ જ પીએસયુ બેંકોને ધિરાણ દરો ઘટાડવાની સરકારની સૂચનાએ બેંકો દ્વારા ઓટો, કન્ઝયુમર, હોમ લોન દરોમાં ઘટાડો શરૃ થઈ જતાં ફરી ઔદ્યોગિક આર્થિક રીકવરીના સંયોગો ઊજળા બનતા એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પણ શેરોમાં પસંદગીની લેવાલી વધારી હતી. ટ્રેડિંગનો આરંભ જાપાનના નબળા સમાચારે એશિયાના અન્ય બજારોની નરમાઈ પાછળ અને અમેરિકામાં ડાઉ જોન્સ ઈન્ડેક્ષની ગઈકાલે ૮૩ પોઈન્ટની નરમાઈ પાછળ મજબૂતી છતાં સાવચેતીએ થયો હતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૩૯૨.૩૯ સામે ૪૦ પોઈન્ટ ઉપર ૧૭૪૩૨.૮૯ મથાળે ખુલીને શરૃઆતમાં ભેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંક, ગેઈલ ઈન્ડિયા, હિન્દાલ્કોમાં વેચવાલીએ આ સુધારો ધોવાઈ ૩૦.૬૮ પોઈન્ટનાં ઘટાડે ૧૭૩૬૧.૭૧ સુધી આવી ગયો હતો. જે ઘટયા મથાળે ઓટો શેરો ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તેમ જ ઈન્ફોસીસમાં આકર્ષણે ઘટાડો પચાવી ૨૦થી ૩૦ પોઈન્ટનો સુધારો લાંબો સમય બતાવતો રહ્યા બાદ છેલ્લા કલાકમાં ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી સાથે હીરો મોટોકોર્પ તેમ જ કોલ ઈન્ડિયા, એચડીએફસી બેંક, એચડીએફસીમાં ફંડોની લેવાલી વધતા સેન્સેક્ષે છેલ્લા કલાકમાં સુધારાની સેન્ચપરી લગાવી એક સમયે ૧૩૭.૯૧ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૧૭૫૩૦.૩૦ સુધી જઈ અંતે ૧૧૧.૩૨ પોઈન્ટ વધીને ૧૭૫૦૩.૭૧ બંધ રહ્યો હતો.
નિફટી છેલ્લા પોણા કલાકમાં ૩૨ પોઈન્ટ ઉછળ્યો ! નીચામાં ૫૨૯૧ થઈ ઉપરમાં ૫૩૪૨
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૩૦૦ સામે ૫૩૨૦.૬૦ મથાળે ખુલીને આરંભમાં ૧૦થી ૧૫ પોઈન્ટની સાંકડી વધઘટે અથડાતો રહી નીચામાં ૫૨૯૧.૩૦ સુધી જઈ પાછો ફરી યુરોપના બજારો મજબૂતીએ ખુલતા અને બેંકોના પ્રોત્સાહક પરિણામ સામે એસીસીના નબળા પરિણામ વચ્ચે અથડાતો રહ્યા બાદ છેલ્લા કલાકમાં ઓટો શેરો સાથે કોલ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, ડો.રેડ્ડીઝ લેબ, સેઈલ એચસીએલ ટેકનોલોજીસ રેનબેક્સી લેબ, સિપ્લામાં લેવાલીએ નિફટી ૫૩૧૧.૮૦ના મથાળેથી પોણા કલાકમાં ૫૩૪૨.૪૫ની ઉંચીા સપાટીએ પહોંચી અંતે ૩૨.૪૦ પોઈન્ટ વધીને ૫૩૨૨.૪૦ બંધ રહ્યો હતો.
નિફટી ૫૪૦૦નો કોલ ૨૫.૩૫થી ઉછળીને ૩૩.૮૦ ઃ એપ્રિલ ફયુચર ૫૩૬૬ સ્પર્શયો
ડેરીેવેટીવ્ઝમાં નિફટી એપ્રિલ ફયુચર ૫૩૨૨.૭૦ સામે ૫૩૩૦.૦૫ ખુલી નીચામાં ૫૩૧૨.૮૫થી ઉપરમાં ૫૩૬૬.૧૫ સુધી જઈ અંતે ૫૩૬૪ હતો. ન ફિટી ૫૪૦૦નો કોલ ૪૭૫૮૬૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨૯૧૩ કરોડના ટર્નઓવરે ૨૫.૬૫ સામે ૨૮.૯૦ ખુલી નીચામાં ૨૧.૦૫થી ઉપરમાં ૩૩.૮૦ સુધી જઈ અંતે ૩૩ હતો. નિફટી ૫૩૦૦નો પુટ ૪૭.૧૫ સામે ૪૩.૮૫ ખુલી ઉપરમાં ૪૯.૩૦ની નીચામાં ૨૫.૪૦ સુધી પટકાઈ અંતે ૨૬.૬૦ હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૬.૨૦ સામે ૭ ખુલી નીચામાં ૪.૮૦ સુધી જઈ પાછો ફરી ઉપરમાં ૮.૧૦ સુધી જઈ અંતે ૭.૧૫ હતો.
નિફટીમાં ટેકનીકલી નજીકના સપોર્ટ ૫૨૬૦ ધ્યાને તેજી ઃ ઈન્ફોસીસમાં પુલ બેંક સુધારાની તૈયારી!
ટેકનીકલ ધોરણે નિફટીમાં ટ્રેડરો માટે નિફટી સ્પોટમાં નજીકના ૫૨૬૦ સપોર્ટે ધ્યાને નજીકના દિવસોમાં તેજીનો ટ્રેન્ડ બતાવાતો હતો. ઈન્ફોસીસમાં ફંડોનું સેલીંગ હાલ તપરત શરૃ થયાની અને આજે પુલ બેંક સુધારાની તૈયારીની ચર્ચા હતી. નિફટી ૫૨૦૦નો પુટ ૧૯.૬૫ સામે ૧૯ ખુલી ઉપરમાં ૧૯.૭૦થી નીચામાં ૯ સુધી ગબડી જઈ છેલ્લે ૯.૨૫ હતો.
રિલાયન્સ ઈન્ડ.ના આજે પરિણામ ઃ શેર ઘટયો ઃ કેજી-ડી૬ મામલે સુપ્રીમ કોર્ટમાં ઃ ૫૨.૬૧ લાખ શેરો બાયબેક કર્યા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ૩૧, માર્ચ, ૨૦૧૨ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના પરિણામ આવતીકાલે ૨૦, એપ્રિલના જાહેર થનાર છે, ત્યારે એક તરફ કંપનીના પરિણામ નબળા રીફાઈનીંગ માર્જિન દબાણ હેઠળ રહેવાના અને ક્રુડ ઓઈલમાં બેરલ દીઠ માર્જિન ૬.૫થી ૬.૭ ડોલર અપેક્ષીત છે. આ સાથે કંપનીએ સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસડી જઈ કેજી-ડી૬ ખર્ચ રિકવરી મામલે સરકાર વતી આર્બીટ્રેટરની નિમણૂક કરવા ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરતા આજે શેરમાં નરમાઈ હતી કંપની દ્વ ારા શેરોના મહત્તમ શેરદીઠ રૃ.૮૭૦ ભાવ સુધી રૃ.૧૦૪૪૦ કરોડના ૧૨ કરોડ શેરોના બાયબેકની ઓફર ચાલી રહી છે, ત્યારે આજે શેરનો ભાો રૃ.૭.૬૦ ઘટીને રૃ.૭૪૧.૭૫ રહ્યો હતો. કંપનીએ ૧૭ એપ્રિલ, ૨૦૧૨ના આંકડા મુજબ રૃ.૩૯૬.૦૪ કરોડના ૫૨.૬૧ લાખ શેરો સરેરાશ રૃ.૭૫૨.૭૭ ભાવે બાયબેક કર્યા છે.
કોલ ઈન્ડિયા છેલ્લા કલાકમાં મોટી લેવાલીએ રૃ.૧૩ વધ્યો ઃ બાયોકોન, ગ્રેટ ઈસ્ટર્ન મોટા લેવાયા!
કોલ ઈન્ડિયામાં લોકલ ફંડો સાથે એફઆઈઆઈની લેવાલી છેલ્લા પોણા કલાકમાં આકર્મક બનતાં શેર રૃ.૧૩.૪૦ ઉછળીને રૃ.૩૬૧.૩૦ લ રહ્યો હતો. કોલ ઈન્ડિયા સાથે આજે ફંડોની બાયોકોન અને ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગમાં મોટી લેવાલી શરૃ થયાની ચર્ચા હતી. બાયોકોન રૃ.૬.૩૫ વધીને રૃ.૨૪૩.૬૦, ગ્રેટ ઈ. શિપિંગ રૃ.૧૭.૮૫ વધીને રૃ.૨૬૪.૫૦ રહ્યો હતો.
ટાટા મોટર્સ રૃ.૧૦ ઉછળી રૃ.૩૧૯ ઃ મારૃતી એન્ટિંગાના પ્રોત્સાહક બુકિંગ રૃ.૩૯ વધ્યો ઃ હીરો રૃ.૫૨ ઉછળ્યો
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ટાટા મોટર્સના જગુઆર-લેન્ડ રોવરનું વેલ્યુએશન ૨.૫ અબજ ડોલરથી વધીને ૧૪.૫ અબજ ડોલર જેટલું પહોંચી જતાં અને રતન ટાટાની ચાલુ વર્ષે નિવૃત્તિ પૂર્વે કંપનીમાં શેરધારકોને બોનસની ભેટની અટકળોએ શેરમાં ભોલે શંકર સ,હિત ફંડોની લેવાલી વધી હતી. ટાટા મોટર્સ રૃ.૯.૭૫ વધીને રૃ.૩૧૯.૩૫, મારૃતી સુઝુકીને તેની મીડિયમ યુટીલીટી વ્હીકલ એન્ટિગો માટે ૫ દિવસમાં ૧૧૦૦૦ કારનું બુકિંગ મળતા શેરમાં લેવાલીએ રૃ.૩૯.૪૫ વધીને રૃ.૧૩૮૯.૩૫, હીરો મોટોકોર્પ રૃ.૫૧.૮૦ વધીને રૃ.૨૧૯૨.૭૫, બજાજ ઓટો રૃ.૧૩.૭૦ વધીને રૃ.૧૭૩૨.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્ષ ૨૧૫.૩૪ પોઈન્ટ વધીને ૧૦૭૪૪.૭૩ રહ્યો હતો.
ફાર્મા ક્ષેત્રે મર્જર-એક્વિઝીશનની તૈયારી ? સ્ટ્રાઈડ, સિપ્લા, ફોર્ટીસ હેલ્થ, દિવીઝ, વોેખાર્ટ ઉછળ્યા
ફાર્મા-હેલ્થકેર ક્ષેત્રે મર્જર કોન્સોલિડેશન, શરૃ થવાની અચકળોએ એફઆઐઈઆઈની ફાર્મા શેરોમાં લેવાલી વધી હતી. ભારતીય ફાર્મા કંપનીઓમાં વિદેશી મલ્ટિનેશનલોનું એક્વિઝીશન પણ વધવાની ચર્ચાએ ફાર્મા શેરોમાં ફંડો-ઈન્વેસ્ટરોની લેવાલી હતી. ફોર્ટીસ હેલ્થકેર રૃ.૪.૨૫ વધીને રૃ.૧૧૧.૬૦ , દિવીઝ લેબ રૃ.૩૧.૯૦ વઘીને રૃ.૮૪૭.૯૫, વોખાર્ટ રૃ.૨૫.૯૫ વધીને રૃ.૬૯૨.૧૫ સ્ટ્રાઈડ ઓર્કોલેબ રૃ.૨૧.૪૦ ઉછળીને રૃ.૬૫૪.૦૫, ડો.રેડ્ડીઝ લેબ. રૃ.૩૯.૬૦ વધીને રૃ.૧૮૦૭.૯૫, ઓરોબિન્દો ફાર્મા રૃ.૨.૮૫ વધીને રૃ.૧૩૩.૨૦, કેડિલ હેલ્થકેર રૃ.૧૦.૯૫ વધીને રૃ.૭૨૭, રેનબેક્સી લેબ રૃ.૧૦.૧૫ વધીને રૃ.૫૧૮.૬૫ રહ્યા હતા. બીએલઈ હેલ્થકેર ઈન્ડેક્ષ ૭૯.૭૭ પોઈન્ટ વધીને ૬૮૫૪.૫૨ રહ્યો હતો.
ચોમાસુ સફળ રહેવાની આગાહી ઃ એફએમસીજી શેરો ટાટા ગ્લોબલ, ગોદરેજ, ડાબર ઈન્ડિયા વધ્યા
એફએમસીજી શેરોમાં પણ ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ દ્વારા ચાલુ વર્ષે ચોમાસું સફળ-સામાન્ય નીવડવાની કરાયેલી આગાહીએ આકર્ષણ રહ્યું હતું. ટાટા ગ્લોબલ બીવરેજીસ રૃ.૪.૭૫ વધીને રૃ.૧૨૪.૦૫, યુનાઈટેડ બ્રીવરીઝ રૃ.૧૦.૭૦ વધીને રૃ.૫૨૬, ગોદેરજ કન્ઝયુમર રૃ.૯.૪૦ વધીને રૃ.૫૨૪.૦૫, યુનાઈટેડ સ્પિરીટ રૃ.૧૩ વધીને રૃ.૭૫૦.૮૦, ડાબર ઈન્ડિયા રૃ.૧.૭૫ વધીને રૃ.૧૧૨.૭૦ હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૩.૮૦ વધીને રૃ.૪૨૬.૮૦, આઈટીસી રૃ.૨.૭૦ વધીને રૃ.૨૪૪.૪૫ રહ્યા હતા.
એફડીએફસીા બેંકે સારા પરિણામે રૃ.૧૭ વધ્યો ઃ કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંકમાં આકર્ષણ
બેંકિંગ શેરોમાં એચડીએફસી બેંકનો ત્રિમાસિક નેટ નફો ૩૦ ટકા વધતા શેરોમાં લેવાલીએ રૃ.૧૭.૩૦ વધીને રૃ.૫૫૪.૨૦, કોટક મહિન્દ્રા રૃ.૧૫.૫૦ વધીને રૃ.૫૫૪.૨૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૫.૫૦ વધીને રૃ.૫૯૫.૧૫, ફેડરલ બેંક રૃ.૫.૨૦ વધીને રૃ.૪૩૨.૯૫, આઈડીબીઆઈ બેંક રૃ.૧૦૭.૫૦ જે એન્ડ કે બેંક રૃ.૧૨.૮૦ વધીને રૃ.૯૪૩.૯૫ રહ્યા હતા. ઈન્ડસ ઈન્ડ, બેંકનો ચોખ્ખો નફો પણ ૩૦ ટકા વધીને જાહેર થવા છતાં શેરમાં વધ્યા મથાળે નફારૃપી વેચવાલી હતી.
સાઈલેન્ટ મહારથીના પસંદગીના શેરો એમઆરએફ, એલજી બાલાક્રિષ્નના, બીએફ યુટીલીટી ઉછળ્યા
સાઈલેન્ટ મહારાથીએ તેજી ધ્યાને પોતાના પસંદગીના ઓટો- ઓટો એનસીલીયરી સહિતના શેરોમાં તેજીનો દોર જાળવી રાખ્યાની ચર્ચા હતી. એમઆરએફ રૃ.૧૪૯.૬૦ વધીને રૃ.૧૧૬૩૪.૯૦, એલજી બાલા ક્રિષ્નના રૃ.૧૯.૮૦ વધીને રૃ.૩૫૭, બીએફ યુટીલીટી રૃ.૨૫.૩૦ ઉછળીને રૃ.૪૪૨.૧૦ વેબકો ઈન્ડિયા રૃ.૪૩.૪૫ વધીને રૃ.૧૭૭૫.૯૫ રહ્યા હતા.
એસીસી નફો ૫૬ ટકા ઘટતા શેર રૃ.૫૦ ગબડયો ઃ ભેલ, આઈડીયા, ઈન્દ્રપ્રસ્થ ગેસ ઘટયા
સિમેન્ટ જાયન્ટ એસીસીનો ત્રિમાસિક ન ેટ નફો ઘસારાની પધ્ધતિમાં ફેરફારને લીધે ૫૬ ટકા ઘટતા શેર રૃ.૫૦.૪૫ ઘટીને રૃ.૧૨૪૬.૬૫ ભેલ રૃ.૯.૫૫ ઘટીને રૃ.૨૫૧.૨૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૃ.૮.૨૫ ઘટીને રૃ.૨૩૧.૭૦, આઈડીયા સેલ્યુલર રૃ.૨.૯૫ ઘટીને રૃ..૮૭, રિલા. કેપિટલ રૃ.૮.૮૫ ઘટીને રૃ.૩૪૯.૪૦ રહ્યા હતા.
એફઆઈઆઈની રૃ.૧૦૨ કરોડના શેરોની વેચવાલી ડીઆઈઆઈની રૃ.૧૦૧ કરોડની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે ગુરૃ-વારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૧૦૨.૪૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૮૬૬.૭૫ કરોડના શેરોની લખરીદી સામે કુલ રૃ.૧૯૬૯.૨૧ કરોડના શેરોની વેચવાલી કરી હતી. જયારે ડીઆઈઆઈ-સ્થાનિકસ સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૧૦૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી.
સ્પેન ફ્રાસને બોન્ડસ વેચાણમાં સફળતાએ યુરોપમાં તેજી ઃ નિક્કી ૭૯ ઘટયો
એશિયાના અન્ય દેશોના બજારમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ બેંક ઓફ જાપાનના ગર્વનરે નાણા નીતિમાં વધુ સરળ કરવાની જરૃરિયાત બતાવ્યા પાછળ ૭૮.૮૮ પોઈન્ટ ઘટીને ૯૫૮૮.૩૮, હોંગકોંગનો હેંગસેંગ ૨૧૪.૨૮ પોઈન્ટ વધીને ૨૦૯૯૫.૦૧ રહ્યા હતા. યુરોપમાં સ્પેનને ૨.૫ અબજ યુરોના બોન્ડસ- ઋણ વેચાણના ૮ અબજ યુરોના બોન્ડસ-ઋણ લિલામમાં સફળતા મળતા .ુરોપના બજારોમાં ૨૧થી ૪૦ પોઈન્ટનો સુધારો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved