Last Update : 20-April-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૦-૦૪-૨૦૧૨, શુક્રવાર
ચૈત્ર વદ ચૌદશ - દર્શ અમાવાસ્યા
પંચક રાત્રે ૯ ક. ૩૨ મિ. સુધી.
આજે દક્ષિણનો પવન- સારા વરસાદનો સંકેત ?

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૫ મિ. (સૂ) ૭ ક. ૦૫ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૯ ક. ૩૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ રેવતી રાત્રે ૯ ક. ૩૨ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) -મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૯ ક. ૩૨ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ.ચૈ. ૩૧. માસ-તિથિ-વાર- ચૈત્ર વદ ચૌદશ શુક્રવાર.
દર્શ અમાવાસ્યા. પંચક રાત્રે ૯ ક. ૩૨ મિ. સુધી.
અમૃત સિદ્ધિયોગ ૨ મે ક. ૯ મિ. ૩૨ સુધી. વૈદ્યૃતિયોગ સવારના ૮ ક. ૩૮ મિ. સુધી. સવારના ૧૦ ક. ૨૬ મિ.થી અમાવાસ્યા શરૂ થાય છે.
આજે દક્ષિણમાં પવન ફૂંકાય તો વરસાદ સારો થાય ? આજે શુક્રવાર છે તેથી પૃથ્વી પર અનાજ સારું થાય ?
મુસલમાની હિજરીસન - જમાદીઉલઅવ્વલ માસનો ૨૭ રોજ
પારશી શહેનશાહી વર્ષ - ૧૩૮૧ આદર માસનો ૬ રોજ ખોરદાદ
- ફસલી માહ બીજો અર્દીબેહરત ને હોરખજદરોજ
- નાર ગોલના પૂજીયાજી આહરાતની સાલગ્રેહ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે દર્શ અમાવાસ્યનો દિવસ ચંિતા બેચેનીમાં પસાર થાય. કંઇ ગમે નહીં. કામની તકલીફ, જવાબદારીમાં વધારો થાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સીઝનલ ધંધામાં આવક થાય. બહારનું કામ થાય.

 

મિથુન ઃ આપના નિકટના સગા સંબંધી, વડીલ વર્ગની ચંિતા રહે. ભાગીદારીવાળા ધંધામાં ઉચાટ -દ્વિઘા અનુભવો. ધંધાનું કામ વિલંબમાં પડે.

 

કર્ક ઃ દર્શ અમાવાસ્યાનો આજનો દિવસ અન્યના કારણે ચંિતામાં પસાર થાય. તમારા રોજીંદા કામમાં નોકરી-ધંધામાં રુકાવટ રહે.

 

સંિહ ઃ આપના માટે તેમજ અન્યના માટે દર્સ અમાવાસ્યાનો આજનો દિવસ તકલીફ પરેશાની વાળો રહે. શાંતિ જણાય નહીં.

 

કન્યા ઃ આપની નોકરી-ધંધાના કામમાં માનસિક પરિતાપ છતાં કામ થાય, આવક થાય. આનંદમાં રહો.. વધારાનું કામ કરી શકો.

 

તુલા ઃ આપના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાનું વધારાનું કામ ઉકેલાય. બહારગામનું કામ થાય. ધર્મકાર્ય થાય.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. મહત્વના કામની ચર્ચા વિચારણા થાય. ધંધો આવક થવાથી આનંદ રહે.

 

ધન ઃ દર્શ અમાવાસ્યના આજના દિવસે આપને ચંિતા ઉચાટ ઉદ્વેગ- પરેશાની અનુભવાય. નોકરી-ધંધાનું કામ અટવાય.

 

મકર ઃ આજે દર્શ અમાવાસ્યાના દિવસે યાત્રા-પ્રવાસમાં મીલન મુલાકાતમાં બેચેની અસ્વસ્થતા છતાં સ્વસ્થતા બતાવવી પડે.

 

કુંભ ઃ આપના કુટુંબ, પરિવારની ચંિતામાં રહો છતાં નોકરી-ધંધાના કામની જવાબદારીમાં વ્યસ્ત રહેવું પડે, ઘ્યાન આપવું પડે.

 

મીન ઃ ઉશ્કેરાટ, ગુસ્સો ઉતાવળ કર્યા વગર શાંતિ રાખવી. સામાન્ય પ્રશ્નમાં વિવાદ કરવો નહીં. મસ્તક, ગરદનમાં દર્દ પીડાથી સંભાળવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૦-૦૪-૨૦૧૨, શુક્રવાર

આજથી શરૂ થઇ રહેલા જન્મવર્ષ ધર્મકાર્યથી આનંદ રહે. કામકાજમાં પ્રગતિ, સફળતા જણાય. નોકરી-ધંધામાં યશ ધનની પ્રાપ્તિ થાય. જેમને આવક ન હોય આવક સ્થગિત થઇ ગઈ હોય તેમને આવક આવવાની શરૂઆત થાય - * આ વર્ષમાં નુકસાન, દેવું થાય તેવું કોઈ કામ કરવું નહીં. નાણાંની લેવડ દેવડમાં, શેરોના, સટ્ટાના કામમાં જોખમ કરવું નહીં. જામીનગીરીમાં ખેંચાવું નહીં. * પેટ, કમર, પેશાબના, કમરના ભાગમાં દર્દપીડામાં એપેન્ડીક્ષ, સારણગાંઠ, પ્રોસ્ટેટની તકલીફમાં ઘ્યાન રાખવું પડે. * પત્ની, સંતાન, પરિવારના સહયોગથી, ભાગ્યબળથી સુખ સંપત્તિમાં, આવકમાં વધારો થાય. * સ્ત્રી વર્ગને ધર્મકાર્ય, શુભ કાર્યથી આનંદ રહે. અવિવાહીતને વિવાહ લગ્ન નક્કી થાય. * વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સ્થળાંતર થાય. ખર્ચમાં વધારો થાય. પરદેશના પ્રયત્નમાં પ્રગતિ જણાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન ડૉકટરને ત્યાં લલ્લુ તબિયત બતાવવા ગયો એટલે છગન ડોકટરે પૂછ્‌યું, ‘‘બોલો લલ્લુભાઇ શું ફરિયાદ છે?’’
‘‘સાહેબ,’’ લલ્લુ બોલ્યો, ‘‘આમ તો કંઇ નથી પણ હસહસ કરવાનો રોગ મને થઇ ગયો છે...’’
‘‘બસ સાહેબ, કશા કારણ વિના હસ્યા જ કરું છું... હસ્યા જ કરું છું...’’
‘‘એનો એક જ ઈલાજ છે,’’ ડૉકટર છગને કહ્યું.
‘‘ઈન્જેકશન નથી લેવું હો!’’ લલ્લુએ ખુલાસો કર્યો.
‘‘ના, ના ઈંજેકશન કે દવા પણ નથી લેવાની,’’ડૉ. છગને કહ્યું, ‘‘લગ્ન કરી નાંખો હસવાનું આપોઆપ બંધ થઇ જશે.’’

[Top]
 

આજ ની રેસીપી

 

આદું તથા લીલાં મરચાનું અથાણું


સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મરચા, ૫૦ ગ્રામ આદું, ૧ લીંબુનો રસ, ૨ ચમચા મીઠું.
રીતઃ મરચાંને કપડાથી લૂછી નાખો. આદુંની છાલ ઉતારીને તેને પાતળું તથા લાંબુ સમારી લો. એક નાની બોટલમાં મીઠું તથા લીંબુ નાખીને રાખી દો. મરચાંને નાના નાના ટુકડામાં સમારી લો. પછી તેમાં સામગ્રી મિક્સ કરીને બોટલમાં ભરી દો. આ અથાણું તમે બીજા દિવસથી જ ખાઈ શકો છો. તે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. આ અથાણું દાળભાત સાથે ખૂબ સરસ લાગે છે.

આખાં લાલ મરચાંનું અથાણું


સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મોટાં લાલ મરચાં (અથાણાં માટેનાં), ૧૦૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ આખા ધાણા, ૨૫ ગ્રામ સૂકી મેથી, ૨૫ વરિયાળી, ૧૦ ગ્રામ ક્લોંજી, ૧ ચમચો હળદર પાઉડર, ૫૦૦ મિલીલિટર તેલ તથા મીઠું સ્વાદ મુજબ.
રીતઃ મરચાંને લૂછીને તેનાં ડીટિયાં કાઢી નાખો. તેને થોડીવાર તડકામાં સૂકવો. આખા મસાલાને એક પેનમાં શેકીને તેને પીસીલો. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરો. પછી જ્યાંથી મરચાંના ડીટિયા કાઢ્‌યાં હતા તે જગ્યાએથી મસાલો સરખી રીતે અંદર ભરી દો. એક અઠવાડિયા સુધી તડકે સૂકવો તથા વચ્ચે વચ્ચે હાથફેરો કરો. આખા મરચાનું આ અથાણું આખું વર્ષ ખરાબ નહીં થાય. પૂરી, પરોઠાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved