Last Update : 19-April-2012, Thursday

 

દિલ્હીનાં પરિણામ

ગત ડિસેમ્બરમાં દિલ્હીના સ્થાનિક વહીવટી માળખાને અસરકારક બનાવવા માટે, દિલ્હી વહીવટી તંત્રને ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહેંચી કઢાયું હતુંઃ ઉત્તર દિલ્હી, પૂર્વ દિલ્હી અને દક્ષિણ દિલ્હી. ત્યાર પછી પહેલી વખત થયેલી ચૂંટણીમાં ત્રણે કોર્પોરેશનમાં ભાજપનો સ્પષ્ટ વિજય થયો છે અને કોંગ્રેસની ચોખ્ખી હાર થઇ છે. ફક્ત આંકડા તરફ ઘ્યાન આપીએ તો કોંગ્રેસની બેઠકસંખ્યામાં ૨૦૦૭ની સરખામણીએ ૧૧ બેઠકોનો વધારો થયો છે, જ્યારે ભાજપની ૨૭ બેઠક ઘટી છે. છતાં ત્રણે જગ્યાએ કોંગ્રેસની હાર માટે અન્ય બિનભાજપી ઉમેદવારોની જીત મહત્ત્વનું પરિબળ ગણાય છે. તેમની તાકાતનો અંદાજ એ વાત પરથી આવશે કે દક્ષિણ દિલ્હીમાં ભાજપની ૪૩ અને કોંગ્રેસની ૩૦ બેઠકો સામે અન્ય ઉમેદવારો ૨૬ બેઠકો મેળવવામાં સફળ થયા છે. કોંગ્રેસનું સૌથી વઘુ ધોવાણ ઉત્તર દિલ્હીમાં થયું છે. ત્યાં કુલ ૧૦૪ બેઠકોમાંથી ભાજપને ૫૯ અને કોંગ્રેસને ફક્ત ૨૯ બેઠક મળી શકી છે.
ચૂંટણી ભલે સ્થાનિક સ્તરની, મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય, પણ ચૂંટણી એટલે ચૂંટણી અને હાર એટલે હાર. વડાપ્રધાને આ ચૂંટણીનાં પરિણામને ભલે સ્થાનિક પરિબળો સાથે સંકળાયેલાં હોવાનું જણાવીને, તેમને હળવાશથી લેવા કહ્યું હોય, પણ દિલ્હીની બાબતમાં એ શક્ય નથી. યોગ્ય પણ નથી. કારણ કે આ એ રાજ્ય છે જ્યાં છેલ્લી ત્રણ-ત્રણ મુદતથી શીલા દીક્ષિતની કોંગ્રેસ સરકારનું રાજ ચાલે છે. સ્થાનિક ચૂંટણીઓમાં છેલ્લાં પચાસ વર્ષથી કદી કોઇ સત્તાધારી પક્ષ ફરી એક વાર ચૂંટાઇને આવ્યો હોય એવું બન્યું નથી. પરંતુ આ વખતે ભાજપ શાસનવિરોધી લાગણીથી બચીને ફરી જીતી શક્યો છે.
શહેરી વિસ્તારો ભાજપના ગઢ ગણાય છે, પરંતુ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે દેશનાં ઘણાં મોટાં શહેરોમાં કોંગ્રેસની જીત થઇ હતી. ભારત-અમેરિકા પરમાણુકરાર અને વડાપ્રધાનની સ્વચ્છ છબી જેવા મુદ્દે કોંગ્રેસ શહેરી મતદારોને આકર્ષી શકી છે એવું ત્યારે લાગ્યું હતું. પરંતુ છેલ્લાં બે-એક વર્ષમાં વડાપ્રધાન સહિત કોંગ્રેસની આબરૂનું મોટા પાયે થયેલું ધોવાણ ઠેકઠેકાણે સ્પષ્ટ બન્યું છે. દિલ્હી તેનો તાજો દાખલો છે. ત્યાર પહેલાં મુંબઇની મહાનગરપાલિકામાં પણ ભાજપ-શિવસેના યુતિ સામે કોંગ્રેસની હાર થઇ હતી. ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી અપેક્ષા હતી, પણ પરિણામો સાવ વિપરીત આવ્યાં અને કોંગ્રેસને નવેસરથી વિચારવું પડે એવી સ્થિતિ પેદા થઇ.
દિલ્હીનાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચાર માટે કોઇ મોટા નેતા ઉતાર્યા ન હતા એવું કહેવાય છે. પરંતુ ત્રણ-ત્રણ મુદતથી ચૂંટાતાં રાજ્યનાં મુખ્ય મંત્રી શીલા દીક્ષિતે બરાબર પ્રચાર કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્તરે રાહુલ કે સોનિયા ગાંધીએ પ્રચાર ન કરવાનો હોય એ તો સ્વાભાવિક છે. પરંતુ પરિણામ આવ્યા પછી શીલા દીક્ષિતે પણ તેમને પોતાની સરકાર વિશે લોકોના અભિપ્રાય તરીકે માનવાનો ઇન્કાર કર્યો છે. તેમણે એવો બચાવ કર્યો હતો કે આવતા વર્ષે થનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મારી સરકાર વિશે લોકો શું માને છે તે સ્પષ્ટ થઇ જશે. દિલ્હીમાં શીલા દીક્ષિત ત્રણ મુદતથી ચૂંટાતાં હોય તે સાવ નામ પર કે પક્ષના જોરે બન્યું નથી. માથાદીઠ સૌથી વઘુ આવક ધરાવતા અને માનવવસ્તીથી ઉભરાતા દિલ્હી શહેરમાં શીલા દીક્ષિત સરકારે વહીવટી દૃષ્ટિએ ઘણાં નોંધપાત્ર કામ કર્યાં છે. મેટ્રો ટ્રેન સહિત વાહન વ્યવહારની સુવિધાઓથી માંડીને હવાપાણી જેવી મૂળભૂત બાબતોમાં દિલ્હી સરકારની કામગીરી ઘણી હદે સંતોષકારક રહી છે.
તેમ છતાં, સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ શા માટે હારે? તેના ઘણા સંભવિત જવાબ છે. સૌથી પહેલી આંગળી યુપીએ સરકારનાં અને દિલ્હીના સ્તરે કોમનવેલ્થ ગેમ્સમાં થયેલાં કૌભાંડ ભણી ચીંધાય છે. એ મુદ્દે શીલા દીક્ષિત બરાબર ઘેરાયાં હતાં. સોનિયા ગાંધી પરદેશ હોવાથ તેમનું રાજીનામું પાછું ઠેલાતું હોય એવું લાગતું હતું. હકીકતે, રાજીનામું આજ પડે કે કાલ એવી સ્થિતિ હતી. તેમાંથી એમનો લગભગ ચમત્કારિક કહી શકાય એવો બચાવ થયો. એટલું જ નહીં, અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનકારીઓની સરકાર સાથેની મંત્રણાઓમાં શીલા દીક્ષિતના સાંસદ પુત્ર સંદીપ દીક્ષિતની મહત્ત્વની ભૂમિકા રહી. ભ્રષ્ટાચાર સિવાય બીજો મુદ્દો શહેરી લોકોની વધેલી અપેક્ષાઓનો છે. કોંગ્રેસ આ બાબતે ગાફેલ અથવા બેદરકાર હોવાનું જણાઇ રહ્યું છે. નહીંતર, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ તરીકે ભાજપ સામે ઊભી થયેલી સંભવિત લોકલાગણીને તેણે વટાવી હોત. પરંતુ પાંચ વર્ષ સુધી ભાજપનું શાસન જોઇ ચૂકેલા ત્રણે કોર્પોરેશનના બહુમતી મતદારોએ કોંગ્રેસને મત આપવાને બદલે, ફરી એક વાર ભાજપના શાસનને પસંદ કર્યું એ પણ નક્કર હકીકત છે.
પરિણામ દિલ્હીનાં હોય કે મુંબઇનાં, ઉત્તર પ્રદેશનાં હોય કે બિહારનાં- કોંગ્રેસ માટે એક સંદેશો બહુ સ્પષ્ટ છે. તેણે પોતાના જૂના માળખામાંથી બહાર નીકળીને, સ્પષ્ટ અને સ્વચ્છ માનસિકતા સાથે મતદારો સમક્ષ જવું પડશે. સ્વાભાવિક શાસક પક્ષ તરીકેનો તોર મનમાંથી કાઢીને પોતાની ભૂલોમાંથી શીખવું પડશે. નહીંતર, ૨૦૧૪ની લોકસભાનાં પરિણામ શું હશે એ ધારવું અઘરું નથી.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved