Last Update : 19-April-2012, Thursday

 

કાર્ટૂન ફેસબુક પર મુકવાનું મોંધું પડ્યું
મમતાની વઘુ એક તુમાખી કાર્ટૂનીસ્ટની ધરપકડ કરી

- મમતાના પગલાંનો સમાચાર માઘ્યમો દ્વારા વિરોધ પણ રાજકીય પક્ષોનું મૌન

 

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ જ્યારે સંિગુર અને નંદીગ્રામ ખાતેના હંિસાચાર અંગેની ડાબેરી સરકારની નીતિઓ સામે જંગ છેડ્યો ત્યારે પશ્ચિમ બંગાળના ઘણા બૌદ્ધિકોએ તેમની તરફેણ કરી હતી. ડાબેરી સરકારનો વિરોધ કરીને મમતાએ ડાબેરીઓના ૩૪ વર્ષ જુના શાસનને ઉથલાવ્યું હતું. એક તરફ કેન્દ્રમાં સાથી પક્ષ અને બીજી તરફ રાજ્યમાં સત્તા મળવાના પગલે મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં સુધારણાના એક પછી એક કાર્યક્રમો આપવા શરૂ કર્યા હતા પરંતુ છેલ્લા એક મહિનાથી મમતાએ લીધેલા પગલાના કારણે બૌદ્ધિક વર્ગ, તેમનો સમર્થક વર્ગ અને તેમનો સાથી પક્ષ એમ ત્રણેય નાખુશ છે.
તાજેતરમાં મમતાએ તેમનું કાર્ટુન દોરનારને જેલમાં ધકેલી દીધો હતો. આ અગાઉ તેમણે તેમની સરકારની વિરૂદ્ધમાં લખતા કેટલાક અખબારોને સરકારની ગ્રાન્ટથી ચાલતી લાયબ્રેરીઓમાં મંગાવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.
જાધવપુર યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના પ્રોફેસર અંબિકેશ મોહપાત્રએ મમતા બેનરજીનું કાર્ટુન ફેસબુક પર મુકીને મુસીબત વહોરી લીધી હતી. તેમણે ભૂતપૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી અંગે કોમેન્ટ કરતા મમતા બેનરજી અને મુકુલ રોયને દર્શાવાયા હતા. બંનેને એવું ચર્ચતા દર્શાવાયા હતા કે આ દિનેશ ત્રિવેદી નામની મુસીબતથી દુર કેવી રીતે જવું ?!
ધરપકડ કરાયેલાને તે જ દિવસે સાંજે છોડી મુકાયા હતા પરંતુ આ ઘટના આજે અઠવાડિયું થયા છતાં સમાચાર માઘ્યમોમાં ગાજી રહી છે.
અહીં આઘાત એ વાતનો છે કે ભૂતકાળમાં ઇંદીરા ગાંધી, અટલબિહારી વાજપેઈ જેવા નેતાઓ અંગે ટીકા કરતા કાર્ટુન દોરાયા હતા પણ કોઈ રાજકીય પક્ષે કાર્ટૂનીસ્ટ સામે પગલા લીધા નથી.
મમતા બેનરજીએ કાર્ટૂનીસ્ટની ધરપકડના આદેશ આપ્યા તેનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાં તે સત્તા પર છે અને કેન્દ્રમાં તે સત્તાના સાથી પક્ષ હોઈ તેમની સામે કોઈ રાજકીય વિરોધ ઉભો થતો નથી તે પણ હકીકત છે.
મમતા બેનરજી કેન્દ્રમાં જેમ યુપીએ સરકારને હૂક પર રાખે છે તેમ તેમની સાથે રહેનારાઓને સાચવે છે પણ ખરા !! મમતાએ કેન્દ્ર સરકારનું નાક તો અનેકવાર દબાવ્યું છે પરંતુ છેલ્લે વડાપ્રધાન જેની તરફેણ કરતા હતા તે રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીને હટાવવાનો એપિસોડ તો આખા દેશે જોયો હતો. મમતાની સ્પષ્ટ ના છતાં રેલવે ભાડું વધારનાર દિનેશ ત્રિવેદીએ અંતે રાજીનામું આપવું પડ્યું હતું. મમતાએ તેમની પસંદગીના અર્થાત્‌ તેમનું માને એવા મુકુલ રોયને રેલવે પ્રધાનપદે બેસાડી દીધા હતા. આ તો મમતાની રાજકીય તુમાખીની વાત થઈ પરંતુ પશ્ચિમ બંગાળ સ્તરે પણ મમતાએ અનેકવાર મનમાની કરી છે.
મમતાએ મુખ્ય પ્રધાનપદે શપથ લીધાના એક મહિના બાદ તેમના પક્ષના એક કાર્યકરને જાહેરમાં ગુંડાગીરી કરવા બદલ પોલીસે પકડ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. કાર્યકરે કહ્યું કે હું તૃણમૂલ કોંગ્રેસનો છું મને છોડી દો, પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન મમતા બેનરજી તેમના રસાલા સાથે પોલીસ સ્ટેશને આવ્યા હતા અને કાર્યકરને છોડવાનો આદેશ આપ્યો હતો. દેશમાં આવું પ્રથમવાર થયું હતું કે જ્યારે એક મુખ્યપ્રધાન પોતાના પક્ષના કાર્યકરને છોડાવવા જાતે પોલીસ સ્ટેશનમાં ગયા હોય. આ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો.
તાજેતરમાં બળાત્કારના એક કેસમાં એક મહિલાએ ફરિયાદ કરી અને ઉહાપોહ થયો ત્યારે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ એવું નિવેદન આપ્યું હતું કે આ તો મારા પક્ષને બદનામ કરવા કરાયેલી ફરિયાદ છે. કેમકે ફરિયાદી મહિલાનો ભાઈ સીપીએમનો કાર્યકર છે.
અન્ય એક ઘટનામાં સામ્યવાદી પક્ષના કાર્યકરે રેલી કાઢી ત્યારે તૃણમૂલના કાર્યકરોએ તેમની જાહેરમાં હત્યા કરી હતી. મમતા બેનરજી સામે આક્ષેપ કરતી પ્રજામાં ઘણી ફરિયાદો છે પરંતુ હાલમાં તે સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર ચલાવે છે અને કેન્દ્રના મજબૂત સાથી પક્ષ તરીકે છે. કેન્દ્રને તેમણે એટલી બધીવાર ભીંસમાં લીધા છે કે તેમનું નામ સાંભળતા જ કોંગ્રેસ ભડકે છે.
કાર્ટૂનીસ્ટની થયેલી ધરપકડના કેસમાં પણ કોંગ્રેસ સ્પષ્ટ અભિપ્રાય આપવાથી દૂર રહી હતી. કોંગ્રેસ આ તબક્કે મમતાને છંછેડવા માગતી નથી તે દેખાઈ આવે છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે બંધારણે આપેલી સ્વતંત્રતાના અમે આગ્રહી છીએ પણ મમતા બેનરજીના કાર્ટૂનવાળા કેસમાં મને હજુ પુરી જાણકારી મળી નથી.
મમતા બેનરજીનો વિરોધ કરતા ડાબેરી પક્ષોએ કાર્ટૂન કેસને સરમુખત્યારશાહી સાથે સરખાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના મમતાના સાથીઓએ પણ મમતાના પગલાંને વઘુ પડતું ગણાવ્યું છે. જોકે પશ્ચિમ બંગાળના શ્રમપ્રધાને મમતાના પગલાને આવકાર્યું છે. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજીનું અપમાન કરતું કાર્ટૂન ચલાવી શકાય નહીં.
કાર્ટૂનીસ્ટની ધરપકડની જેટલી તરફેણ થાય છે તેનાથી દસ ગણો વિરોધ થઈ રહ્યો છે તે પણ મમતાના ઘ્યાન પર લવાયું છે.
જાધવપુર યુનિવર્સિટીના પ્રોફેસર અંબિકેશ મોહપાત્રની ધરપકડ કરાઈ હતી. તેમના એક સાથીને પણ જવાબદાર ગણી ધરપકડ કરી હતી. પશ્ચિમ બંગાળના સમાચાર માઘ્યમો અને ઇન્ટરનેટ જગતમાં આ કિસ્સો ખુબ ચર્ચાસ્પદ બન્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 

 

 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved