Last Update : 19-April-2012, Thursday

 
દિલ્હીની વાત
 

કોંગ્રેસને વધુ એક ટેન્શન
દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મળેલી હાર એ કોંગ્રેસને તાજેતરમાં પડેલો ચોથો ફટકો છે. આ અગાઉ કોંગ્રેસે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં, મુંબઈની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પણ ફટકો સહન કર્યો હતો. બીજી વાર એવું થયું છે કે જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ હારી છે. કોંગ્રેસ અને ખાસ કરીને વડાપ્રધાન મનમોહનસિંહ એમ કહે છે કે રાજકારણમાં કોર્પોરેશનની ચૂંટણીઓ સ્થાનિક માળખા વચ્ચે હોય છે. જોકે રાજકીય નિષ્ણાતો આ દલીલ સાથે સંમત નથી. આ નિષ્ણાતો માને છે કે દેશમાં દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીઓ મહત્વની છે. એમસીડીના જંગથી અણ્ણા હજારેની ટીમ પણ દુરી રહી હતી. આમ તો, અણ્ણા હજારેની ટીમ પરિવર્તન ઝંખતી હતી પણ ટ્રેન્ડ ઓળખી શકી નહોતી.
સળગતી સમસ્યાઓની અસર
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર ઓફ સોશ્યોલોજી આનંદ કુમારનું માનીએ તો મતદાનની દુર રહેતી નવી જનરેશન હવે પરિણામો પર નિર્ણાયક અસર ઉભી કરે છે. તેમના મત પ્રમાણે રાષ્ટ્રીય મુદ્દાઓની અસર સ્થાનિક અને પ્રાદેશિક ચૂંટણીઓ પર મોટા પાયે પડે છે. તેમના મતને દિલ્હીના મુખ્ય પ્રધાન શિલા દિક્ષીતના પુત્ર સંદિપ દિક્ષીત ટેકો આપી રહ્યા છે. સંદિપ સ્વિકારે છે કે ૨-જી કૌભાંડ અને કૅગ રિપોર્ટ મતદારોમાં કોંગ્રેસ વિરૃધ્ધ મોજું ઉભુ કર્યું હતું. ભાવ વધારો અને મહિલાઓ સામે વધતા ક્રાઈમ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને કોંગ્રેસ તરફથી મતદારોએ મોં ફેરવ્યું હતું.
દિલ્હીમાં ત્રણ મહિલા મેયર
એમસીડીના જંગમાં મહિલાઓ છવાઈ ગઈ છે. મહિલાઓને ફાળવેલ ૫૦ ટકા બેઠકો ઉપરાંત જનરલ કેટેગરીમાંથી ટીકીટ મેળવીને પણ જીત મેળવી છે. મહિલાઓ માટે અનામત ૧૩૮ બેઠકો હતી જ્યારે ૧૪૦ મહિલાઓ જીતી છે. મહિલાઓની એક વધુ સિધ્ધી એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી શહેરમાં મહિલા મેયર હતા હવે શહેરમાં ત્રણ મહિલા મેયર હશે. એમસીડીના કાયદા અનુસાર પ્રથમ વર્ષે મહિલા મેયર મુકાય છે.
વિરૃની બહેનની હવે ખરી પરિક્ષા
લોકપ્રિય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે (વિરૃ) તેની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર અંજુ સેહવાગ માટે પ્રચાર કર્યો હતો. અંજુના વિજય પાછળ સેહવાગનો પ્રચાર છે એમ મનાય છે. હવે અંજુ સેહવાગ સામે પડકાર છે. તેણે પોતાની ક્ષમતા સિધ્ધ કરી બતાવવી પડશે તેનો વિસ્તાર દક્ષિણ દિલ્હીનો દક્ષીણીપુરી એક્સટેન્શનનો છે. જ્યાં વિકાસના ઘણાં કામો બાકી છે.
દિલ્હીમાં બુધ્ધ-ફેસ્ટિવલ
નવી દિલ્હીમાં ૨૭ એપ્રિલથી પાંચ દિવસ ચાલનારો બુધ્ધ-ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેમાં બૌધ્ધ ધર્મ પરની ફિલ્મો, ડાન્સ, પ્રદર્શન, ડોક્યુમેન્ટરી વગેરેનો સમાવેશ થાય છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved