Last Update : 19-April-2012, Thursday

 

ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

સેમિ ફાઇનલની બીજી મેચ ૨૫મી એપ્રિલે રમાશે

ફાઇનલમાં પ્રવેશવાની રિયાલની આશા જીવંત

મ્યુનીચ,તા.૧૮
મારિયો ગોમેઝના ગોલને સહારે જર્મન કલબ બેયર્ન મ્યુનિચે ૨-૧થી સ્પેનિશ કલબ રિયાલ મેડ્રીડ સામેની ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલની પ્રથમ રાઉન્ડની મેચ જીતી લીધી હતી. બેયર્નના હોમગ્રાઉન્ડ મ્યુનિચ ખાતે રમાયેલી મેચમાં પરાજય છતાં રિયાલની ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત છે અને બધાની નજર આ બંને ટીમો વચ્ચે ૨૫મી એપ્રિલે મેડ્રિડમાં રમાનારી સેમિ ફાઇનલની બીજી મેચ પર મંડાયેલી છે.
ફ્રેન્ચ વિંગર ફ્રેન્ક રીબેરીએ બેયર્નને પ્રભુત્વ સાથેની શરૃઆત અપાવી હતી અને રિયાલ ૦-૧થી પાછળ પડી ગયું હતુ. જો કે ત્યાર બાદ મેસ્યુત ઓઝીલે ફટકારેલા ગોલને સહારે બંને ટીમો બરોબરી પર આવી ગઇ હતી. ત્યાર બાદ બંનેએ સ્કોર લાઇન જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ૯૦મી મિનિટે મારિયો ગોમેઝના ગોલને સહારે બેયર્નનો વિજય થયો હતો.
આ સાથે બેયર્ને હોમગ્રાઉન્ડ મ્યુનિચ ખાતે ૧૯૭૬થી રિયાલ સામે એક પણ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. અગાઉ બંને ટીમો વચ્ચે અંહી ૧૦ મેચ રમાઇ છે, જેમાંથી નવમાં બેયર્ન વિજેતા બન્યું છે, જ્યારે એક મેચ ડ્રોમાં પરિણમી છે.
ચેમ્પિયન્સ લીગની ફાઇનલ ૧૯મી મેના રોજ રમાવાની છે. જેમાં બીજી ટીમ સ્પેનની બાર્સેલોના અથવા તો ઈંગ્લેન્ડની ચેલ્સી કલબની હશે. આ બંને ટીમો વચ્ચે બીજી સેમિ ફાઇનલની પ્રથમ તબક્કાની મેચ રમાવાની છે.

ફાઇનલીસ્ટ કેવી રીતે નક્કી થશે
ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની બંને સેમિ ફાઇનલમાં ફર્સ્ટ લેગ અને સેકન્ડ લેગ એમ બે-બે (કુલ ચાર) મેચ રમાશે. બેયર્ને તેના હોમગ્રાઉન્ડ પર મેડ્રિડનો સામનો કર્યો. હવે તેઓ મેડ્રિડમાં હોમટીમ સામે રમશે. આમ બંને મેચનો સ્કોર ભેગો કરતાં જે ટીમના ગોલ વધારે હોય તે ફાઇનલમાં પ્રવેશશે. જો સ્કોર બરોબરી પર રહે તો અવે ગોલ એટલે કે હરિફ ટીમના મેદાન પર જે ટીમે વધુ ગોલ ફટકાર્યા હોય તેના આધારે વિજેતા ટીમ નક્કી થશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved