Last Update : 19-April-2012, Thursday

 
 

ટીવી પરની જાહેરાતોના ૫૦ ટકાથી વધુ સ્લોટ ખાલી
હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક

સેટ મેકસે ૧૦ વર્ષ માટે રૃ. ૮૭૦૦ કરોડ સાથે પ્રસારણ હક્કો મેળવ્યા છે પણ વળતરની રીતે આઘાતજનક સ્થિતિ

પ્રેક્ષકો પણ કોમ્પ્લીમેન્ટરી પાસ ધરાવનારા હોવાની શંકા

ડીએલએફ તેનો કરાર રીન્યુ કરવાના મૂડમાં નથી

બોલીવુડે પણ IPL ની પરવા કર્યા વગર ફિલ્મો રીલીઝ કરી

મેચો થિયેટરોમાં બતાવવાનો અખતરો પણ ફલોપ રહ્યો

અમદાવાદ, બુધવાર
આઇપીએલની તમામ સિઝનોમાં આ વખતની આઇપીએલ દર્શકો, જાહેરખબરકારોની રીતે સૌથી ફલોપ કહી શકાય. આઇપીએલની મેચ દરમ્યાન ૨૦૦૮ થી ૨૦૧૧ દરમ્યાન ટીવી પર સરેરાશ ૧૦ થી ૧૫ ટકા સ્લોટ જાહેરખબરોના વેચાયા વગરના રહ્યા હતા. આ વખતે ૫૦ ટકા સ્લોટ ખાલી છે. આઇપીએલના આયોજકોએ ટીવી જાહેરાતોની કમાણી માટે કિમિયો કરતા ચાલુ મેચમાં બંને ટીમની ઇનિંગમાં બે મિનિટનો સ્ટ્રેટેજીક ટાઇમનો વિરામ રાખ્યો છે પણ હવે આ બે -બે મિનિટોમાં જાહેરાત આવતી નથી કે પછી રીપીટ થાય છે.
૨૦૧૧માં ૧૦ સેકંડની જાહેરાત માટે રૃ. ૮ લાખ મળ્યા હતા આ વખતે ટુર્નામેન્ટના આગલા દિવસે રૃ. પાંચ લાખનો દર હતો તો પણ ૬૦ ટકા સ્લોટ ખાલી રહ્યા હતા.
૪ એપ્રિલથી શરૃ થયેલી આઇપીએલમાં પ્રત્યેક વીતતા દિવસ સાથે પ્રેક્ષકો અને દર્શકોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તે જોતા આ જાહેરાતના દર સાવ તળીયે જાય તેવી શકયતા છે. આમ છતાં તેને ખરીદવા કોઇ તૈયાર નથી.આઇપીએલની તમામ મેચોના જીવંત પ્રસારણ માટે સેટ મેકસ કંપનીએ ભારતીય ક્રકેટ બોર્ડ જોડે ૧૦ વર્ષના હક્ક અંગે કરાર કર્યો છે. તે પેટે તેઓ રૃ. ૮૭૦૦ કરોડ ચૂકવશે. બદલામાં સેટ મેકસ મેચ દરમ્યાન બતાવાતી જાહેરાતોની આવકનો હક્ક રહેશે.
૨૦૦૮ની પ્રથમ આઇપીએલમાં સેટ મેકસે રૃ. ૪૦૦ કરોડ, બીજી સિઝનમાં રૃ. ૪૯૫ કરોડ, ત્રીજીમાં રૃ. ૬૫૦ કરોડ અને ચોથી ૨૦૧૧ની સિઝનમાં રૃ. ૧૦૦૦ કરોડની આવક મેળવી હતી. પણ આ વખતે ૨૦૧૨માં અંદાજીત રૃ. ૧૪૦૦ કરોડની આવક સામે સેટ મેકસ રૃ. ૫૦૦ કરોડ પણ જાહેરખબરની આવક કમાશે કે કેમ તે શંકા છે. ૨૦૦૮ થી ૨૦૧૨ દરમ્યાન તેની જાહેરાતોના ૧૦ સેકંડનો સ્લોટ વેચીને થનાર કુલ આવક રૃ. ૩૧૦૦ કરોડ કહી શકાય. એટલે કે દસ વર્ષના હક્ક પેટે આપવાના રૃ. ૮૭૦૦ કરોડની સામે તેને બીજા પાંચ પાંચ વર્ષમાંરૃ. ૫૬૦૦ કરોડતી વધુ કમાવવું પડે. જરા કલ્પના કરી જુઓ, શરૃના પાંચ વર્ષમાં રૃ. ૩૧૦૦ કરોડ પર પહોંચ્યા હોય ત્યારે આઇપીએલના વર્ષોત્તર સતત ઘટતા જતા ક્રેઝને જોતા બીજા પાંચ વર્ષમાં આટલી કમાણી ટકી રહે તો પણ સારૃ. જે પણ હોય સેટ મેકસને એકાદ-બે હજાર કરોડ રૃપિયાની ખોટ થઇ શકે તેવું જોખમ તો રહેલું જ છે.
આઇપીએલનું ભાવિ જોખમમાં જણાવવાનું બીજુ કારણ તેના ટાઇટલ સ્પોન્સર ડીએલએફ મોટે ભાગે આવતા વર્ષથી ફરી બીજા પાંચ વર્ષ માટે ટાઇટલ સ્પોન્સરર બનવા નથી માંગતા તેવા વહેતા થયેલા અહેવાલ છે.
૨૦૦૮ની પ્રથમ સિઝનથી પાંચ વર્ષ માટે 'ડીએલએફ' એ રૃ. ૨૦૦ કરોડમાં આ હક્કો મેળવ્યા હતા. હવે તેઓની મુદત આ વર્ષે પુરી થાય છે. બોર્ડ જો તેના કરાર પ્રમાણે ૨૦૧૩થી પાંચ વર્ષ માટે ઇચ્છે તો રીન્યુ કરાવવાનો પ્રથમ હક્ક ડીએલએફને રહેશે. પણ ટુર્નામેન્ટની ઘટતી જતી લોકપ્રિયતા અને ભાવિ પ્રચાર રોકાણની અન્ય યોજના જોતા તેઓ આ કરાર રીન્યુ કરાવવાના મૂડમાં નથી. બીજુ કારણ એ પણ મનાય છે કે ચાહકો કે મીડિયામાં આઇપીએલને ડીએલએફ કપ કે તેના નામ સાથે જોડવાની કોઇ તસ્દી નથી લેતું.
માની લો કે ડીએલએફ કે અન્ય કોઇ કંપની ટાઇટલ સ્પોન્સરર બનશે તો પણ તેઓ આઇપીએલની ઘટતી લોકપ્રિયતાને આગળ ધરીને બોર્ડને ધારી રકમ નહીં જ ઓફર કરે. બોર્ડની પણ તમામ પાર્ટીઓ જોડે ઉંચા ભાવ મેળવવાની મુરાદ સફળ નહીં થાય.
આઇપીએલની મેચો દરમ્યાન બપોરે ૪ ની મેચોમાં ૩૦ ટકા પ્રેક્ષકો માંડ હોય છે. રાત્રે ૮ થી શરૃ થતી મેચોમાં ૫૦ ટકા ફુલ સ્ટેડિયમ પર જ કેમેરો મંડાય છે. પ્રાયોજક કંપનીઓને તેમજ જાહેરખબરકારોને આપેલા પાસની મુકતમને થયેલી વહેંચણીને લીધે પણ રાતની મેચોમાં પ્રેક્ષકો દેખાય છે.
દર વર્ષે તો આઇપીએલના ડરથી બોલીવુડ સારા બેનરની ફિલ્મો રીલીઝ કરવાથી દૂર રહેતું હતું. આ વખતે આઇપીએલ દરમ્યાન ૧૨ થી વધુ ફિલ્મો રીલીઝ થવાની છે. જેમાંથી 'હાઉસફુલ-૨' ફિલ્મ તો સુપર હીટ ગઇ છે.
દેશભરના મલ્ટી પ્લેક્સમાં આઇપીએલની મેચો મોટા પડદા પર લાઇવ બતાવવાના શોને પણ ગયા વર્ષે જ ફિક્કો પ્રતિસાદ મળતા આ વર્ષથી એકઝીબીટર કંપનીએ આવા હક્કો ખરીદ્યા જ નથી.
એક વખત આઇપીએલ જે મોરચે બેસી ગયુ ત્યાંથી ફરી ભવિષ્યમાં બેઠુ ના જ થાય. આઇપીએલની સફળતા માટે ટીન એજરો અને યુવાઓની પેઢી પર જ મદાર હતો. તેઓએ એવો ઉત્સાહ નથી બતાવ્યો. આઇપીએલનું આયુષ્ય વધુ વર્ષોનું નથી લાગતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved