Last Update : 19-April-2012, Thursday

 

ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ એટલે અખાત્રીજ

- આપણા ધર્મશાસ્ત્રોમાં ૨૧ પૃથ્વી નક્ષત્રી કરી તેવું લખ્યું છે પણ રાજા એટલે ક્ષત્રિય તેવું કથાકારોનું વર્ણન સમસ્ત ક્ષત્રિય જાતિના અપમાન જેવું છે. હકીકતમાં સહસ્રાર્જુન રાજા હતો પણ અસુર હતો તેથી નાશ કર્યો.

 

વર્તમાન સમયમાં તહેવારોનું મહત્ત્વ ઘટતું જાય છે અને આ તહેવાર શા માટે છે તેમાં ધાર્મિક પ્રસંગો કેવી રીતે જોડાયેલા છે તે જાણવાની દરકાર કોઈને નથી કદાચ આવતી પેઢી તહેવારોના મહત્ત્વ અને ધાર્મિકતાથી વંચિત રહી જશે સામાન્ય રીતે વર્ષના બે તહેવારો વસંત પંચમી અને અખાત્રીજ પવિત્ર માની શુભકાર્ય માટે ગોર મહારાજો ઉત્તમ માને છે. ભારતીય ધર્મ- સંસ્કૃતિમાં ભગવાનના નવ અવતારો થઈ ગયા તેમાં પરશુરામ પણ અવતારી પુરુષ છે અને પરશુરામ જયંતિ એ જ અખાત્રીજ અથવા અક્ષયતૃતિયા કહેવાય છે. ખાસ કરીને લગ્ન જેવા શુભ કાર્યો માટે અખાત્રીજ શુભ દિવસ મનાય છે.
મહાન તપસ્વી ૠષિ જામદગ્ની અને રેણુકા તથા પુત્ર પરશુરામ આશ્રમમાં રહી પ્રભુ સ્મરણ કરતા હતા વારાણસીથી નર્મદાના તટ સુધીનો વિસ્તાર શુર્પારક નામે ઓળખાતો હતો જ્યાં પરશુરામનો પરિવાર રહેતો હતો. ભયંકર જંગલ, હંિસક પ્રાણીઓ અને નર્મદાના ભયંકર પાણી બિહામણા હતા છતાં ૠષિ પરિવાર હંિમતથી રહેતા હતા તેમાં પુત્ર પરશુરામ ખૂબ મહત્ત્વકાંક્ષી અને સાહસિક હતો તેમજ નીડર હતો આ સ્થળની આસપાસ સહસ્રાર્જુન નામનો આસુરી શક્તિ ધરાવતા દુષ્ટ રાજાનું સામ્રાજ્ય હતું. અવારનવાર તે જામદગ્ની જેવા ૠષિઓને પરેશાન કરતો હતો. ૠષિ જામદગ્ની પાસે કપિલા કામધેનુ નામની ગાય હતી તેને લઈ જવાની દાનત આ અસુરની હતી પણ પરશુરામની હાજરી તેને ખૂંચતી હતી એવામાં એવું બન્યું કે પરશુરામને સહસ્રાર્જુનને મહાત કરવા અભૂતપૂર્વ અને અમાપ શક્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા થઈ તેથી તે નર્મદા તટની આસપાસ અઘોર જંગલમાં અઘોર તપસ્વી અઘોરી સાઘુઓ સાથે રહેતા હતા જે તાંત્રિક શક્તિઓ ધરાવતા હતા. પરશુરામે જંગલમાં જઈ એવા અઘોરીઓને શોધી કાઢ્‌યા અને તેમના મહંત ગુરૂ ડડ્ડુનાથ અઘોરીની મુલાકાત કરી.
નર્મદાના ઉંડા ધરામાં અને વહેતા પાણીમાં હજારો હંિસક મગર રહેતા હતા. આવા મગરના ટોળા વચ્ચે એક મોટા મગર ઉપર સવાર થઈ ગુરૂ ડડ્ડુનાથ અઘોરી કિનારા તરફ આવી રહ્યા હતા દૂરથી જ પરશુરામે આ મહાન ભયંકર અઘોરીને પ્રણામ કરી શીશ નમાવી ગુરૂ અઘોરી પોતાની સિદ્ધિના બળે પરશુરામને ઓળખી ગયા અને પરશુરામની મનોકામના જાણી ગયા તેમણે પરશુરામને આશીર્વાદ આપી પોતાના આશ્રમમાં બોલાવ્યા અને શિષ્ય બનાવ્યા અઘોરી સાઘુઓની રહેણીકરણી અને ખોરાક વિચિત્ર હતો કેટલાક નગ્ન સાઘુઓ હતા પણ પરશુરામ શિષ્ય બન્યા હોઈ સૌની સાથે ભળી ગયા.
ધીરે ધીરે ગુરૂ ડડનાથ અઘોરી પાસેથી કાળ ભૈરવની આરાધના પરશુરામે શીખી લીધી અને અઘોર મંત્રો જેવા કે ત્રાટક, શક્તિપાત, કુંડલીની શક્તિ, અતિન્દ્રીય શક્તિ, ષડ્‌ચક્રો જેવી અઘોર શક્તિઓ પ્રાપ્ત કરી લીધી. સહસ્રાર્જુનને હરાવવા હજી પણ બ્રહ્માસ્ત્ર જેવા અમોઘ શસ્ત્રની ઇચ્છા ધરાવતા અઘોરી ગુરૂએ ભગવાન શિવની આરાધના કરવા પરશુરામને આદેશ કર્યો અને દિવસો અને મહિનાઓના કઠણ તપથી પ્રસન્ન થઈ શિવજીએ શક્તિશાળી પરશુ (કુહાડી જેવું હથિયાર) આપ્યું જે દુશ્મનો ઉપર પ્રહાર કરતા પહેલા અગ્નિની જ્વાળાઓ કાઢતું અને એ અગ્નિથી દુશ્મનો બળી જાય તેવી વિરાટ શક્તિ હતી.
અહીં પશુરામની ગેરહાજરીમાં સહસ્રાર્જુન પોતાના વિશાળ સૈન્ય સાથે જમદગ્નિના આશ્રમ પર હુમલો કર્યો પ્રતિકાર કરતાં સહસ્રાર્જુને પરશુરામના પિતા જમદગ્નિ અને રેણુકાનો વધ કર્યો અને કપિલા કામધેનુ ઉઠાવી ગયા આશ્રમને ખેદાનમેદાન કરી નામશેષ કરી નાંખ્યો પરશુરામન સમસ્ત પ્રસંગની જાણ થઈ અને અઘોરી ગુરૂની રજા લઈ મા-બાપને બચાવવા આશ્રમ તરફ દોડ્યા પણ અઙીં આવતા જ આશ્રમની ખાનાખરાબી જોઈ અને પોતાના મા-બાપને મરેલા જોઈ ક્રોધથી થરથર કાંપવા લાગ્યા અન જંગલમાં છલાંગો મૂકી સહસ્રાર્જુનને પોતાના ૨૧ સાથીદારો સાથે કપિલા કામધેનુ લઈ ચાલ્યો જતો હતો પરશુરામે અઘોર મંત્રોની શક્તિ દ્વારા સહસ્રાર્જુનને પકડ્યો અને પરશુથી ઉપરાછાપરી ઘા કરી અસુરને હણી નાખ્યો પણ બીજા ૨૧ અસુરો ભાગતા હતા તેનો પીછો કર્યો અને થોડીવારમાં નજીક આવી ભગવાન શિવજીઆ આપેલ પરશુ ઉગામ્યું અને પરશુમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતા એક પછી એક ૨૧ રાજાઓનો નાશ કર્યો.
આપણા ધર્મશાસ્ત્રોમાં ૨૧ પૃથ્વી નક્ષત્રી કરી તેવું લખ્યું છે પણ રાજા એટલે ક્ષત્રિય તેવું કથાકારોનું વર્ણન સમસ્ત ક્ષત્રિય જાતિના અપમાન જેવું છે. હકીકતમાં સહસ્રાર્જુન રાજા હતો પણ અસુર હતો તેથી નાશ કર્યો. વૈર્યની સળગતી જ્વાળાઓથી પરશુરામ અશાંત અને ગુસ્સામાં દોડતા તા અને સંિઘુથી નર્મદા સુધીના વિસ્તારમાં રહેતા અનેક અસુરોને માી નાખ્યા અને છતાં આસુરી શક્તિ નિર્મૂળ થઈ નથી.
અતિ ક્રોધથી પરશુરામ ભ્રમિત અવસ્થામાં ભમતા જ રહ્યા એવામાં રાજા જનકે મીથિલા નગરીમાં દીકરી સીતાનો સ્વયંવર રચ્યો તેમાં શ્રી રામ પધાર્યા અને રાજા જનકની ઇચ્છા મુજબ અપ્રતિમ શક્તિશાળી શિવ ધનુષ્ય તોડ્યું અને પરશુરામ તો શિવભક્ત હતા તપોબળની સિદ્ધિઓથી પરશુરામને જાણ થતા જ પરશુરામ દોડતા જનકપુરીમાં આવ્યા અને રામજીની હત્યાકરવા દોડ્યા આખી જનકસભા અને લગ્નોત્સુક રાજકુમારો પરશુરામની આક્રમક શક્તિથી ભયભીત થઈ રામ અને પરશુરામના યુદ્ધની કલ્પનાથી થરથર કાંપવા લાગ્યા.
પણ અહીં પ્રસંગ બદલાઈ ગયો રામ પણ અવતારી દેવ હતા અને પરશુરામ પણ અવતારી હતા બન્નેનો ઘ્યેય એક જ હતો આસુરી શક્તિનો વિનાશ થાય. નવ અવતારો પૈકી મત્સ્ય, કશ્યપ, વરાહ, વામન, પરશુ, નરસંિહ, રામ, કૃષ્ણ, બુદ્ધ અવતાર મુજબ પરશુરામ પાંચમો અવતાર હતા. આક્રમક પરશુરામ રામ પર હુમલો કરે તે પહેલા અપાર તેજપૂંજથી રામના દેહમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને પરશુરામે વંદન કર્યા.
શ્રી રામે પરશુરામને પ્રેમથી સમજાવ્યા અને ભગવાન શિવની આરાધનામાં લાગી જવાની સલાહ આપી છતાં પરશુરામ જંગલોમાં ભટકતા રહ્યા ઉત્તરમાં હિમાલયથી ચંબલના કોતરોમાં નર્મદાના શુર્પારક વિસ્તારમાં, પશ્ચિમે દારૂક વનમાં, ગુજરાતના ડાંગના જંગલોમાં માતાપિતાના વેરની જ્વાળામાં સળગતા રહ્યા. સંસ્કૃત શ્વ્લોક
અશ્વત્થામા બલિ વ્યાસ હનુમંત વિભિષણઃ
કૃપ પરશુરામ સપ્તેત ચિરંજીવિતઃ
ઉપરોક્ત સાતે અમર આત્માઓ પૈકી પરશુરામ પણ સૂક્ષ્મ સ્વરૂપે આપણી આસપાસ ફરતા રહે છે આસુરી શક્તિના વિનાશ માટે પ્રભુએ નવ વખત અવતાર લીધો છતાં આજે પણ આસુરી શક્તિઓ દૈવી શક્તિઓ સામે પ્રહારો કરતી રહી છે.
ખુલ્લા શરીરે લંગોટીભેર એક પગ પથ્થર વાળી ઉભેલા અને આકાશ સામે પરશુ ઉગામી સહસ્રાર્જુનની જાણે હત્યા કરતા હોય એવી આક્રમક મુદ્રામાં આપણે પરશુરામને તસ્વીરોમાં જોઈએ છીએ.
વર્તમાન અખાત્રીજે ભગવાન પરશુરામની જન્મ તિથિ હોઈ એ મહામાનવને વંદન કરી શ્રઘ્ધાંજલિ આપી કૃતાર્થ થઈએ.
- અમૃતલાલ ભાવસાર

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved