Last Update : 19-April-2012, Thursday

 
શ્રી સુદર્શન કવચના મંત્ર જાપથી શું લાભ ? કવચના મંત્રો ગ્રહપીડામાં રાહત આપી શકે ?
- ‘મંત્ર’માં અનેરી શક્તિ છે ‘મંત્રો’ દ્વારા યજ્ઞમાં આહુતી આપવામાં આવે છે. અમુક મંત્રો બોલવાથી મેઘની વર્ષા થઈ શક્તી હોય તો માણસની પીડા કેમ ન હરે ? મંત્ર શુદ્ધ મન અને વાણીથી બોલેલા હોવા જોઇએ. તેમાં પવિત્રતા જરૂરી છે.

‘મંત્ર’માં અનેરી શક્તિ છે ‘મંત્રો’ દ્વારા યજ્ઞમાં આહુતી આપવામાં આવે છે. અમુક મંત્રો બોલવાથી મેઘની વર્ષા થઈ શક્તી હોય તો માણસની પીડા કેમ ન હરે ? મંત્ર શુદ્ધ મન અને વાણીથી બોલેલા હોવા જોઇએ. તેમાં પવિત્રતા જરૂરી છે.
સુદર્શન કવચમાં ૧૫મા શ્વ્લોકમાં આવે છે.
‘‘પિશાયાન્‌ રાક્ષાસાન્‌ ચૈવ હદિ રોગાંશ્વ દારૂણાન્‌ ।
ભૂમચરાને ખેમરાન્‌ સેર્વડાક્તિઃ શાકિની સ્તથા ’’।।
હે પ્રભુ આપ મારા વિરોધી-પિશાચ રાક્ષસે અને હૃદયમાં રહેલા દારૂણ રોગો, પૃથ્વી ઉપર ફરનારા અને આકાશમાં ફરનારા ભૂતો અને સર્વ ડાકીણીઓનો તથા શાકિણીઓનો નાશ કરો. માન્યતા મુજબ ‘કવચ’ના શ્વ્લોકો પોતાની પાસે રાખવાથી પણ ભયથી મુક્તિ મળે છે. આ અંધશ્રદ્ધા નથી પણ ‘કવચ’એ પ્રભુનું નામ છે મંત્રો દ્વારા પ્રભુનું આહ્‌વાન છે ભક્તો ગાય છે ઃ
કૃષ્ણ ત્વામહૃં શરણાગતઃ ।
વૈષ્ણવાર્થ કૃતં યત્રં શ્રી વલ્લભનિરૂપિતમ્‌ ।।
શ્રીમદ્‌ ભાગવતના ૬ઠ્ઠા સ્કંધમાં અઘ્યાય આઠમાં ‘નારાયણ કવચ’ પણ આવે છે.
શુકદેવજીને પ્રશ્ન પૂછનાર ઇન્દ્ર દેવને નારાયણ કવચ કહેલું
દરેક કવચની અનેરી જુદી જુદી વિધિ છે. ૐ નમો નારાયણ અને ૐ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો છે તે નારાયણ કવચમાં મુખ્ય છે.
શુકદેવજીએ કહ્યું છે કે જે ‘‘નારાયણ કવચ બોલે છે તે બધી જાતના ભયથી મુક્ત બને છે.’’
શ્રી યમુના કવચ ઃ (ગર્ગ સંહિતા માઘુર્ય ખંડે અઘ્યાય ૧૬) આ કવચ મનુષ્યોના ચાર અર્થોને આપનારૂ સાક્ષાત્‌ યમુના કવચ છે.
યમુનાશ્ચ કવચં સર્વ રક્ષા કરે નૃક્ષામ્‌ ।
ચતુષ્પદાર્થદં સાક્ષાત શૃણુ રાજન્મહાર્મતે ।।
યમુના કવચના પાઠથી માનવનું સઘળ ઇષ્ટ થાય છે. તે સર્વ તીર્થોના ફળને પામે છે અને અંતે પરમ દુર્લભ એવા પરમધામને ગોલોકવાસને પામે છે. શ્રી સિદ્ધિલક્ષ્મી કવચ સ્વરૂપે સ્તોત્રમ્‌ આ સ્તોત્રનું પઠન કરવાથી લક્ષ્મીજીની કૃપા થાય છે. નાણાંકીય અવરોધ દૂર થાય છે. (શ્રી મહાલક્ષ્માષ્ટક સ્તોત્ર) માતાજીના ઉપાસકો માટે દેવી કવચ પણ થઈ શકે છે.
‘સૂર્યદેવ’ એ ગ્રહોના રાજા ગણાય છે. ‘સૂર્ય નમસ્કાર’ સૂર્યના કવચમાંથી ગ્રહો ઓછી પીડા આપે છે.
છાયા સંજ્ઞા પતયે નમઃ ।।
નો શ્વ્લોક બોલવાથી સૂર્યદેવની કૃપા થાય છે.
શ્રી સુક્તમ્‌ પણ એક પ્રકારનું કવચની ગરજ સારે છે.
દેવી કવચ પણ છે.
આદિત્ય પ્રથમં નામં દ્વિતીયં તુ દિવાકર ।
તૃતીયં ભાંસ્કરઃ પ્રોકતં ચતુર્થ તું પ્રભાકર ।।
પંચમં તુ સહસ્ત્રાશું ષષ્ઠં ચ ત્રિલોચનઃ ।
સપ્ત હરિશ્ચશ્ચ અષ્ટમ્‌ ચ વિભાવસુ ।।
નવમં દિનકૃત્યોક્તં દશમ્‌ દ્વાદશાત્મકઃ ।।

આમ સૂર્યની સ્તુતિ પણ ઉપયોગી છે મનના મનોરથો પુરા પાડી ગ્રહદશામાં રાહત આપે છે. કવચના મંત્રોને અંધશ્રદ્ધા સાથે ન જોડવું જોઇએ કરેલા કર્મો તો ભોગવવા જ પડે. ખરાબ કૃત્ય કે કરેલા પાપોનો પુણ્યમાંથી બાદબાકી નથી થતી. દરથ રાજાથી શ્રવણના મા-બાપની ભૂલથી તિર વાગવાથી હત્યા થઈ તો પુત્ર વિયોગ સહન કરવો પડ્યો. પણ પ્રભુનું નામસ્મરણ ‘કવચ’ દ્વારા કરવાથી તે રાહત તો જરૂર આપે જ.
‘સૂર્ય કવચ’ સ્તોત્રમ્‌માં યાજ્ઞવલ્કયામે ઉવામ્‌
શ્રુણુઘ્વ મુનિશાર્દુલ સૂર્યસ્ય કવચં શુભમ્‌ ।
શગરારોગ્યદં દિવ્ય સર્વ સૌભાગ્ય દાયકમ્‌ ।।
આ સૂર્યની ઉપાસનાનું કવચ છે. ૐ સાવિત્રુ સૂર્યનારાયણ નમઃ સૂર્ય નારાયણને બાર નમસ્કાર છે તેમાંનો એક નમસ્કાર છે માનતા મુજબ સૂર્યનારાયણની આરાધના કરવાથી સર્વ પ્રકારના રોગ શોક અને સંકટોમાંથી મુક્ત થાય છે.
વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ એક કવચની ગરજ સારે છે.
‘તુલસી કવચ’ પણ છે. તુલસી કવચના સ્તોત્રના મંત્રના શ્રી મહાદેવજી ૠષિ છે. અનુષ્ટુપ છંદ છે. શ્રી ‘તુલસીજી’ માતા છે મનમાં ધારેલી કામનાઓની સિદ્ધિ છાતા છે.
યા દુષ્ટા નિખિલાધસડધશમની સ્પૃશ વયુ પાવની
રોગાણામભિવન્દિતા નિરસની સિત્કાન્તત્રોસિજા ।।
તુલસીનાં દર્શન પાપોને નાશ કરનારાં છે સઘળાં રોગોને દૂર કરનારા છે.
તુલસીને પાણી સીંચનારા ગોલોક મેળવનારા બને છે. તુલસી દ્વારકાધિશના ચરણારવંિદમાં અર્પણ કરે તો વૈકુંઠ સુખ પામે જ.
જેના ઘેર તુલસી કયારા છે તે ઘર એક તિર્થ છે. યમદૂત ન આવી શકે.
(બ્રહ્માંડ પુરાણમાં નવમા અઘ્યાયમાં તુલસી કવચ છે.)
દુઃખ કે ગ્રહો કોઈ દિવસ પીડા આપતા નથી આ કરેલા કર્મોનો હિસાબ છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved