Last Update : 19-April-2012, Thursday

 
ભક્તિમાર્ગ - પરમાત્માની પ્રાપ્તિનો સરળ માર્ગ
 

કળિયુગમાં આપણી બુદ્ધિ અને આયુ અલ્પ ચે, મોટા તપ કરવાની શક્તિ નથી કે લાંબો સમય ઘ્યાન કરી શકીએ તેમ નથી. જ્ઞાનમાર્ગ કે યોગમાર્ગ દુરારાઘ્ય છે. એટલે કલિયુગમાં ભક્તિમાર્ગ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ભક્તિમાર્ગ સરળ, સર્વસુલભ, બહુજનસાઘ્ય, સાદો, સીધો અને નિષ્કંટક માર્ગ છે. ભક્તિમાર્ગનું અપૂર્વ મહાત્મ્ય દર્શાવતાં પરમકૃપાળુ શ્રીમદ્‌ રાજચંદ્રજી જણાવે છે કે, ‘ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે.’ પ્રભુના ભક્તમાં વિવેક, નિઃસ્વાર્થપણું, પાપકાર્યોનો ત્યાગ, પ્રસન્નતા, અનાસક્તિ જેવા ગુણો અનિવાર્ય છે. પરમાત્મા અને સદ્‌ગુરૂના સ્વરૂપને ઓળખીને ભક્તિ કરવી જોઈએ. સર્વ સદ્‌ગુણો પૂર્ણપણે જેઓને પ્રગટી ગયા છે તેવા વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે તે પરમાત્મા છે. જેઓ નિગ્રંથ, નિર્મોહ, નિઃસ્વાર્થ, નિઃસ્પૃહ, સમતાભાવયુક્ત, સ્વ-પરકલ્યાણમાં અહોનિશ તત્પર છે તે સદ્‌ગુરૂ છે. મૂર્તિમાન મોક્ષસ્વરૂપ એવા સદ્‌ગુરુની અનુભવયુક્ત દિવ્ય વાણી અને શુદ્ધ ચારિત્ર્યની, તેઓના સંપર્કમાં આવનાર ભક્તજનો પર થયા વિના રહેતી નથી.
મહાન પુરુષોએ પણ પરમાત્માના ગુણગાન ગાયા છે. શ્રી જિનસેવાચાર્યે ‘જિનસહસ્ત્રનામ’, શ્રી હેમચંદ્રાચાર્યે ‘ત્રિષષ્ઠિશલાકાપુરુષ’, શ્રી કુંદકુંદાચાર્યે ‘દશભક્તિ’, શ્રી માનતુંગાચાર્યે ‘ભક્તામર સ્તોત્ર’, શ્રી સિદ્ધસેન દિવાકરે ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ની રચના કરી. શ્રી આનંદધનજી, શ્રી યશોવિજયતી, શ્રી દેવચંદ્રજી તથા શ્રી મોહનવિજયજીએ ચોવીસ તીર્થંકરોના ગુણગાન ગાયાં. મીરાં, કબીર, તુલસી તેમજ નરસંિહ મહેતાએ પ્રભુભક્તિમાં જીવન વીતાવી દીઘું. ભક્તિમાર્ગ સરળ છે કારણ કે તેમાં પ્રેમની દિશાને વાળવાની છે. અત્યાર સુધી જે પ્રેમ (મોહ) દુનિયાના પદાર્થો તેમજ વ્યક્તિઓમાં વિરખાયેલો હતો તે પ્રેમને ત્યાંથી એકત્ર કરી શ્રી દેવ-ગુર-ધર્મ પ્રત્યે લગાડવાનો છે. એક સંતે કહ્યું છે કે હે પ્રભુ ! મને તારી ગોદ ન મળી તો હું નિગોદ (દુર્ગતિ)માં ચાલ્યો જાત ! ભાવથી ભક્તિ કરનારના ભવનો અંત આવે છે તેમ અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્ય ‘ભાવપાહુડ’માં જણાવતાં કહે છે.
‘જિનવર ચરમકમળે નમે, જે પરમ ભક્તિ રાગથી,
ેતે જન્મવેલી મૂળ છેદે, ભાવ ઉત્તમ શસ્ત્રથી.’
શ્રીમદ્‌ રાજચંદ્ર આઘ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના પ્રણેતા પૂજ્ય સંતશ્રી આત્માનંદજીએ ‘ભક્તિમાર્ગની આરાધના’ ગ્રંથમાં ભક્તિના નવ પ્રકારોનું વર્ણન કર્યું છે તે સંક્ષેપમાં સમજીએ.
(૧) શ્રવણ ઃ- જ્ઞ્રૂ ધાતુ પરથી શ્રવણ શબ્દ બને છે. પ્રીતિપૂર્વક પરમાત્મા અને સદ્‌ગુરુના ગુણો અને ચારિત્રપ્રસંગોને સાંભળવા તેને શ્રવણ નામની ભક્તિ કહે છે. મહાપુરુષોના જીવનચરિત્રોનું શ્રવણ કરતાં તેઓના ગુણો પ્રત્યે અનુરાગ પ્રગટે છે. અને ધર્મમાર્ગમાં દ્રઢ રહેવાની પ્રેરણા મળે છે. મહાવીરપ્રભુએ શ્રી ગૌતમસ્વામીને અને શુકદેવજીએ પરીક્ષિત રાજાને શ્રવણરૂપી ધર્મ આપ્યો હતો.
(૨) કીર્તન ઃ- પરમાત્મા-સદ્‌ગુરુના ગુણોથી પ્રમોદિત થયેલો ભક્ત પોતાના ઇષ્ટ પરમાત્માના ગુણાનુવાદ-સંકીર્તન કરવા પ્રેરાય છે. પરમાત્માના દિવ્ય ગુણોનું અને ચરિત્રોનું ભાવપૂર્વક, મોટે સ્વરેથી અન્ય જીવો સાંભળી શકે તે રીતે ઉચ્ચારણ કરવું તે કીર્તનરૂપ ભક્તિ છે. આ ભક્તિમાં સંગીતના સાધનોના માઘ્યમથી ભક્તિભાવને જગાવવામાં આવે છે. અને એ રીતે ચિત્તશુદ્ધિનો પ્રયોગ કરવામાં આવે છે. ભારતીય ભક્તિ પરંપરામાં શ્રી નરસંિહ મહેતા, શ્રી તુકારામ, શ્રી મીરાંબાઈ, શ્રી ચૈતન્ય મહાપ્રભુ તથા શ્રી પુનિત મહારાજે કીર્તનભક્તિની આરાધના અને પ્રચારમાં મહત્વનો ફાળો આપ્યો છે.
(૩) વંદન ઃ- શ્રવણ-કીર્તનરૂપ ભક્તિથી ભક્તના હૃદયમાં પ્રભુપ્રેમ પ્રસ્ફુરિત થાય છે. આવો ભક્ત પ્રભુના ધનિષ્ઠ સાન્નિઘ્યને ઝંખે છે. આ કાર્યની સિદ્ધિ માટે તે ધર્મસ્થાનોમાં જઈ પોતાના અંતરંગ પ્રેમના બાહ્ય પ્રતિકરૂપ એવી ભગવાન કે સદ્‌ગુરૂની મૂર્તિ, ચિત્રપટ આદિના ભાવપૂર્વક દર્શન કરીને પંચાંગ કે અષ્ટાંગ નમસ્કાર કરે છે, પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને સ્તુતિ કરે છે.
(૪) સેવન ઃ- સેવન એટલે સેવા-પૂજા. આ પ્રકારની ભક્તિમાં પ્રભુની પરમ શાંત, સૌમ્ય મૂર્તિનું અવલંબન લઈ તેમનું અંગલૂછણ કરવામાં આવે છે. ચંદન, ઘૂપ, અક્ષત, ફળ, દીપ, જળ, નૈવેદ્ય વગેરે આઠ પ્રકારના દ્રવ્યોથી પરમાત્માની પૂજા કરવાથી મન પવિત્ર અને શાંત બને છે. આ પૂજા અષ્ટપ્રકારી સત્તર, એકવીસ કે એકસો આઠ પ્રકારી એમ અનેક ભેદથી શાસ્ત્રોમાં વર્ણવી છે. દ્રવ્ય અને ભાવપૂજા કરવાનું ઘ્યેય ચિત્તશુદ્ધિ છે.
(૫) ચંિતવન ઃ- ભક્તિમાર્ગમાં ભક્ત જેમ આગળ વધતો જાય તેમ તેના ભાવોની નિર્મળતા વધતી જાય છે. આવો ભક્ત ચંિતન-મનન કરવાની શક્તિ પ્રાપ્ત કરતો જાય છે, અત્યાર સુધી સ્થૂળ ઇન્દ્રિયોના આલંબનથી પ્રભુ-સદ્‌ગુરૂનો પરિચય કરતો હતો તે સૂક્ષ્મ એવા ચિત્ત દ્વારા પ્રભુના ગુણો અને સ્વરૂપના ચંિતનનો અભ્યાસ કરે છે. આ ભક્તિમાં જેમનું નામ જપીએ અથવા જે મંત્રનો જાપ કરીએ તેના અર્થને અનુરૂપ ચંિતન કરવાનું હોય છે.
(૬) ઘ્યાન ઃ- પોતાના ઇષ્ટદેવના સ્વરૂપ, ગુણો કે ચારિત્રના પ્રસંગોના સ્મરણમાં જ્યારે ભક્ત એકાકાર થઈ જાય ત્યારે ઘ્યાનની સિદ્ધિ થાય છે. આ પ્રકારની ભક્તિમાં પ્રભુ કે સદ્‌ગુરુના ગુણોનું ચંિતવન કરતાં, તેમાં પ્રેમભાવ વર્ધમાન થતાં તલ્લીનતા ઉપજે છે. ઘ્યાનની પ્રાપ્તિ માટે પવિત્રતા, આહાર-વિહાર વિષયક શિસ્ત, પ્રભુ સ્મરણની ટેવ, નિયત સ્થાન અને સમય તેમ જ સાધનાનું સાતત્ય જરૂરી છે.
(૭) લધુતા ઃ- પરમાત્માના અચંિત્ય અને અલૌકિક સ્વરૂપને જાણનાર ભક્તને પોતાની વર્તમાન દશાના દોષોનું દિગ્દર્શન થતાં જે અલ્પત્વનો, પોતાની તુચ્છતાનો, પ્રભુની દાસાનુદાસપણું સ્વીકારવાનો અને તેને જ શરણે રહેવાનો જે ભાવ ઉપજે છે તે સાચી લધુતા છે. આવો ભાવ ઉપજવો કઠિન છે. આ પ્રકારની ભક્તિ ઉપજવા માટે સત્સંગ, સમજણ, નવિઃસ્પૃહતાપૂર્વક નિજદોષકથન અને શ્રદ્ધા જરૂરી છે. પ્રાર્થના એ લધુતાનો પ્રકાર છે. પોતે અલ્પ શક્તિનો ધારક છે અને પરમાત્મા મહાન શક્તિના ધારક છે તેવી સમર્પણભાવના સહિત પ્રભુની ભક્તિ એ લધુતા છે. આ ભક્તિમાં ભક્ત પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી પ્રભુના ખોળે બેસી જાય છે !
‘તું ગતિ, તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો રે,
વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે.’
(૮) સમતા ઃ- સમતા એટલે સમભાવ-સમરસીભાવ. જેમ જેમ ભક્તના ભાવોની શુદ્ધિ થતી જાય છે તેમ તેમ સમતાની ઉત્પત્તિ થઈ તેની વૃદ્ધિ થતી જાય છે. ભક્તિની આરાધનાના પરિપાકરૂપે પ્રગટ થતો ભક્તનો આ અતિ નિર્મળ, વિશુદ્ધ અને સૂક્ષ્મ ભાવ છે. આવા ભક્તને સર્વ જીવમાં પ્રભુનું દર્શન થવા લાગે છે. આવો ભક્ત પ્રભુપ્રેમમાં એટલો ડૂબી જાય છે કે દેહનું અને જગતનું ભાન ગુમાવી દે છે. આ દશાને ભાવસમાધિ કે પ્રેમસમાધિ કહે છે.
(૯) એકતા ઃ- આ ભક્તિમાં ભક્ત, ભક્તિ અને ભગવાન એક થઈ જાય છે. આ સ્થિતિ આઘ્યાત્મિક સાધનાની ચરમસીમા છે. ભક્તિની આરાધનાનું આ ફળ છે અને કૃતકૃત્યતા પણ આ જ છે. આ સ્થિતિને જ્ઞાનીઓ સ્વાનુભૂતિ, આત્મસાક્ષાત્કાર કે નિર્વિકલ્પ સમાધિ કહે છે.
‘ભજીને ભગવંત ભવંત લહો’- એમ ભક્તિનો અપૂર્વ મહિમા લાવી ભક્તિ દ્વારા આપણે સૌ મુક્તિને પ્રાપ્ત કરીએ તેવી અભ્યર્થના.
- મિતેશભાઈ એ. શાહ

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved