Last Update : 19-April-2012, Thursday

 

અતિ બળવાન, મહાપરાક્રમી શ્રી હનુમાનજીની ભગવાન રામ પરત્વેની દાસ્ય ભક્તિ

- વિચાર વીથિકા

 

ચૈત્ર વદ-૧૧‘મનોજવં મારુતતુલ્ય વેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ્‌ ।
વાતાત્મજં વાનરયૂથમુખ્ય શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે ।।
મન સમાન ગતિવાળા, વાયુના જેવા વેગવાળા, જિતેન્દ્રિય, બુદ્ધિમાનોના પરમ પ્રિય દૂત અંજનિપુત્ર શ્રી હનુમાનજીનું હું શરણ સ્વીકારું છું.’
જગતમાં એવા ઉદાહરણો તો જોવા મળે છે જ્યાં સ્વામી ને સેવકને સમાન બતાવવામાં આવે છે પણ એવું ઉદાહરણ ભાગ્યે જ મળે છે જ્યાં સેવકને સ્વામી કરતાં વઘુ ચડિયાતા બતાવવામાં આવે! હનુમાનજીની બાબતમાં એવું જ થયું છે. એટલે જ કહ્યું કે- ‘મેરે જીય અસર બિસવાસા । રામ તેં અધિક રામ કર દાસા ।।’
ભગવાન રામના અનન્ય સેવક હનુમાનજી દાસ્ય ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અપાર બળ અને બુદ્ધિવાળા અનંત જ્ઞાન અને ગુણવાળા હનુમાન ભગવાન રામના દીન સેવક પણ છે! એક જગ્યાએ હનુમાનજી ભગવાન રામને કહે છે- મારો તમારી સાથે ‘ત્રિવિધ-સંબંધ’ છે ઃ
‘દેહ દ્રષ્ટ્‌યા દાસોઽહં, જીવ બુદ્ધયા ત્વ દંશકઃ ।
આત્મ દ્રષ્ટ્યા ત્વમેવાહમ્‌ ઈતિ મે નિશ્ચિતા મતિઃ ।।
હે રામ! દેહ દ્રષ્ટિથી હું તમારો દાસ છું, જીવ દ્રષ્ટિથી હું તમારો અંશ છું અને આત્મ દ્રષ્ટિથી હું તમારાથી અભિન્ન છું, તમે અને હું એક જ છીએ એવી મારી નિશ્ચિત મતિ છે.’
રામદૂત હનુમાનજી દેવાધિદેવ ભગવાન શ્રી શિવના અવતાર છે. તે કેશરીની પત્ની અંજનાના ગર્ભથી પવન દ્વારા ઉત્પન્ન થયા. એટલે એમને કેશરી નંદન, અંજનીસુત અને પવનતનય કે મારુતિ નામથી બોલાવાય છે. હનુમાનજી પ્રગટ થયા તે સમયે પણ અપાર બળવાળા હતા એટલે એમના ભીષણ અવાજથી પૃથ્વી પણ હાલી ગઇ હતી. બાળપણમાં જ તે ભૂખને કારણે સૂર્યને કોઇ લાલ રંગનું ફળ સમજી એને ખાવા એના તરફ ઉડ્યા હતા. ઈન્દ્રએ જ્યારે એમને આવતા જોયા અને એમને લાગ્યું કે સૂર્યને ખાઇને એ ત્રણે લોકને અંધકારમય બનાવી દેશે એટલે એમણે એમને અટકાવવા એમના પર વજ્રપ્રહાર કર્યો ત્યારે હનુમાનજીએ સૂર્યને છોડી દીધો અને ધરતી પર નીચે આવી ગયા હતા. વજ્ર વાગવાથી એમની હડપચી (હનુ) વાંકી થઇ ગઇ એટલે એમનું નામ ‘હનુમાન’ પડ્યું. જ્યારે ઈન્દ્રએ જાણ્યું કે આ તો પવનદેવના પુત્ર છે ત્યારે તેમણે હનુમાનને વજ્ર જેવું શરીર બનવાના આશિષ આપ્યા.
શ્રી હનુમાનજી સુગ્રીવના મંત્રી હતા અને જ્યારે વાલિએ સુગ્રીવને કાઢી મૂક્યા ત્યારે પણ તે સુગ્રીવની સાથે જ રહ્યા. ભગવાન રામ પંચવટીમાં આવીને રહ્યા અને રાવણ સીતાનું અપહરણ કરીને લઇ ગયો ત્યારે રામ સીતાની શોધમાં કિષ્કિન્ધા આવ્યા તે વખતે તેમનો સર્વપ્રથમ હનુમાનજી સાથે મેળાપ થયો હતો. હનુમાનજીએ એમને પ્રભુ રૂપે ઓળખી લીધા હતા અને એમના સેવક બની ગયા હતા. સાગર પાર કરી લંકા પહોંચી સીતાજીને રામનો સંદેશો અને મુદ્રિકા આપી પોતાનું પરાક્રમ દેખાડી પરત આવ્યા હતા. રામ- રાવણના ભીષણ યુદ્ધ દરમિયાન અનેક રાક્ષસોને માર્યા હતા. લક્ષ્મણને શક્તિનો પ્રહાર થવાથી મૂર્છા આવી ત્યારે સુષેણ વૈદ્યના કહેવાથી સંજીવની જડીબુટ્ટી મેળવવા દ્રોણાચલ પર્વતનું આખું શિખર લઇ આવી એમને જીવતદાન આપ્યું હતું. રાવણને મારીને રામ સીતા અને લક્ષ્મણની સાથે અયોઘ્યા પાછા આવ્યા ત્યારે હનુમાનજી પણ સાથે પધાર્યા હતા. એ પછી હનુમાનજી સદાય ભગવાન રામ સાથે વસી ગયા, રામ પરિવારમાં જ ભળી ગયા હતા! હનુમાનજીના રોમ રોમમાં સીતા-રામ વસતા
હતા. એટલે જ તો સીતાજીએ ભેટ આપેલી મોંઘેરા મોતીની માળા તોડી એના મોતીમાં રામ-સીતા શોધવા લાગ્યા હતા. પછી સીતાજીના કહેવાથી છાતી ચીરીને હૃદયમાં વસતા રામ-સીતાના યુગલ સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું.
જ્યારે ભગવાન રામે સ્વધામ પધારવાનો નિર્ણય કર્યો ત્યારે શ્રી હનુમાનજીએ પણ સાથે જવા તત્પરતા બતાવી. ભગવાન રામે તે વખતે તેમને કહ્યું હતું- ‘હું તો અહીં જ છું. ક્યાં જવાનો છું. આ તો આસુરી બુદ્ધિવાળા લોકોને મોહ પમાડવા આવી લીલા કરું છું. તમે તે સદેહે ચિરંજીવી બની ધરતી પર રહો. જ્યાં જ્યાં મારી કથા થાય ત્યાં ત્યાં તમે જજો. મારી કથાથી વધારે પવિત્ર આ જગતમાં બીજું કંઇ નથી તે દરતી પર સતત ચાલતી જ રહેવાની. ત્યાં તમને મારું સાંનિઘ્ય પ્રાપ્ત થશે. આનાથી વધારે તમારે બીજું શું જોઇએ?’
ભગવાન રામની આજ્ઞા માથે ચડાવી ભક્ત શિરોમણી દાસપ્રવર હનુમાનજી ચિરંજીવી બની અહીં વસી ગયા છે. જ્યાં પણ ભગવાન શ્રીરામની કથા થાય છે ત્યાં પ્રેમાશ્રુ વહાવી, નતમસ્તક થઇ શ્રી હનુમાનજી ચોક્કસ ઊભા રહે છે. એટલે જ કહેવાયું છે-
‘યત્ર યત્ર રધુનાથકીર્તનં તત્ર ત્ર કૃતમસ્તકાગ્ઝિલમ્‌ ।
બાષ્પવારિ પરિપૂર્ણલોચનં મારુતંિ નમત રાક્ષસાતન્તકમ્‌ ।।’
- દેવેશ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved