Last Update : 19-April-2012, Thursday

 
શ્રમણ ભગવાન મહાવીરના જીવન પ્રસંગ
- આંખ છીપ, અંતર મોતી
 

- મમતાની મીઠી વીરડી જેવા એ સંત મર્મમાં મલકાયાઃ ‘પ્રિય, જ્યાં સુધી અંતરમજા અજાગ્રત છે ત્યાં સુધી તું ગમે તેટલી સુખની ખુશ્બોને ખોજ, એ અપ્રાપ્ય રહેશે. તું બહાર શોધે છે, પણ ઘરે આવ્યા વિના એ સુખની ભૂખ ક્યાંથી ભાંગશે ?

સંતની પાસે એક જિજ્ઞાસુ આવ્યો
જિજ્ઞાસુના અંતરમાં અકળ અકળામણ ધૂંટાતી હતી. મનની મૂંઝવણ એનાં નેત્રોમાં અંકિત થઈ હતી. સહૃદયતાના ધૂઘવતા સાગર જેવા સંત એના અંતરને પારખી ગયા. સંતે તેજસ્વી નેત્રોથી આંજતા એ ભાવકને પૂછ્‌યું ઃ
‘ભંતે, શાથી મુંઝાય છે ?’
જિજ્ઞાસુ કહેવા ગયો, થોથવાયો. ચિત્તની ગહરી હાલત એના ચહેરા પર વ્યાપી ગઈ. જ્ઞાની મુનિની અનુભવી આંખો એ પારખી ગઈ. એમણે એક યુક્તિ કરી. આગંતુકના અંતરને ભેદતો સવાલ કર્યો એમણે ઃ
‘તું જાગે છે ?’
અને એક જ સવાલથી જિજ્ઞાસુને થયું, પોતાની મૂંઝવણને આ કરુણાળુ સંતે મર્મમાંથી છેદી નાખી છે ! જિજ્ઞાસુ સંતના ખોળે નમ્રભાવે નમ્યો.
મમતાની મીઠી વીરડી જેવા એ સંત મર્મમાં મલકાયાઃ ‘પ્રિય, જ્યાં સુધી અંતરમજા અજાગ્રત છે ત્યાં સુધી તું ગમે તેટલી સુખની ખુશ્બોને ખોજ, એ અપ્રાપ્ય રહેશે. તું બહાર શોધે છે, પણ ઘરે આવ્યા વિના એ સુખની ભૂખ ક્યાંથી ભાંગશે ? જો તો સહી, તારા અંતરમાં સુખના સાત સાત સમંદર લહેરાય છે. માત્ર તારી ચેતનાના ગૃહમાં અજ્ઞાનનો અંધકાર વ્યાપ્યો છેઃ ત્યાં પ્રકાશનો પરિમલ ફૂંકાય તો જ તારી ખોજ સુફલા બને !’
‘કંિતુ પ્રભુ ! એ પ્રકાશન પ્રાપ્તિ થાય ક્યાંથી ?’
‘પ્રભુની કરુણા એ સકલ વિશ્વમાં પરમ અને પવિત્ર પ્રકાશ છે. એની પ્રાપ્તિ એટલે જ જાગૃતિ.’
જિજ્ઞાસુને થયું, એનાં અંતરને સ્વસ્થતા મળી છે. મૂંઝવણનો મહાસાગર તેણે પાર કર્યો છે.
એ સંત તે મહાસંત ભગવાન મહાવીર. એ જિજ્ઞાસુ તે જ્ઞાની ગૌતમ સ્વામી.
*
કુમાર વર્ધમાનને થયું કે માતા-પિતાના સ્વર્ગવાસ પછઈ મહાભિનિષ્કમણનો સમય થઈ ચૂક્યો છે. સ્નેહનું બંધન હતું એ છૂટી ગયું. એ મોટાભાઈ નંદીવર્ધનની રજા લેવા ગયા. પણ મોટાભાઈ તો જુદા જ વિચારોમાં હતા ! એમણે કહ્યું ઃ
‘વર્ધમાન, આ રાજ્ય તારું જ છે. બીજો કોઈ વિકલ્પ વિચાર્યા વિના આ રાજ્યને તું આનંદથી ભોગવ. તારો આનંદ એ મારો આનંદ.’
વર્ધમાનને મૂંઝવણ થઈ આવી. એ લેવા ગયા હતા મુક્તિ, પણ આવી પડ્યું બંધન ! એમણે હંિમત કરીને કહ્યું ઃ
‘વડીલબંઘુ, મારું રાજ્ય તો જુદું છે. ત્યાં આગળ પ્રેમ અને દયાનું રાજ્ય છે. શક્તિનું ત્યાં સ્વામિત્વ નથી. સ્નેહ ત્યાં પરમ છે.’
‘તો રાજ્યધર્મ શો ?’ નંદીવર્ધને આશ્ચર્યથી પૂછ્‌યું.
‘રાજ્યધર્મ ક્ષમાનો અને ઉદારતાનો. ન કોઈ તરફ દ્વેષ, ન કોઈ તરફ રાગ ! બીજાને આપવું, આપીને પામવું. તમામ જીવોની સંરક્ષા, કોઈની હત્યા ન થાય તેમ તકેદારી.’
‘પણ એ તો શક્ય શી રીતે બને ?’ નંદીવર્ધને પૂછ્‌યું.
વર્ધમાને કહ્યું ઃ ‘ભાઈ, એ બનશે જ. પારકાં માટે તજવું છે, પછી પોતા માટે કોઈ અભિપ્સા નહીં રહે. અને એવી નિરીહ મનોદશા મારી પાસે ચાર ભાવનાને કેળવાવશેઃ મૈત્રી, પ્રમોદ, માઘ્યસ્થ અને કારુણ્ય. એ ચાર ભાવનાઓથી સમગ્ર જગત પર હું રાજ્ય કરીશ. એ રાજ્ય જગતને નિર્ભય બનાવશે, જગતને સ્વતંત્રતા બક્ષશે.’
પ્રભાવના
પુસ્તકમાંથી પરંપરા મળે, પુસ્તકમાંથી સંસ્કાર મળે, પુસ્તકમાંથી જીવનનો ધબકાર મળે. પુસ્તકને જે પોતાનાથી દૂર રાખે છે તે જીવનની ઘણી મોટી તક ગુમાવે છે. સતત વાંચનમાંથી જંિદગીની પારગામી દ્રષ્ટિ મળે. સતત વાંચનમાંથી જીવનનું ઘડતર થાય. સતત વાંચનમાંથી જીવનની ઉન્નતિ થાય. પુસ્તકને તમારો સાચો મિત્ર બનાવો.
- આચાર્યશ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved