Last Update : 19-April-2012, Thursday

 
અક્ષય તૃતીયા શ્રેષ્ઠ દિવસ કેમ ?
બદ્રીનાથમાં અક્ષય તૃતીયાના દિવસે પ્રભુના દ્વાર કેમ ખુલે છે ?

- લક્ષ્મી માની પૂજાનું આ દિવસે ખૂબ મહત્ત્વ છે. વસંતૠતુ અને ગ્રીષ્મનો સંઘ્યાકાળ એટલે વૈશાખ સુદી ત્રીજ. વિષ્ણુપુરાણ નારદીય પુરાણ ધર્મસુત્ર અને અનેક ધર્મગ્રંથોમાં અખાત્રીજનો ઉલ્લેખ છે. અક્ષય તૃતીયાનો મહિમા ગવાયેલો છે.

 

અક્ષય તૃતીયાએ વૃંદાવનમાં વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારીજીના મંદિરમાં વર્ષમાં એકજ વાર ચરણના દર્શન થાય છે. આખુ વર્ષ ચરણ ઢંકાયેલા રહે છે.
ઠાકોરજીની સેવા ઉષ્ણકાલીન અક્ષયતૃતીયાથી શરૂ થાય છે.
ભગવાન પરશુરામનો આજે જન્મ દિવસ છે.
અક્ષય તૃતીયા પવિત્ર દિવસ હોવાથી લગ્નો માટે મૂહુર્ત જોવું પડતું નથી. લગ્નો આ દિવસે પુષ્કળ થાય છે.
ભારતના સુપ્રસિદ્ધ મંદિર બદ્રીનાથમાં પ્રભુના દ્વાર આજે ખુલે છે.
ભગવાનના દસ અવતારોમાં ભગવાન પરશુરામનો છઠ્ઠો અવતાર ગણાય છે. ત્રેતાયુગમાં ૠષિ જમદગ્નિ અને માતા રેણુકા દ્વારા પરશુ એટલે ફરસી ધારા ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ સુદી ત્રીજના દિવસે થયો હતો. જે સાત મહાપુરૂષોને ચિરંજીવી માનવામાં આવે છે તેમાં પરશુરામનો સમાવેશ થાય છે.
કેરાલાના દરિયાકાંઠા વિસ્તારને પરશુરામ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
મહાભારતમાં કર્ણ પરશુરામ પાસે યુદ્ધકળા શીખ્યો હોવાનો ઉલ્લેખ છે.
ભગવાન ગણપતિને પરશુરામના અવતાર રૂપે માનવામાં આવ્યા છે. અખાત્રીજ કુંભદાન માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. વણજોયું મુહૂર્ત વૈશાખ સુદી ત્રીજનો દિવસ માનવામાં આવ્યો છે. જેમ દિવાળીના તહેવારોમાં લક્ષ્મીપૂજન થાય છે તેમ અખાત્રીજ એ લક્ષ્મીજીની ચંચળતાને હંમેશ માટે શાંત અને સ્થિર કરવાનું પર્વ ગણવામાં આવે છે.
અક્ષય તૃતીયાના દિવસે જે કામ કરીએ તેનો કદાપિ ‘ક્ષય’ થતો નથી. આથી આ દિવસને શ્રેષ્ઠ દિવસ વર્ષનો માનવામાં આવ્યો છે.
આ દિવસે આપણા ઇષ્ટદેવનું ખૂબ જ સ્મરણ કરવું જોઇએ. ૠતુ પરિવર્તનનો આ દિવસ છે. ખેતીવાડી સારા થાય આથી ઉન્નત ભાવના પ્રકટ થાય છે. ખેડૂતો નવા અન્નની પૂજા કરે છે.
લક્ષ્મી માની પૂજાનું આ દિવસે ખૂબ મહત્ત્વ છે. વસંતૠતુ અને ગ્રીષ્મનો સંઘ્યાકાળ એટલે વૈશાખ સુદી ત્રીજ. વિષ્ણુપુરાણ નારદીય પુરાણ ધર્મસુત્ર અને અનેક ધર્મગ્રંથોમાં અખાત્રીજનો ઉલ્લેખ છે. અક્ષય તૃતીયાનો મહિમા ગવાયેલો છે.
ભવિષ્ય પુરાણ મુજબ સઘળા કર્મોનું ફળ અક્ષય થાય, એટલે જ અક્ષય તૃતીયા. રાજસ્થાનમાં વર્ષાને માટે શકુન કાઢવામાં આવે છે. ખેડૂતો આ દિવસને વર્ષનો શુભ દિવસ માને છે. આ તિથીમાં ‘ગંગા સ્નાન’ કરવાથી પુણ્ય મળે છે. આ દિવસે ઘણા શ્રી ગંગાજી માં પીંડદાન કરાવે છે. અક્ષય તૃતીયાને ઘણા પરશુરામ ત્રીજ કહે છે.
અક્ષય તૃતીયા અને સોમવાર અને રોહીણી નક્ષત્ર આવે તો ઉત્તમ ગણાય છે. કોંકણ અને ચિટલૂનનાં પરશુરામનાં મંદિરોમાં ધામઘૂમથી ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી થાય છે. પુષ્ટિ માર્ગમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ આજ દિવસે શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.
વૈશાખમાં ખૂબ જ ગરમી પડે છે તેથી આજથી ઉષ્ણકાલીન સેવા શરૂ થાય છે. મંદિરોમાં સફેદ ચંદરવા અને ખસના પડદા બંધાય છે. ઠાકોરજીને મલમલના આછા રંગના વસ્ત્રો ધરાવવામાં આવે છે. મોતીના અને ફુલના આછા શૃંગાર થાય છે. શ્રી ઠાકોરજીને ચંદન સમર્પવામાં આવે છે. શીતલ સામગ્રીનો ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવે છે.
શ્રીજી બાવાને ચંદનની એક ગોટી હૃદય ઉપર બે ગોટી બે શ્રીહસ્ત ઉપર અને બે ગોટી, ચરણારવંિદ ઉપર ધરાવાય છે.
‘પ’નો (શરબત) સતુવા, ટેટીના બીજના અને ચારોળીના લાડુ દહીંભાતની સામગ્રી આરોગવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તિથીઓ ચંદ્રમાં અને નક્ષત્રોની ગતિ મુજબ બને છે. જેમ જેમ ચંદ્ર માની કળા વધે કે ઘટે તેવી જ રીતે તિથીઓ વધે કે ઘટે છે. એકમથી લઈને અમાવાસ્યા પૂનમ વગેરે બધી જ તિથીઓમાં વધ-ઘટ થતી રહે છે. પરંતુ અક્ષય તૃતીયામાં ‘ક્ષય’ નથીતેમાં વધઘટ ન આવે.
માન્યતા મુજબ ‘સતયુગ’ની શરૂઆત આજ દિવસથી થઈ મનાય છે. એક વખત રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને ‘અખાત્રીજ’નો મહિમા પૂછ્‌યો હતો.
પ્રભુએ જણાવ્યું હતું કે આ વૈશાખ સુદી ત્રીજના દિવસના પૂર્વાધમાં જો યજ્ઞ, દાન, તપ અને પુણ્ય કરવામાં આવે તો તેનું ફળ ‘અક્ષય’ મળે છે. જૈન સંપ્રદાયમાં આ દિવસનું અધિક મહત્ત્વ છે.
પ્રથમ તિર્થકર આદીનાથ ભગવાનની એક વર્ષની કઠિન તપસ્યાને અંતે આજ દિવસે શ્રેયાંસકુમારે (જે પ્રભુના પ્રપૌત્ર હતા) શેરડીના રસ દ્વારા પારણુ કરાવ્યું હતું. અખાત્રીજના પવન ઉપરથી આગામી વર્ષાૠતુના સંકેત મળે છે. આ વર્ષનો વચલો દિવસ મનાય છે. અક્ષય તૃતીયામાં મંદિરોમાં પદ કીર્તન ગવાય છે.
અક્ષય તૃતીયા શુભ દિન નીકો ચન્દન પરેરત નવલ કિશોર ।
ઉજ્જવલ વસન સો રાજત ફેંટાકે જાકે છટછોર ।।
કેસર તિલક માલ ફૂલનકી પહેરે ઠાડે રંગ ભરે ।
આસપાસ જુવતિજન શોભિત ગાવત મંગલગીત ખરે ।।
મુલકત હૈ થોરે થોરે સે બોલત રસાલ લખીરી ।
અતિ અનુરાગ ભારે મોહન કો કૃષ્ણદાસ તહં દેત હું બીરી ।।
અક્ષય તૃતીયાથી રથયાત્રા સુધી માટીના કુંજા, રાજભોગમાં આવે છે.
કુંજાને સફેદ મલમલના વસ્ત્રોથી સંગારવામાં આવે છે. આમ ‘અખાત્રીજ’ ઉપર ઠાકોરજીને અવનવા ‘સાજ’ ધરવામાં આવે છે.
- બંસીલાલ જી. શાહ

 
Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved