Last Update : 19-April-2012, Thursday

 

‘મને પ્રેરતા ઓ તારક વૃંદ આ હું આવ્યો રે ઓ દુઃખ ડૂબ્યા જગજગ આ હું આવ્યો રે’

- વિમર્શ
 

મગધમાં આવેલ કપિલવસ્તુના એ રાજકુમાર ગૌતમ એક મહોત્સવમાં ભાગ લેવા માટે નીકળ્યા છે. ત્યાં માર્ગમાં તેમની નજર એક વૃદ્ધ માણસ ઉપર પડે છે. વયથી જર્જરિત થયેલા તેના દેહને જોતાં તેમનું હૃદય દ્રવી ઉઠે છે. થોડેક આગળ જતાં એક રોગી તેમને જોવામાં આવે છે. વળી પાછા તે વિચારમાં પડી જાય છે. ત્યાં તો બાજુમાંથી એક મૃતકને લઈ જતા કેટલાક માણસો નીકળે છે. ગૌતમ વિમાસણમાં પડી જાય છે ત્યાં તો સામેથી આવતો એક સંન્યાસી તેમની નજરે પડે છે. ગૌતમે ચાર વિવિધ દ્રશ્ય જોયાં. દરેક વખતે તેમણે સારથિને તે વિશે પૂછ્‌યું. સારથિએ સંકોચ સાથે તેમને યથા-તથા ઉત્તર આપી દ્રશ્યોના અર્થ સમજાવ્યા. ગૌતમના મનમાં સંસારના સ્વરૂપ વિસે વિચારો આવવા લાગ્યા. તેમને લાગ્યું કે મનુષ્યના જીવનનો જો આ જ અંત હોય તો તે કેમ સ્વીકાર્ય બની શકે ? શું આ બધાથી મુક્ત અવસ્થા ન હોઈ શકે ? સંન્યાસી શું મુક્ત હશે ? તેના મુખ ઉપર પ્રસન્નતા દેખાતી હતી. તેમણે મનોમન કંઈ નિર્ણય લીધો અને સારથિને મહેલ તરફ વાળવા સૂચના આપી.
મહેલ ઉપર આવીને તેઓ અંદર ન જતાં ઉદ્યાનમાં આંટા મારવા લાગ્યા. તેમના વર્તનમાં બેચેની વર્તાતી હતી. તે સમયે પશ્ચિમાકાશમાં સૂર્ય ઢળી રહ્યો હતો અને તેનાં અસ્ત પામતાં કિરણોની આભાથી આકાશ રક્તવર્ણું બની ગયું હતું. બગીચામાં પવન ફૂંકાઈ રહ્યો હતો તેનાથી વૃક્ષોની ડાળીઓ આમ તેમ ડોલતી હતી. ક્યાંક ક્યાંક ઝાડની ડાળીઓના તૂટવાના અવાજ આવતા હતા. રાતના ઓળા લંબાતા લંબાતા પૃથ્વી ઉપર પથરાઈ રહ્યા હતા. અંધકાર વધતાં આકાશમાં તારાઓ ઉભરાવા લાગ્યા હતા. તારાઓને જોતાં ગૌતમના ચિદાકાશમાંથી અવાજ ઉઠ્યો ઃ
‘મને પ્રેરતા ઓ તારક વૃંદ આ હું આવ્યો રે
ઓ દુઃખ ડૂબ્યા જગજન આ હું આવ્યો રે’
અને ગૌતમ ઊંડા વિચારમાં ઊતરી ગયા.
ત્યાર પછીના થોડાક દિવસો ગૌતમના મનમાં સતત ચંિતન ચાલ્યા કરે છે. મનોમંથન થયા કરે છે. ત્યાં એક રાત્રે ગૌતમની ઊંઘ ઊડી ગઈ. શયનખંડમાં યશોધરા અને પુત્ર રાહુલ ગાઢ નિદ્રામાં હતા. ગૌતમ શયનખંડ છોડીને ઝરૂખામાં આવે છે. રાત ગાઢ બનતી જતી હતી. મહેલ આખો સૂમસામ હતો. રાત્રિનો નિઃશબ્દ અવાજ જાણે ગૌતમને કંઈ કહી રહ્યો હતો. સામે પથરાયેલા અસીમ આકાશ સામે ગૌતમને જોઈ રહ્યા હતા. ત્યાં તો થોડીક વારમાં આકાસમાં ખીચોખીચ તારાઓથી ભરેલી આકાસગંગા સ્પષ્ટ વર્તાવા લાગી. ક્યાંય સુધી લંબાયેલા તારાઓના એ પ્રવાહને ગૌતમ જોતા જ રહ્યા. ત્યાં અંતરમાંથી અવાજ આવ્યો ઃ માર્ગ તો છે; ભલે પછી તે લાંબો હોય.
ગૌતમ વિચારે છે ઃ આ જ યૌગ્ય સમય છે. હવે મહેલમાં ઝાઝા દિવસો રહેવાનો અર્થ નથી. પિતાને તો પૂછી લીઘું. તેમણે તો સદંતર ના પાડી. ગૌતમી માને પૂછવા જાઉં તો તે તો ભાંગી જ પડે. યશોધરા સાથે બે-ત્રણ વાર વાત કરવા પ્રયાસ કર્યો પણ કોમલ પુષ્પ જેવી યશોધરા વજ્ર જેવા આ કુઠારાઘાતને નહિ જીરવી શકે તે વિચારથી હું એક સબ્દ પણ બોલી શક્યો નહિ. રાહુલ સામે જોઉં છું તો તે મારી સામે હાથ ઉછાળીને જાણે તે મને ઉંચકી લેવાનું કહે છે અને હું ઢીલો પડી જાઉં છું.
તો બીજી બાજુ સકળ સંસાર મને પોકારીને કહી રહ્યો છે ઃ તું તારામાંથી બહાર નીકળીને અમને ઉગારી લે. અમે યુગોથી પીડાઈએ છીએ. અમને સુખ-શાંતિને માર્ગે દોરી જા. તારાઓથી ખીચોખીચ ભરેલી આકાશગંગા જાણે મને આમંત્રી રહી છે; ચાલ્યો આવ. પૃથ્વીનો પથ તારા માટે નથી. તારું સ્થાન ઊંચે, અતિ ઊંચે અમારા ઉપર છે - અમારા સાથમાં છે. અને યુવરાજ ગૌતમે નિર્ણય લઈ લીધો ઃ આ જ બરોબર સમય છે. મારે નીકળી જવું જોઈએ. મહેલની સુંવાળી શૈયામાં સૂતાં સૂતાં મુક્તિનો માર્ગ નહિ મળે.
ગૌતમકુમારે હળવેથી દાસને જગાડ્યો અને સારથિને બોલાવી લાવવા સૂચના આપી. સારથિ આવી જતાં રાજકુમારે કોઈને ય ખબર ન પડે તેમ રથને મહેલની પાછળના ભાગમાં લઈ આવવા સૂચના આપી. વિમાસણમાં પડેલો સારથિ મૂંઝાતો-ગભરાતો મહેલની પાછળના ભાગમાં આવીને ઊભો રહી ગયો.
યુવરાજે નીકળતા પહેલાં ભાવભીની આંખે પોતાની પત્ની યશોધરાને જોઈ. પછી તેઓ પુત્ર રાહુલના મરક મરક થતા મુખ સામે જોઈ રહે છે અને છેવટે મન મક્કમ કરીને કુમાર ગૌતમ શયનકક્ષ છોડીને બહાર આવે છે. માતા-પિતાના ખંડની બહાર પળ-બેપળ માટે થોભે છે. ત્યાં ખંડના ઉંબરને પોતાનું મસ્તક અડાડીને વંદે છે અને તુરત જ ત્યાંથી નીકળીને મહેલની પાછળ ઊભા રહેલા રથમાં આવીને બેસી જાય છે. ત્યારે તેમની આંખ સહેજ ભીની થયેલી લાગે છે.
ગામથી કેટલેક દૂર ગયા પછી યુવરાજ રથને ઊભો રાખવા માટે સારથિને કહે છે. રથ ઊભો રહેતાં ગૌતમ નીચે ઉતરે છે અને પોતાના આભૂષણો સારથિને આપીને રથ પાછો લઈ જવા સૂચના આપે છે.
વાતનો ઇશારો વર્તી જતાં સારથિ રડતાં
રડતાં યુવરાજને રોકાઈ જવા વિનવે છે ત્યારે ગૌતમ કહે છે ઃ
‘જો ચારેય બાજુ બઘું સળગી રહ્યું છે. આગ હવે છેક મારા સુધી આવી પહોંચી છે. આ આગમાં હવે મારાથી રહી શકાય તેમ નથી.’
સારથિ કહે છે, ‘કુમાર ! મને તો આગ ક્યાંય દેખાતી નથી. કશું સળગતું લાગતું નથી.’
યુવરાજે કહ્યું, ‘માટે તો તું અહીં રહી શકે છે. મને તો આગ દેખાય છે. હું આગની લપટોથી દાઝું છું તેથી હું નાસી જાઉં છું. હવે તું પાછો વળી જા. મારા કહ્યા પ્રમાણે બધાને મારા સંદેશાઓ પહોંચાડજે.’
‘અને આ તારી ભેટ-’ એમ કહીને યુવરાજે પોતાના ગળામાંથી હાર કાઢીને સારથિના હાથમાં મૂકી દીધો.
કપિલવસ્તુના યુવરાજ રાજકુમાર ગૌતમનું આમ મધરાતે સંસાર છોડીને નીકળી જવાનું પ્રસ્થાન જગતના ઇતિહાસમાં બુદ્ધના મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે. ગૌતમનું આ મહાભિનિષ્ક્રમણ સત્યની શોધ માટે હતું - માનવજાતના દુઃખ નિવારણ માટે હતું. અને અંતે તે સફળ રહ્યું. ગૌતમને મુક્તિનો માર્ગ મળી ગયો જે તેમણે સર્વને માટે સુલભ કરી આપ્યો. આ માર્ગ ઉપર ચાલીને કેટલાય લોકોએ નિર્વાણની પ્રાપ્તિ કરી - દુઃખથી મુક્તિ મેળવી. આજે પણ આ માર્ગ ખૂલ્લો છે જો આપણા હૈયામાં મુક્તિ માટેની ઝંખના હોય તો.
- ચંદ્રહાસ ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved