Last Update : 19-April-2012, Thursday

 

મકાન બાંધવા રૃા. ૮૫ લાખની રાષ્ટ્રપતિની માગણીને નકારાઈ

ખચકાતા મને ગૃહ વિભાગે વિક્રમજનક રૃા. ૨૦ લાખની રકમને મંજૂરી આપી

નવી દિલ્હી, તા. ૧૮
દેશના સર્વોચ્ચ પદે બિરાજેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના એક મોટા અપમાન સમાન કિસ્સામાં મકાન બનાવવા માટે તેમણે માગેલા રૃા. ૮૫ લાખની વિનંતિને ગૃહ મંત્રાલયે ઠુકરાવી દીધી છે. અલબત્ત, તેની સાથે એક વિક્રમ કહી શકાય તેમ મંત્રાલયે રૃા. ૨૦ લાખની ફાળવણીને મંજૂરી આપી છે. નિવૃતિ પછી મકાન બનાવવા માટે પૂનામાં તેમને અપાયેલી જમીનનો વિવાદ ચાલુ છે પણ પ્લોટ ફાળવવામાં કશું ખોટુ થયો હોવાનો ઈનકાર રાષ્ટ્રપતિ ભવને કર્યો છે.
ગૃહ પ્રધાન પી. ચિદંબરમે પ્રજાસત્તાકના ઈતિહાસમાં વિક્રમ કહી શકાય એટલા રૃા. ૨૦ લાખ રાષ્ટ્રપતિને મકાન બનાવવા માટે ફાળવી આપ્યા છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓમાં એપીજે અબ્દુલ કલામને મકાન બનાવવા માટે રૃા. ૬.૫૦ લાખ, કે આર નારાયણનને રૃા. ૪.૫૦ અને શંકર દયાલ શર્માને રૃા. ફકત ૧.૫૦ લાખ અપાયા હતાં.
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને પૂનાના ખડકી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં અપાયેલા વિશાળ પ્લોટની ફાળવણીમાં કશું ખોટુ થયુ હોવાનો ઈનકાર રાષ્ટ્રપતિ ભવને કર્યો છે. જુલાઈ મહિનામાં તેઓ નિવૃત થાય છે.
સેનાના કર્મચારીઓ માટે મકાનોની અછત છે ત્યારે લશ્કરની પાંચ એકર વિશાળ જમીન રાષ્ટ્રપતિને ફાળવી આપવાનું ગેરવાજબી હોવાની ઝૂંબેશ કેટલાંક નિવૃત સૈનિકોએ ચાલુ કરી હોવાથી રાષ્ટ્રપતિ ભવને નિવેદન જારી કર્યું હતું.
રાષ્ટ્રપતિના ઓફિસર ઓન સ્પેશ્યિલ ડયુટી (પીઆર) અર્ચના દત્તાના હસ્તાક્ષર સાથેના નિવેદનમાં જણાવાયુ હતું કે કોઈ ગેરરીતી આચરાઈ નથી. રાષ્ટ્રપતિને તેમના જીવનકાળ દરમિયાન ઉપયોગમાં લેવા માટે જમીન ફાળવી અપાઈ છે અને તે જમીન સંરક્ષણ મંત્રાલયની માલિકીની જ રહેશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved