Last Update : 19-April-2012, Thursday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
(1) તમને જો વિમાનમાંથી ફોટા પાડવાનો શોખ હોય તો આ શોખ પોસતા નહીં. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ આની સામેનો નિયમ જાહેર કર્યો છે. આ ઉપરાંત કોકપિટમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
(2) રામ રાખે તેને કોણ ચાખે? જલંધરમાં કારખાનું તૂટી પડયું તેના ૫૫ કલાક બાદ એક તરુણને હેમખેમ બહાર કઢાયો છે. આ દુર્ઘટનાનો મરણાંક ૯ થયો છે.
(3) ઓડિશામાં અપહ્યત ધારાસભ્યને છોડાવવા માઓવાદીઓને મુક્ત કરવા સામે સેનાના એક પૂર્વ અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
(4) આરુષી હત્યા કેસમાં આરુષીની માતા નુપૂર તલવારના બિનજામીનપાત્ર વૉરંટની મુદત ૩૦ એપ્રિલ સુધી વધારી છે.
(5) ટેટ્રા કૌભાંડ કેસમાં સીબીઆઈએ સેનાના બે પૂર્વ અધિકારીના ઘરે દરોડા પાડયા છે.
(6) સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને પ્રતીક ફાળવવા અંગે ચૂંટણી પંચના આદેશને માન્ય રાખ્યો છે. આ આદેશ મુજબ રાજ્ય કક્ષાના પક્ષના બે સભ્યો વિધાનસભામાં, એક સભ્ય સંસદમાં અને ચોક્કસ પ્રમાણમાં મતો મળેલા હોય તો જ તેને માન્યતા મળે અને પ્રતીકની ફાળવણી થાય.
(7) મુંબઈમાં સિગ્નલ કેબિનમાં આગ લાગતા લોકલ ટ્રેનો મોડી ચાલી હતી. આના પરિણામે લાખો મુસાફરો રઝળી પડયા હતા.
(8) અમેરિકામાં ઝડપાયેલ ત્રાસવાદી ડેવિડ હેડલીની પત્ની જેની પાસે ૨૦૦૮ના મુંબઈ હુમલાની અગત્યની માહિતી હોવાનું કહેવાય છે, તેના પ્રત્યાર્પણ માટે ભારતે મોરક્કોને વિનંતી કરી છે.
(9) મુખ્યમંત્રીઓ લોકોને મળે એ નવી વાત નથી. પ્રાચીન કાળમાં તો રાજાઓ ગુપ્ત વેશે નગરની મુલાકાતે નીકળતા જેથી તેમને લોકોના વાસ્તવિક પ્રશ્નોની ખબર પડતી. હવે જોકે એવું તો મુખ્યમંત્રી કે વડાપ્રધાન નથી કરતા પણ ઉત્તર પ્રદેશના નવા યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવે જનતા દરબાર શરૃ કર્યો છે, જેમાં તેઓ દર બુધવારે લોકોની સમસ્યા જાણશે.
(10) મુંબઈમાં ડબ્બાવાળાઓ તેમની ટિફિન સેવા માટે જાણીતા છે. તેમણે પશ્ચિમ રેલવેને લોકલ ટ્રેનના બે ડબ્બા તેમના માટે અનામત રાખવાની વિનંતી કરી છે.

આંતરરાષ્ટ્રીય
(1) હનીમૂન મૂક પડતું અને ઘરે પાછો આવી જા. પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ તેમના દીકરા અલી મુસાને આવું જ કહેવું પડયું છે કારણ કે મુસા ઈફેડ્રિનની આયાતના ગોટાળામાં ફસાયો હોવાનું બહાર આવ્યું છે.
(2) જુલિયન અસાંજે યાદ છે? અમેરિકાના ગુપ્ત કેબલ બહાર પાડીને વિશ્વનાં રહસ્યો છતાં કરનાર વિકિલિક્સનો સ્થાપક એ જ અંસાજે. તેણે હવે ટીવી પર પદાર્પણ કર્યું છે. તે એક ચૅટ શૉ કરશે. તેમાં તેણે સૌ પ્રથમ મહેમાન તરીકે હિઝબુલ્લાના નેતાને બોલાવ્યો છે. શૉનું નામ છે - 'વેર્લ્ડ ટુમોરો' જે રશિયામાં આર ટી ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થાય છે.
(3) પાકિસ્તાનમાં હિન્દુ કન્યાઓનાં અપહરણ કરી તેમનું ધર્માંતર કરાય છે તે મુદ્દે ત્યાંના હિન્દુ સમાજમાં આક્રોશ છે. પણ ત્યાંની સુપ્રીમ કોર્ટે ત્રણ હિન્દુ યુવતીઓને કહ્યું છે કે તેમનું ભાવિ તેઓ જ નક્કી કરે કે તેમને ક્યાં રહેવું છે. આ યુવતીઓને બળજબરીથી મુસ્લિમ બનાવી તેમનાં લગ્ન મુસ્લિમ યુવકો સાથે કરાયાં હોવાનો આક્ષેપ છે. યુવતીઓએ તેમના પતિ સાથે જ રહેવા જણાવ્યું છે.
(4) ઓસામા બિન લાદેનની ત્રણ પત્નીઓ અને નવ બાળકોના 'બહોળા' પરિવારને પાકિસ્તાનમાંથી દેશપાર કરવાનું મોકૂફ રખાયું છે કારણકે એક પત્નીના ભાઇ પાસે પાસપોર્ટ નહોતો.
(5) અમેરિકાના સૈનિકો ક્યારેક સખણા નથી રહેતા. કેટલાક સૈનિકોએ ૨૦૧૦ના વર્ષમાં કથિત અફઘાન બળવાખોરોના મૃતદેહો સાથે કરેલા દુર્વ્યવહારની તસવીરો બહાર આવતા તેની અમેરિકાએ ટીકા કરી છે.
(6) અગાઉ આ કૉલમમાં લખ્યું હતું કે ચીનમાં બ્રિટીશ વેપારી નૈલ હેવૂડના મોત અંગે બ્રિટને મૌન સેવવાનું મુનાસીબ માન્યું છે. પરંતુ એકાએક બ્રિટનની સરકાર જાગી છે અને તેણે ચીન પર આ વેપારીના મોત અંગે માહિતી આપવા દબાણ કર્યું છે.
(7) દેશ બહાર જવાની દરખાસ્ત છતાં ૨૪ વર્ષ સુધી પોતાના દેશમાં જ રહેનાર મ્યાનમારનાં નેતા આંગ સાન સૂ કી હવે નોર્વે અને બ્રિટનની મુલાકાતે જનારાં છે.
(8) ઉત્તર કોરિયાએ કહ્યું છે કે અમેરિકા સાથે થયેલી પરમાણુ કાર્યક્રમ અંગેની સંધિ પડતી મૂકશે. આ સંધિ મુજબ ઉ.કોરિયા યુરેનિયમ સમૃદ્ધિ, પરમાણુ પરીક્ષણ અને લાંબી રેન્જની મિસાઇલનું પરીક્ષણ અટકાવી દેવાનું હતું.
(9) ઑસ્ટ્રેલિયાનાં વડાં પ્રધાન જુલિયા ગિલાર્ડે કહ્યું છે કે ઑસ્ટ્રેલિયા અફઘાનિસ્તાનમાંથી તેના દળો નિર્ધારિત સમય કરતાં એક વર્ષ વહેલા પાછા ખેંચી લેશે.
(10) ઈસ્ટ તિમોરનાં પ્રમુખ તરીકે સેનાના પૂર્વ વડા જૉસ મારિયા વાસ્કોન્કેલોસ ચૂંટાઇ આવ્યા છે. બાય ધ વે, ઈસ્ટ તિમોર ઈન્ડોનેશિયાની દક્ષિણ-પૂર્વ તરફ આવેલો દેશ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved