Last Update : 19-April-2012, Thursday

 

માર્ગ પહોળો થશે પરંતુ તેનું પ્રાકૃતિક સૌંદર્ય હણાઈ જશે
જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા પાંચ હજાર વૃક્ષોનું નિકંદન

આંબાથી ખીજડા સુધીના ૫૭ જાતિના વર્ષો જુના વૃક્ષોના અંતનો આરંભઃ પ્રકૃતિપ્રેમીઓમાં રોષ

જૂનાગઢ, તા.૧૮
સૌરાષ્ટ્રમાં જેતપુર- સોમનાથ વચ્ચેના માર્ગને ફોર ટ્રક બનાવવા માટે વર્ષો જૂના પાંચ હજાર વૃક્ષોને કાપી નાખવામાં આવશે. સોમનાથ મહાદેવના દર્શને જતા લાખ્ખો યાત્રિકોએ આ માર્ગ ઉપર ઘટાટોપ વૃક્ષોથી હરિયાલી ઔર રાસ્તા જેવું આકર્ષણ અનુભવ્યુ હશે પરંતુ હવે ટુંક સમયમાં આ રસ્તો પહોળો તો બની જશે પરંતુ તેની બંને બાજુએ વૃક્ષોની હારમાળા જોવા નહીં મળે.
રાજકોટ અને જૂનાગઢ જિલ્લાને ફોર ટ્રેકથી જોડતા જેતપુર- સોનાથ વચ્ચેના પ્રોજેક્ટ માટે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક મકાન, દુકાનો ઉપરાંત પાંચ હજારથી વધુ વૃક્ષો નડતરરૃપ બનતા તેને કાપી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વૃક્ષો વર્ષો જૂના છે. જેમાં ૧૯૭૯માં જેતપુરથી જૂનાગઢ વચ્ચે રોડની બંને બાજુએ વાવવામાં આવેલા ખીજડો, લીમડો, સુબાવળ, પીપળો, અરડૂસી, ગરમાળો, ગુલમહોર, આંબલી, ખેર સહિતના ૩૫ જાતના ૨૭૪૩ વૃક્ષો કાપવામાં આવશે. આ ઉપરાંત સોમનાથ- વેરાવળ બાયપાસ ઉપર '૯૩માં વાવેલા સરૃ, સરગવો, નાળિયેરી, પીપળ, આંબા સહિતના ૨૨ જાતિના ૨૧૨૨ વૃક્ષોના પણ હવે આખરી દિવસો ગણાઈ રહ્યા છે.
કુલ ૫૭ જાતિના પાંચ હજાર વૃક્ષો કાપીને જેતપુર-સોમનાથનો રોડ ત્રણ વર્ષમાં પહોળો બનાવવામાં આવશે. જેનાથી પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. ૧૮થી ૩૨ વર્ષની વયના ઘેઘૂર વૃક્ષોને આટલી મોટી સંખ્યામાં કાપવા માટે મંજૂરી પણ લેવાઈ ગઈ છે.
સામાજીક વનીકરણ વિભાગના અધિકારીએ જણાવ્યું કે જે વૃક્ષોને કાપવા માટે મંજૂરી અપાઈ છે તેના કરતા બમણા ઉગાડવાની શરત રાખવામાં આવે છે, ઉપરાંત આ માટેનો ચાર્જ પણ વસૂલ કરવામાં આવે છે.
નેશનલ હાઈ વે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના મેનેજર (ઈન્ચાર્જ) મેહુલ ભટ્ટ જણાવ્યું કે જેતપુર- સોમનાથ ફોર ટ્રેક પ્રોજેક્ટ ટોલવેયઝ કંપની હસ્તક છે, ૧૨૭ કિલોમીટરના માર્ગ ઉપર બીઓટીના ધોરણે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં ૫૦૦ હેકટર જમીન સંપાદિત કરવાની થાય છે જેમાં વૃક્ષો કાપવા માટે નિયમ મુજબ મંજૂરી મેળવવામાં આવી છે.
સોમનાથ જતા યાત્રિકો માટે આ માર્ગ ફોર ટ્રેક થાય છે તે આનંદના સમાચાર છે પરંતુ પાંચ હજારથી વધુ વૃક્ષો કપાઈ જાય તે આઘાત આનંદ કરતો વધારે તીવ્ર છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved