Last Update : 19-April-2012, Thursday

 

SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ

ગેસ એજન્સીઓ મોબાઇલ કંપનીઓની મીલીભગતમાં પરેશાન થતા ગ્રાહકો કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદારોની ગંભીર બેદરકારી

નડિયાદ,તા૧૮
ધરેલું ગેસના સિલિન્ડરોની એસ એમ એસથી ફરિયાત નોંધણી કરાવવાનો કોઈ નિયમ ન હોવા છતાં ખેડા જિલ્લામાં ગેસ વિતરકો ધ્વારા આ માટે ફરજ પાડવામાં આવી રહી છે.જિલ્લાના કપડવંજ, ડાકોર, ઠાસરા,મહેમદાવાદ, મહુધા ,નડિયાદ, બાલાસિનોર,વિરપુર તથા કઠલાલ વગેરે જેવા સ્થળોએ ગેસ એજન્સીઓ ધ્વારા અત્યારે એસ એમ એસ સિવાય સિલિન્ડરોની નૌંધણી ન કરતા ગેસધારકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.નવાઈની વાત તો એ છે કે ગેસ વિતરકો ધ્વારા નિયમોના બહાને ગ્રાહકોની હેરાનગતિ કરવામાં આવતી હોવાનું જિલ્લા પુરવઠાં તંત્ર અને મામલતદાર કચેરીના અધિકારીઓ વાકેફ હોવા છતાં કોઈ પગલાં ન ભરતા ગેસધારકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગેસ એજન્સીઓ અને ખાનગી મોબાઈલ કંપનીઓ વચ્ચેના મેળાપીપણામાં અત્યારે તો ગેસધારકો લૂંટાય છે. જ્યારે લંબંધિત સત્તાધીશો મૌન બની તમાશો જોઈ રહ્યા છે.
ખેડા જિલ્લાના કપડવંજ નગર અને તાલુકામાં ગેસ એજન્સીઓ ધ્વારા ગેસધારકોને ફરિયાત એસ એમ એસથી નૌધણી કરાવવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી એ પછી પણ જિલ્લા પુરવઠા તંત્ર અને મામલતદાર જેવા જવાબદાર અધિકારીઓ આવી એજન્સીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં નિષ્ફળ નિવડયા છે.તેથી હવે ડાકોર, ઠાસરા, મહેમદાવાદ, મહુધા, ખેડા, માતર, કઠલાલ, બાલાસિનોર અને વિરપુર, વગેરે જેવા સ્થળોએ પણ હવે એસ એમ એસ સિવાય ગેસ સિલિન્ડરો ની નૌધણીનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.
વાસ્તવમાં આવો કોઈ નિયમ નથી.છતાં નિયમના બહાને ગેસધારકોની અજ્ઞાાનતાનો લાભ લઈ તેનો જડતાપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે. રોજરોજ જિલ્લાની વિવિધએજન્સીઓ ઉપર હજારો ગેસધારકો ધરેલું ગેસના બોટલો નોંધાવવા રૃબરૃ જાય છે. અથવા પોતાના લેન્ડ લાઈન કે મોબાઈલ ફોનથી નોંધણી કરાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગેસ વિતરકો ધ્વારા આ રીતે તેમના બોટલો નોંધવાનો ઈન્કાર કરવામાં આવે છે. નડિયાદ તથા ડાકોરમાં બુધવારે ગેસધારોકએ ફોનથી ઘરેલું ગેસ નોંધાવવાનો પ્રયાસ કરતા નોંધણી નકરાઈ હોવાની ફરિયાદ ગ્રાહકો ધ્વારા કરાઈ છે.
હકીકતમાં આવી ખોટી સિસ્ટમને રોકવાની જવાબદારી જિલ્લા કલેકટરથી માંડી જિલ્લા પુરવઠા અધિકારી તેમની કચેરીના અધિકારીઓ ઉપરાંત તાલુકા મામલતદાર અને નાયબ પુરવઠા મામલતદારોની જવાબદારી છે. છતાં આ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. તેવો આક્રોશ ગ્રાહકો ધ્વારા વ્યક્ત થઈ રહ્યો છે.
ગ્રાહકો જણાવે છેકે ઘરેલું ગેસની નોંધણી માટે એક એસએમએસ કરીએ તો ચારથી પાંચ રૃપિયા જેટલું બેલેન્સ કપાય છે.
ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને આ પોષાતુ નથી. ગેસ એજન્સી અને તેના વિતરકો ખાનગી મોબાઈલ કંપનીઓ સાથે સાંઠગાંઠમાં ગ્રાહકોને લૂંટવાનો આ કારોબાર ચાલી રહ્યો છે. જો સત્તાવાળાઓ ધ્વારા ટુંક સમયમાં આ સિસ્ટમ બંધ કરાવવામાં નહિ આવે તો ગેસ ધારકો ધ્વારા ન છુટકે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

મોબાઇલ નંબર નોંધાવ્યો હોય તેનાથી જ એસએમએસ કરવાનો !
નડિયાદ,તા.૧૮
ઘરેલુ ગેસની ફરિયાદ એસએમએસથી નોંધણી કરાવવાની સિસ્ટમ ગેસધારકો માટે નુકસાન કારક છે. નડિયાદમાં સરદાર પટેલની પ્રતિમાં પાસે આવેલી એક એજન્સીમાં આ અંગે તપાસ કરતા ફોન કરનાર મહિલાએ ગ્રાહકને પોતાનો મોબાઈલ નંબર સબમીટ કરાવવા જણાવ્યું હતું. એટલેકે ગ્રાહક ગેસ એજન્સીમાં જે મોબાઈલ નંબર સબમીટ કરાવે તે નંબર પરથી જ એસએમએસ કરવો પડે જો કોઈ ગ્રાહક બીજા નંબર થી એસએમએસ કરેતો પણ ગેસ સિલિન્ડરની નોંધણી કરાતી નથી. ખેડા જિલ્લામાં જિલ્લા પુરવઠા અને મામલતદાર તંત્રની મીઠી નજર નીચે એસએમએસથી ફરજિયાત ગેસની નોંધણીનો કારોબાર કેવો ફૂલ્યો ફાલ્યો છે, તેનું આ વરવું ઉદાહરણ છે.

 

બે ફોન નંબર પર ફરિયાદ કરી શકાશે
નડિયાદ,તા.૧૮
આ પ્રશ્ને બુધવારે નડિયાદ કલેકટર કચેરીમાં જિલ્લા પુરવઠા તંત્રનો સંપર્ક કરાતા હેડકલાર્કે જણાવ્યું હતું.કે ગેસ સિલિન્ડરની એસએમએસની નોંધણી કરાવવાનો નિયમ ફરજિયાત નથી વધુમાં તેઓએ કહ્યું હતું કે કોઈ એજન્સી ગ્રાહકને આવી ફરજ પાડતી હોવાની કોઈ ફરિયાદ અમને મળી નથી. છતાં જો કોઈ ગેસ વિતરક ફરજિયાત એસએમએસથી બોટલ નોંધાવવાની જો હુકમી કરે તો જિલ્લા પુરવઠા અધિકારી મો.નં.૭૬૯૮૪૫૯૨૦૪ અથવા ઓફિસનો નં.૦૨૬૫-૨૫-૫૧૯૯૮ ઉપર અથવા તો જેતે તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved