Last Update : 19-April-2012, Thursday

 

રિઝર્વ બેંક દ્વારા દામોદરન કમિટિની ભલામણનો સ્વીકાર
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ

બેંકોને તેમના ગ્રાહકોને યુનિક કસ્ટમર આઈડેન્ટિટીફિકેશન કોડ આપવાની સૂચના

ુંબઈ, બુધવાર
હોમ લોનધારકોએ હવે તેમની લોનને એકથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરતી વખતે ચિંતા કરવાની જરૃર નથી. બેંકોમાં કસ્ટમર સર્વિસ વિષે દામોદરન સમિતિની ભલામણો મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ફ્લોટિંગ રેટ સાથેની હોમ લોનના પ્રીપેમેન્ટ ઉપર બેંકો દ્વારા લેવાતી ફોરક્લોઝર ફી અથવા તો ચાર્જીસને નાબૂદ કર્યાં છે. ઉપરાંત, બેંકોને તેમના ગ્રાહકોને યુનિક કસ્ટમર આઈડેન્ટિટીફિકેશન કોડ (યુસીઆઈસી) આપવાની સૂચના રિઝર્વ બેંકે આપી છે.
આરબીઆઈએ કહ્યુ છે કે બેંકોમાં કિંમતની જવાબદારી વિષે તેમના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી એક પારદર્શક નીતિ હોવી જોઈએ અને રૃા. ૧૫ લાખ અને તેનાથી વધારેની સિંગલ ટર્મ અને અન્ય ડિપોઝિટ પરના વ્યાજ દરોના ફેરફારોને ન્યૂનતમ રહે તેની તકેદારી રાખવી જોઈએ.
ભારતના સિનિયર સિટિઝન્સ માટેની ફિકસ્ડ ડિપોઝિટ સિવાય બીજી થાપણો ઉપરના વ્યાજ દરમાંનો ફરક ઓછામા ઓછો રહેવો જોઈએ.
તમામ ગ્રાહકોને યુસીઆઈસી આપવાના પગલાં લેવા માટે પણ બેંકોને આરબીઆઈએ કહ્યુ છે. આવી જ રીતે ચાલુ ગ્રાહકોને એપ્રિલ ૨૦૧૩ના અંત સુધીમાં યુસીઆઈસી આપવાના રહેશે.
ગ્રાહકને ઓળખવામાં, તેને અપાતી સુવિધાઓને જામવામાં, વિવિધ બેંક ખાતાઓમાં થતાં આર્થિક વ્યવહારોને જાણવામાં રિસ્ક પ્રોફાઈલને સુધારવામા અને વધારે સારી સવલત આપવામાં યુસીઆઈસીથી બેંકને મદદ મળશે.
કેટલીક બેંકો આવા યુસીઆઈસીને તૈયાર કરી ચુકી છે ત્યારે બીજી ઘણી બેંકોમાં કોઈ એક ગ્રાહકને ઓળખવા માટે કોઈ ખાસ નંબર નથી.
તમામ ગ્રાહકોને મિનિમમ બેલેન્સ રાખવાની જરૃરિયાત વગર અને ચોક્કસ સમાન સવલતોની સાથે એક બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ઓફર કરવા માટે પણ આરબીઆઈએ બેંકોને કહ્યુ છે.
હકિકતમાં નવેમ્બર ૨૦૦૫માં રિઝર્વ બેંકે સાવ ઓછા અથવા તો ઝીરો બેલેન્સ હોય તો પણ પાયાની બેંકિંગ સેવા ગ્રાહકોને પૂરી પાડવાની સલાહ તેણે બેંકોને આપી હતી. તેનો આશય મહત્તમ લોકોને બેંકિંગ સવલત પૂરી પાડવાનો હતો.
હોમ લોનની સમય પહેલાં ચુકવણી પરનો ચાર્જ નાબૂદ કરવાથી નવા અને હયાત ઋણધારક વચ્ચેનો ભેદભાવ ઘટશે તેમ આરબીઆઈને લાગે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved