Last Update : 19-April-2012, Thursday

 

નવા રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળતા
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે

કર્મચારીઓની સંખ્યા ઘટાડવાથી માંડીને મર્યાદિત વેતન વૃદ્ધિ સુધીના કરકસરના પગલાંઓ ભરવા માટે મ્યુ. ફંડોની તૈયારી

અમદાવાદ, બુધવાર
નવા રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ રહેલો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ કપરાં સમયનો સામનો કરી રહ્યો છે અને માર્ચ, ૨૦૧૨ને અંતે તેની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ઘટીને છેલ્લા ત્રણ વર્ષના તળિયે ઉતરી છે. પરિસ્થિતિને અનુલક્ષીને વિવિધ મ્યુચ્યુઅલ ફંડ્સ તેના કર્મચારીઓની સંખ્યાને ઘટાડવાથી લઈને તેમના પગારમાં મર્યાદિત વૃદ્ધિ આપવાની તૈયારીઓ કરી છે. બીજી કડવી વાસ્તવિકતા એમ છે કે આ પરિસ્થિતિમાં ફંડ હાઉસના ટોચના અધિકારીઓ નોકરી છોડી રહ્યા છે.
ઉદ્યોગ જગતના સંગઠન ધી એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) પાસે ઉપલબ્ધ આંકડાકીય વિગતો અનુસાર માર્ચ, ૨૦૧૨ને અંતે મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ૧૩ ટકા અથવા તો રૃા. ૮૮,૦૦૦ કરોડ ઘટીને રૃા. ૫. ૮૭ લાખ કરોડ થઈ હતી, જે જૂન, ૨૦૦૯ પછીની સૌથી ઓછી છે. ઉપરાંત, છેલ્લાં ૧૨ મહિનામાં માસિક ધોરણે મ્યુચ્યુઅલ ફંડોએ અનુભવેલો આ સૌથી ખરાબ ઘટાડો છે.
ઘણાં ફંડો જ્યારે ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે અને નુકસાન વેઠી રહ્યાં છે ત્યારે તે સમયે આવો ઘટાડો તેમણે સહેવો પડયો છે. છેલ્લાં એક વર્ષમાં ઓછામાં ઓછા ૨૧ મ્યુચ્યઅલ ફંડે તેમની એવરેજ એસેટ અંડર મેનેજમેન્ટમાં ધોવાણને નિહાળ્યું છે.
છેલ્લાં કેટલાંક સમયથી શેરબજાર વોલેટાઈલ રહ્યાં છે અને તેથી ઈક્વિટી માર્કેટમાં નવા રોકાણકારોને આકર્ષવામાં મ્યુચ્યુઅલ ફંડો સંઘર્ષ કરી રહ્યાં છે. તેમની સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) સહિતની ઘણી યોજનાઓ રોકાણકારોને આકર્ષી શકી નથી. વર્તમાન પરિસ્થિતિમાં તેમણે નવી સ્કીમ મૂકવાનું પણ ઓછુ કર્યું છે.
પ્રોફિટ માર્જિન ઘટયા છે તો કેટલાંક ફંડ નુકસાનમાં છે. આથી, તેમણે કર્મચારીઓને નિયમિત કરતાં પણ ઓછો વેતન વધારો આપ્યો છે અને બોનસ આપવાનું બંધ કર્યુ છે. કરકસરના ભાગરૃપે હવે કર્મચારીઓની સંખ્યા ઘટડાવાની વિચારણા કેટલાંક ફંડો કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. એક અહેવાલ અનુસાર છેલ્લાં એક મહિનામાં ઓછામાં ઓછા ચાર ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (સીઈઓ) નોકરી છોડી ગયાં છે.
લિક્વિડ અથવા તો મની માર્કેટ ફંડ્ઝમાંથી રૃા. ૭૬,૫૩૭ કરોડ પાછા ખેંચાઈ ગયા હોવાને કારણે મુખ્યત્વે તેમની એયુએમમાં ઘટાડો થયો હોવાનું સૂત્રો કહે છે. માર્ચ, ૨૦૧૧માં રૃા. ૯૮,૩૦૦ કરોડના રોકાણો મ્યુચ્યુઅલ ફંડમાંથી પાછા લેવાયા હતાં અને તે પછી કોઈ એક મહિનામાં નોંધાયેલો આ સૌથી મોટો ઉપાડ છે.
સૂત્રોના કહેવા પ્રમાણે માર્ચ મહિનામાં આવો આઉટફ્લો ઉદ્યોગ માટે એક સામાન્ય બાબત છે. પ્રસ્તુત મહિનામાં એડવાન્સ ટેક્સ અને કેપિટલ એડિક્વસી (મૂડી પર્યાપ્તતા)ની જવાબદારીઓને સંતોષવા માટે કોર્પોરેટ્સ, બેંકો અને વ્યક્તિગત રોકાણકારો તેમના શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ્સને છોડીને એનકેશ કરતાં હોય છે.
અલ્ટ્રા શોર્ટ ટર્મ ડેબ્ટ ફંડ સહિતના ઈન્કમ ફંડ્સે સળંગ પાંચમા મહિને આઉટફ્લો જોયો હતો અને માર્ચમાં આ કેટેગરીમાંથી રૃા. ૭,૭૦૦ કરોડ છૂટા થયા હતાં. પાંચ મહિના દરમિયાન આ કેટેગરીમાંથી રૃા. ૩૦,૨૦૦ કરોડ જેટલી રકમ બહાર નીકળી છે.
દેખિતી રીતે જ બેંકો અને કોર્પોરેટ્સ તેમની ત્રિમાસિક જરૃરિયાતોને સંતોષવા રોકાણ છૂટા કરતાં હોય છે ત્યારે બજારની સ્થિતિને અનુલક્ષીને નાના રોકાણકારો અન્ય વિકલ્પને અપનાવવા અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડથી વિમુખ થયા હતાં. વળી, બીજા મધ્યમ અને લાંબા ગાળાના સાધનો ઉપર વ્યાજનો દર ઉંચો છે તેથી તેનું આકર્ષણ પણ હતું.
માર્ક ટુ માર્કેટના નુકસાન પેટે પણ ઈક્વિટી ફંડોની મૂડીમાં ૨ ટકા અથવા તો રૃા. ૩,૬૦૦ કરોડનો ઘટાડો થયો હતો. મ્યુચ્યુઅલ ફંડો માટે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ) આશ્વાસનરૃપ હતાં કેમ કે પાછલા વર્ષે તેમાંથી સૌથી ઉંચુ વળતર મળ્યુ હતું અને તેમાં તેઓ રોકાણને આકર્ષી શક્યા હતાં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌથી મોટા અને સારી કામગીરી કરનાર ફંડો પણ કરકસરના પગલાં ભરી રહ્યાં છે. તેમના કર્મચારીઓને તેઓ ૧૦-૧૨ ટકાની વેતન વૃદ્ધિ આપે છે અને પર્ફોરમન્સ લિન્કડ બોનસને પણ ૧૨-૨૦ ટકા સુધી મર્યાદિત રાખે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved