Last Update : 19-April-2012, Thursday

 

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ

ઓટો, ફાર્મા શેરોમાં તેજીઃ બેંક શેરોમાં પ્રોફીટ બુકીંગઃ સેન્સેક્ષનો આરંભિક ૧૬૫ પોઈન્ટનો ઉછાળો અંતે ૩૪ પોઈન્ટ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, બુધવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે વર્ષ ૨૦૧૨-૧૩ માટેની ધિરાણ નીતિમાં રેપો રેટ અપેક્ષાથી બમણો ૦.૫ ટકા ઘટાડયાથી ઉદ્યોગો- બેંકોએ રાહત અનુભવ્યા છતાં હાલ તુરત ધિરાણ દરોમાં ત્વરિત મોટા ઘટાડાની શક્યતા નકારતા અને રિઝર્વ બેંકે પ્રમુખ દરોમાં નવો ઘટાડો ફૂગાવાના જોખમને પરિણામે મુશ્કેલ હોવાના કરેલા નિવેદનની અસરે મુંબઈ શેરબજારોમાં મોટી તેજીમાં સાવચેતી જોવાઈ હતી. એફઆઈઆઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતમાં ઉદ્યોગોને અકળાવતી ઊંચા ધિરાણ દરોની પરિસ્થિતિ હળવી બનવાના સાનુકૂળ પરિબળે સપ્તાહના પ્રથમ દિવસમાં બેંકિંગ, મેટલ, ઓટો, રીયાલ્ટી શેરોમાં કરેલી મોટી ખરીદી બાદ આજે વધ્યા મથાળે બેંકિંગ, રીયાલ્ટી, પાવર શેરોમાં નફારૃપી વેચવાલી વધારી હતી, જ્યારે ઓટો શેરોમાં બજાજ ઓટો, ટાટા મોટર્સ પાછળ તેજીની દોટ જાળવી હતી. ટ્રેડીંગનો આરંભમાં આજે અપેક્ષીત મજબૂતીએ થયો હતો. યુ.એસ.- અમેરિકામાં ગઈકાલે યાહુ ઈન્ક.ના સારા પરિણામ તેમજ રીટેલ વેચાણમાં ઊંચી વૃધ્ધિના આંકડા અને ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ) દ્વારા આર્થિક વૃધ્ધિનો અંદાજ વધારીને મૂકતા અમેરિકી શેરબજારોમાં ડાઉ જોન્સની ૧૯૪ પોઈન્ટ અને નાસ્દાક ઈન્ડેક્ષ ૫૪ પોઈન્ટની તેજી બાદ આજે મુંબઈ શેરબજારોમાં ટ્રેડીંગ શરૃઆત પોઝિટીવ થઈ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૩૫૭.૯૪ સામે ૮૯.૩૨ પોઈન્ટ ઉપર ૧૭૪૪૭.૨૬ મથાળે ખુલીને બજાજ ઓટો, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ સાથે વિપ્રો, ટીસીએસ, હિન્દાલ્કો, સ્ટરલાઈટ સહિતમાં તેજીએ ૧૬૪.૮૬ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૧૭૫૨૨.૮૦ સુધી પહોંચી ગયો હતો. જે વધ્યા મથાળેથી બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં નફારૃપી વેચવાલી સાથે ઈન્ફોસીસ, લાર્સન, ભેલમાં નરમાઈએ મોટાભાગનો સુધારો ધોવાઈ જઈ એક સમયે ૧૩.૯૯ પોઈન્ટ વધીને ૧૭૩૭૧.૯૩ની નીચી સપાટીએ આવી ગયા બાદ ફરી ઘટયા મથાળે બજાજ ઓટો, ટાટા મોટર્સમાં મોટી લેવાલી નીકળતા અને એચડીએફસી બેંકના ત્રિમાસિક પરિણામે આર્કષણ રહેતા ૮૦થી ૯૦ પોઈન્ટ સુધરી આવ્યા બાદ ૩૪.૪૫ પોઈન્ટ વધીને ૧૭૩૯૨.૩૯ મથાળે બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૫૩૪૨ની ઊંચાઈને સ્પર્શી ૫૩૦૦ઃ સિમેન્ટ, ઓટો શેરોની તેજીનો ટેકો
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૫૨૮૯.૭૦ સામે ૫૩૨૦.૭૦ મથાળે ખુલીને સિમેન્ટ શેરો એસીસી, અંબુજા સિમેન્ટ, ત્રિમાસિક પરિણામે એચસીએલ ટેકનોલોજીમાં અને ટાટા મોટર્સ, બજાજ ઓટો, સિમેન્સ, સન ફાર્મા, બીપીસીએલમાં તેજીએ ૫૩૪૨ની ઊંચાઈએ પહોંચી ગયો હતો. જે યુરોપના બજારો સ્પેનના ડૂબત લોન વધ્યાના નબળા સમાચારે વધ્યા મથાળે બેંકિંગ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ મોટાભાગનો ઉછાળો ધોવાઈ જઈ નીચામાં નિફટી ૫૨૯૩.૪૫ સુધી આવી જઈ અંતે ફરી બજાજ ઓટો, ટાટા મોટર્સમાં આક્રમક લેવાલીએ ફરી ૫૩૦૦ની સપાટી કુદગાવી અંતે ૧૦.૩૦ પોઈન્ટ વધીને ૫૩૦૦ બંધ રહ્યો હતો.
નિફટીના ખેલંદાઓ માટે મહત્ત્વનો સ્પોટ સર્પોટ ૫૨૪૦ઃ એપ્રિલ ફયુચર ૫૩૬૪ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફટી એપ્રિલ ફયુચર ૨,૩૦,૬૧૪ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૧૬૨૩ કરોડના ટર્નઓવરે ૫૩૧૯.૬૦ સામે ૫૩૪૭ ખુલી ઉપરમાં ૫૩૬૪.૪૫ સુધી જઈ પાછો ફરી નીચામાં ૫૩૧૨.૨૫ સુધી આવી અંતે ૫૩૧૫ હતો. નિફટીમાં ખેલંદાઓ માટે હવે નજીકનું મહત્ત્વનું સર્પોટ સ્પોટ નિફટી ૫૨૪૦ હોવાનું ધ્યાન ચાર્ટ મુજબ બતાવાઈ રહ્યું હતું. નિફટી ૫૩૦૦નો પુટ ૫૫.૬૫ સામે ૪૧.૧૦ ખુલી નીચામાં ૩૫.૧૦ સુધી જઈ પાછો ફરી ઉપરમાં ૫૧ થઈ અંતે ૪૯ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૨૫.૯૦ સામે ૧૮.૭૫ ખુલી નીચામાં ૧૫.૧૦થી ઉપરમાં ૨૧ સુધી જઈ અંતે ૨૦.૫૫ હતો.
બેંક નિફટી ફયુચર ૧૦૬૭૪ની ઊંચાઈથી ઘટી ૧૦૫૧૩ બોલાયોઃ નિફટી ૫૫૦૦નો કોલ ૧૧.૪૫ થઈ તૂટી ૫
નિફટી ૫૪૦૦નો કોલ ૩૦.૩૦ સામે ૩૫.૫૦ ખુલી ઉપરમાં ૪૦.૧૦ થઈ નીચામાં ૨૧.૭૦ સુધી જઈ અંતે ૨૨.૪૫ હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૯.૧૦ સામે ૧૦ ખુલી ઉપરમાં ૧૧.૪૫થી નીચામાં ૪.૯૦ સુધી જઈ અંતે ૫ હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧૦૫૭૩.૩૫ સામે ૧૦૬૦૨.૨૦ ખુલી ઉપરમાં ૧૦૬૭૪.૮૦ થઈ નીચામાં ૧૦૫૧૩.૨૦ સુધી જઈ અંતે ૧૦૫૧૫.૪૦ હતો.
ટાટા મોટર્સને જેકર્પોટ ઃ ૨.૪ અબજ ડોલરમાં ખરીદનાર- લેન્ડ રોવરનું વેલ્યુએશન ૧૪ અબજ ડોલર
ઓટોમોબાઈલ કંપનીઓમાં ટાટા મોટર્સના માર્ચના વૈશ્વિક વાહનોના વેચાણણાં જગુઆર, લેન્ડ રોવરના વેચાણને પ્રોત્સાહક પ્રતિસાદે ૨૬ ટકા વૃધ્ધિના આંકડા બાદ જગુઆર અને લેન્ડ રોવરને વર્ષ ૨૦૦૮માં ફોર્ડ મોટર કંપની પાસેથી ૨.૫ અબજ ડોલરમાં ખરીદનાર ટાટા મોટર્સ માટે જેકર્પોટ લાગ્યો હોય એમ જગુઆર- લેન્ડ રોવરનું વેલ્યુએશન વધીને ૧૪ અબજ ડોલર પહોંચ્યાના અંદાજ વચ્ચે ટાટા મોટર્સનો શેર રૃ.૮.૧૫ વધીને રૃ.૩૦૯.૬૦ રહ્યો હતો.
ભોલે શંકરની ઓટો શેરો માટે તેજીની રૃખઃ બજાજ ઓટો રૃ.૪૫ વધ્યોઃ ઓટો ઈન્ડેક્ષ ૧૫૮ પોઈન્ટ ઉછળ્યો
ઓટો શેરોમાં અન્યોમાં બજાજ ઓટો રૃ.૪૫.૨૫ વધીને રૃ.૧૭૧૮.૩૫, અશોક લેલેન્ડ રૃ.૩૦.૧૫, અપોલો ટાયર્સ રૃ.૧.૮૫ વધીને રૃ.૯૩.૩૦, ભારત ફોર્જ રૃ.૬.૩૦ વધીને રૃ.૩૨૮.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૭.૯૦ વધીને રૃ.૬૯૨.૩૫, હીરો મોટોકોર્પ રૃ.૧૭.૬૦ વધીને રૃ.૨૧૪૦, મારૃતી સુઝુકી રૃ.૮.૩૦ વધીને રૃ.૧૩૪૯.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્ષ ૧૫૭.૮૬ પોઈન્ટ વધીને ૧૦૫૨૯.૩૯ રહ્યો હતો. ઓટો શેરો માટે ભોલેશંકરે તેજીની રૃખ લાંબા સમયથી કાઢી હોઈ ટાટા મોટર્સની આગેવાનીમાં ઓટો શેરોમાં મોટાપાયે લેવાલ બન્યાની ચર્ચા હતી.
એચડીએફસી બેંકનો નેટ નફો ૩૦ ટકા વધ્યોઃ આવક ૩૨ ટકા વધીઃ શેર રૃ.૬ વધીને રૃ.૫૩૭
કોર્પોરેટ પરિણામોમાં ખાનગી ક્ષેત્રની ટોચની બેંક એચડીએફસી બેંક દ્વારા ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૦.૪ ટકા વધીને રૃ.૧૪૫૩.૧૦ કરોડ અને કુલ આવક ૩૨.૧ ટકા વધીને રૃ.૮૮૮૦ કરોડ નોંધાવતા અને બેંકની એનપીએ પણ ઘટતા શેરમાં આર્કષણે રૃ.૬.૦૫ વધીને રૃ.૫૩૬.૯૦ રહ્યો હતો.
જેએન્ડકે બેંક રૃ.૩૦ વધ્યોઃ ફેડરલ બેંક, બીઓઆઈ, એકસીસ, કેનરા બેંક ઘટયા
બેંકિંગ અન્ય શેરોમાં નફારૃપી વેચવાલીએ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૬.૨૫ ઘટીને રૃ.૩૭૧.૪૦, ફેડરલ બેંક રૃ.૬.૮૦ ઘટીને રૃ.૪૨૫.૩૦, આઈડીબીઆઈ બેંક રૃ.૧.૬૦ ઘટીન ેરૃ.૧૦૭.૩૦, એકસીસ બેંક રૃ.૧૪.૮૫ ઘટીને રૃ.૧૧૯૫.૮૫, કેનરા બેંક રૃ.૫ ઘટીને રૃ.૪૭૭.૮૦, દેના બેંક રૃ.૧.૨૦ ઘટીને રૃ.૯૯.૨૦ રહ્યા હતા. જ્યારે જે એન્ડ કે બેંક રૃ.૨૯.૭૫ વધીને રૃ.૯૩૧.૧૫, પંજાબ એન્ડ સિંધ બેંક રૃ.૧.૩૦ વધીને રૃ.૭૮.૬૦, સ્ટેટ બેંક બીકાનેર જયપુર રૃ.૩.૪૫ વધીને રૃ.૪૦૭.૪૫ રહ્યા હતા.
એચસીએલ ટેકનોલોજીસનો નેટ નફો ૫.૨ ટકા વધ્યોઃ શેર રૃ.૧૫ વધ્યોઃ વિપ્રો, ટીસીએસ વધ્યા
આઈટી- સોફટવેર સર્વિસિઝ કંપની એચસીએલ ટેકનોલોજીસની ત્રીજા ત્રિમાસિકમાં આવક બીજા ત્રિમાસિકની તુલનાએ ૦.૬ ટકા ઘટીને રૃ.૫૨૧૫.૬૦ કરોડ અને ચોખ્ખો નફો ૫.૨ ટકા વધીને રૃ.૬૦૨.૫૦ કરોડ થયો છે. કંપનીના ચેરમેન અને ચીફ સ્ટ્રેટેજી ઓફીસર શીવ નાદરે જણાવ્યું હતું કે વર્તમાન પડકારરૃપ વાતાવરણમાં કંપની વૈશ્વિક સ્પર્ધાત્મક બિઝનેસ મોડલ થકી વૃધ્ધિ જાળવી શકી છે. શેરનો ભાવ રૃ.૧૪.૭૦ વધીને રૃ.૪૯૫.૫૫ રહ્યો હતો. વિપ્રો રૃ.૫.૯૦ વધીને રૃ.૪૨૭, ટીસીએસ રૃ.૬.૨૫ વધીને રૃ.૧૦૯૬.૮૦ રહ્યા હતા.
સિમેન્ટ શેરોમાં ફરી તેજીનું ચણતરઃ એસીસી રૃ.૪૨, અંબુજા રૃ.૪, અલ્ટ્રાટેક રૃ.૧૮ વધ્યા
સિમેન્ટ શેરોમાં તેજીના ફરી ચણતરે એસીસી રૃ.૪૨.૩૦ ઉછળીને રૃ.૧૨૯૭.૧૦, અંબુજા સિમેન્ટ રૃ.૩.૯૫ વધીને રૃ.૧૬૬.૧૦, અલ્ટ્રાટેક સિમેન્ટ રૃ.૧૭.૯૦ વધીને રૃ.૧૪૮૦, જેકે લક્ષ્મી સિમેન્ટ રૃ.૧.૮૦ વધીને રૃ.૬૬.૯૦, કેસોરામ ઈન્ડસ્ટ્રી રૃ.૨.૯૫ વધીને રૃ.૧૨૯.૪૫, ઈન્ડિયા સિમેન્ટ રૃ.૧.૨૫ વધીને રૃ.૧૦૧.૨૫, મદ્રાસ સિમેન્ટ રૃ.૧.૮૫ વધીને રૃ.૧૫૬.૯૫ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં ફંડોનું વધતું રોકાણઃ વોખાર્ટ રૃ.૩૪, ઈપ્કા રૃ.૧૭, સન ફાર્મા રૃ.૧૫ વધ્યા
એફઆઈઆઈની ફાર્મા- હેલ્થકેર શેરોમાં સુરક્ષીત રોકાણ વિકલ્પે વધતી ખરીદીમાં આજે વોખાર્ટ રૃ.૩૪.૧૫ ઉછળીને રૃ.૬૬૬.૨૦, ઈપ્કા લેબ. રૃ.૧૭.૨૫ વધીને રૃ.૩૪૯.૫૫, કેડિલા હેલ્થ રૃ.૧૭.૫૦ વધીને રૃ.૭૧૮.૫૦, સન ફાર્મા રૃ.૧૪.૭૦ વધીને રૃ.૫૯૮.૯૦, ઓપ્ટો સર્કિટસ રૃ.૪.૩૫ વધીને રૃ.૧૮૧.૪૦, ગ્લેનમાર્ક ફાર્મા રૃ.૬.૪૫ વધીને રૃ.૩૨૦.૫૦, ગ્લેકસો ફાર્મા રૃ.૩૪.૫૦ વધીને રૃ.૨૨૪૨.૫૦, ઓર્ચિડ કેમિકલ રૃ.૨.૬૦ વધીને રૃ.૧૮૯.૧૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ૬૭.૯૨ પોઈન્ટ વધીને ૬૭૭૪.૭૫ રહ્યો હતો.
એફઆઈઆઈની રૃ.૨૨૨ કરોડના શેરોની ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૨૨૧.૬૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૨૪૭૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૨૫૬.૩૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૩૭.૮૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી.
યુરોપમાં સ્પેન પાછળ ૨૬થી ૫૦ પોઈન્ટની નરમાઈઃ નિક્કી ૨૦૩, હેંગસેંગ ૨૧૮, સાંઘાઈ ૪૬ ઉછળ્યા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૨૦૨.૫૫ પોઈન્ટ ઉછળીને ૯૬૬૭.૨૬, હોંગકોંગનો હેંગસેંગ ૨૧૮.૪૨ પોઈન્ટની તેજીએ ૨૦૭૮૦.૭૩, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૪૫.૮૬ પોઈન્ટ ઉછળીને ૨૩૮૦.૮૫ રહ્યા હતા. યુરોપમાં સ્પેનની ડૂબત લોનમાં જંગી વધારાએ યુરોપના બજારોમાં સાંજે ૨૬થી ૫૦ પોઈન્ટની નરમાઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved