Last Update : 19-April-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૯-૦૪-૨૦૧૨, ગુરૂવાર
ચૈત્ર વદ તેરસ-પંચક
માસિક શિવરાત્રી
ગ્રીષ્મ ૠતુનો પ્રારંભ - સોનામાં તેજી ?

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૬ મિ. (સૂ) ૭ ક. ૦૬ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરા ભાદ્રાપાદ સાંજના ૬ ક. ૪૬ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) -મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મીન
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ઃ ગ્રીષ્મ ૠતુ રા.દિ. ચૈ. ૩૦ માસ-તિથિ-વાર - ચૈત્ર વદ તેરસ.
માસિક શિવરાત્રી. પંચક સૂર્ય સાયન વૃષભમાં ૨૧ ક. ૪૩ મિ.થી ગ્રીષ્મ ૠતુનો પ્રારંભ. વૈદ્યૃતિ સવારના ૭ ક. ૫૯ મિ.થી શરૂ. વિષ્ટી સવારના ૮ ક. ૧૮ મિ. થી રાત્રે ૯. ૨૦ મિ. સુધી. સોનામાં તેજી ? કાપડના ભાવ વધે ! શસ્ત્રોમાં તેજી ? કોઇ સ્થળે વાદળ, વરસાદ, પવન જણાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદીઉલ અવ્વલ માસનો ૨૬ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૧ આદર માસનો ૫ રોજ સ્પેનર્દા મંદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના નોકરી-ધંધાના કામમાં તેમજ પત્ની- સંતાન, પરિવારના કામમાં દ્વિધાભરી પરિસ્થિતિ રહે.

 

વૃષભ ઃ આજે આપે આપના તેમજ અન્યના કામમાં ગુસ્સો, ઉતાવળ કરવી નહીં, નોકરી-ધંધામાં જોખમ કરવું નહીં.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કે અન્ય ચંિતા, વિવાદના પ્રશ્નમાં ઉચાટ-ઉદ્વેગ રહે. કામમાં એકાગ્રતા જળવાય નહીં.

 

કર્ક ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં, નોકરી-ધંધાના પ્રશ્નમાં શાંતિ, ધીરજ રાખવી, રાજકીય સરકારી કાનૂની પ્રશ્નમાં વિલંબ થાય.

 

સંિહ ઃ આકસ્મિક ચંિતા-ઉપાધિ- નુકસાન- વિવાદના કારણે તમે ચંિતા, હતાશા, નિરાશા અનુભવતા હોવ તેમ લાગે પરંતુ શાંતિ રાખવી.

 

કન્યા ઃ નાણાંકીય પ્રશ્નમાં, બેંકના, નોકરી-ધંધાના, કુટુંબ પરિવારના કામમાં ચંિતા-વ્યગ્રતામાં રહો. કંઇ ગમે નહીં. જવાબદારીમાં વધારો થાય.

 

તુલા ઃ આપના ખાવાપીવાના, નોકરી-ધંધાના સમય, કામકાજમાં રુકાવટ, મુશ્કેલી ફેરફારીના કારણે તકલીફ અનુભવો. બેચેની રહે.

 

વૃશ્ચિક ઃ માનસિક પીડા, મસ્તકમાં, ગરદનમાં પીડાના કારણે સ્વસ્થતાપૂર્વક ધાર્યું કામકાજ કરી શકો નહીં. સાંસારીક જીવનમાં ચંિતા રહે.

 

ધન ઃ શાંતિથી દિવસ પસાર કરવો. મકાન-જમીન- ટ્રાવેલ્સના કે બાંધકામના ધંધામાં સંભાળવું પડે. વડીલ વર્ગને આરોગ્યની ચંિતા રહે.

 

મકર ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ ઇચ્છા - અનિચ્છાએ તમે પરિસ્થિતિ સંજોગોનો સ્વીકાર કરી રહ્યા હોવ તેમ લાગ્યા કરે.

 

કુંભ ઃ નોકરી-ધંધાના જવાબદારીવાળા કામ અંગે બહાર કે બહારગામ હોવ તો ગાફેલ રહેવું નહીં. કામમાં ચોકસાઈ રાખવી.

 

મીન ઃ અન્યના કે આપના યાત્રા-પ્રવાસના આયોજનમાં ચંિતા-મુશ્કેલી રુકાવટ જણાય. નોકરી-ધંધાના કે અન્ય કામમાં ફેરફારી થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૯-૦૪-૨૦૧૨, ગુરૂવાર

આજથી શરૂ થઈ રહેલા જન્મવર્ષના પ્રારંભે નોકરી-ધંધામાં ફાયદો-લાભ થાય. નવીન ફેરફારી, કાર્ય રચના થાય, આવક થાય. ફસાયેલા નાણાં છુટા થાય. જેમને નોકરી ન હોય તેમને નોકરી મળે. વડીલ વર્ગના માટે વર્ષ નબળું રહેશે. કૌટુંબીક ચંિતા-તકલીફ વિવાદના કારણે મુશ્કેલી અનુભવાય. * ભાઈભાંડુ, નોકર ચાકર, કારીગર વર્ગ, ઉપરી વર્ગ, ભાગીદાર, માલીક, ભાડુઆત વગેરેના કારણે વર્ષના મઘ્ય ભાગથી ઉત્તરાર્ધ સુધીનો ભાગ ચંિતા-અશાંતિમાં પસાર થાય. * નોકરી-ધંધામાં સારી સફળતા, પ્રગતિ છતાં ધીમે ધીમે તમારી નીતિ, રિતીના નિર્ણયોના કારણે, લોભ-લાલચના કારણે સફળતા, પ્રગતિ ઘટતી જાય. * સ્ત્રી વર્ગને ધર્મકાર્ય, આઘ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસ થાય. પતિ-સંતાનનું કામ થાય. ભાઇભાંડુની ચંિતા રહે. મનદુઃખ થાય. * વિદ્યાર્થીવર્ગને ભણવા માટે વિદ્યા સંસ્થા, વિદ્યા શાખાની ફેરફારી થાય. સ્થળાંતર કરવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન ડૉકટરને ત્યાં લલ્લુ તબિયત બતાવવા ગયો એટલે છગન ડોકટરે પૂછ્‌યું, ‘‘બોલો લલ્લુભાઇ શું ફરિયાદ છે?’’
‘‘સાહેબ,’’ લલ્લુ બોલ્યો, ‘‘આમ તો કંઇ નથી પણ હસહસ કરવાનો રોગ મને થઇ ગયો છે...’’
‘‘બસ સાહેબ, કશા કારણ વિના હસ્યા જ કરું છું... હસ્યા જ કરું છું...’’
‘‘એનો એક જ ઈલાજ છે,’’ ડૉકટર છગને કહ્યું.
‘‘ઈન્જેકશન નથી લેવું હો!’’ લલ્લુએ ખુલાસો કર્યો.
‘‘ના, ના ઈંજેકશન કે દવા પણ નથી લેવાની,’’ડૉ. છગને કહ્યું, ‘‘લગ્ન કરી નાંખો હસવાનું આપોઆપ બંધ થઇ જશે.’’

[Top]
 

આજ ની રેસીપી

 

આદું તથા લીલાં મરચાનું અથાણું


સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મરચા, ૫૦ ગ્રામ આદું, ૧ લીંબુનો રસ, ૨ ચમચા મીઠું.
રીતઃ મરચાંને કપડાથી લૂછી નાખો. આદુંની છાલ ઉતારીને તેને પાતળું તથા લાંબુ સમારી લો. એક નાની બોટલમાં મીઠું તથા લીંબુ નાખીને રાખી દો. મરચાંને નાના નાના ટુકડામાં સમારી લો. પછી તેમાં સામગ્રી મિક્સ કરીને બોટલમાં ભરી દો. આ અથાણું તમે બીજા દિવસથી જ ખાઈ શકો છો. તે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. આ અથાણું દાળભાત સાથે ખૂબ સરસ લાગે છે.

આખાં લાલ મરચાંનું અથાણું


સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મોટાં લાલ મરચાં (અથાણાં માટેનાં), ૧૦૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ આખા ધાણા, ૨૫ ગ્રામ સૂકી મેથી, ૨૫ વરિયાળી, ૧૦ ગ્રામ ક્લોંજી, ૧ ચમચો હળદર પાઉડર, ૫૦૦ મિલીલિટર તેલ તથા મીઠું સ્વાદ મુજબ.
રીતઃ મરચાંને લૂછીને તેનાં ડીટિયાં કાઢી નાખો. તેને થોડીવાર તડકામાં સૂકવો. આખા મસાલાને એક પેનમાં શેકીને તેને પીસીલો. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરો. પછી જ્યાંથી મરચાંના ડીટિયા કાઢ્‌યાં હતા તે જગ્યાએથી મસાલો સરખી રીતે અંદર ભરી દો. એક અઠવાડિયા સુધી તડકે સૂકવો તથા વચ્ચે વચ્ચે હાથફેરો કરો. આખા મરચાનું આ અથાણું આખું વર્ષ ખરાબ નહીં થાય. પૂરી, પરોઠાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved