Last Update : 18-April-2012, Wednesday

 

દીવા તળે અંધારું

ભારતના ‘શાઇનંિગ’ અને ઝળહળાટની વાતોની વચ્ચે વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા આંકડા ૨૦૧૧ની વસ્તી ગણતરીના અહેવાલમાંથી મળે છે. ભારતના આર્થિક વિકાસના ગુલાબી ચિત્ર પછવાડે છુપાયેલ અસમાનતાનો ચિતાર અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની વિસંગતી પણ તેમાંથી જ મળી આવે છે. આ આંકડા છે ભારતભરમાં વીજળીની સુવિધાના.
કોઇ પણ દેશની આગેકૂચ માટે તેનું વીજળીકરણ થવું અનિવાર્ય છે. પરંતુ વીજળીની બાબતમાં ભારત છેક ૨૦૧૧માં ક્યાં છે? જાણીને નવાઇ- અને આઘાત- લાગશે, પણ ભારતનાં કુલ ઘરમાંથી ફક્ત ૬૭ ટકા ઘરમાં વીજળીની સુવિધા છે.
આ સરેરાશ આખા દેશની છે. પરંતુ તેના રાજ્યવાર કે ગામડું-શહેરના આધારે ભાગ પાડતાં, અંધારી અસમાનતાનું ચિત્ર વધારે સ્પષ્ટ બને છે. વસ્તીગણતરીના આંકડાના પ્રકાશમાં જોતાં જણાય છે કે ભારતના ૯૩ ટકા શહેરી વિસ્તારોમાં અજવાળા માટેનો મુખ્ય સ્ત્રોત વીજળી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં? ભારતનાં તમામ ગામડાંમાંથી ફક્ત ૫૫ ટકા ગામડાંમાં વીજળી પહોંચી છે.
આંકડા સાથે વાત કરીએ તો, વીજળી વગરનાં ૧૨ લાખ ઘરોમાંથી ૮ લાખ ઘર ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં છે. વધારે ખેદની વાત એ છે કે છેલ્લો દાયકો આર્થિક પ્રગતિનો બની રહ્યો હોવા છતાં, એ દાયકા દરમિયાન વીજળીના પ્રસારની ટકાવારી ફક્ત ૧૧ ટકા જેટલી નોંધાઇ છે.
હજુ આ વાત પણ આખા દેશના સ્તરે થાય છે. દેશથી રાજ્યના પગથિયે જતાં અસમાનતા વધારે ઘેરી બને છે. જાણીને ફરી એક વાર આઘાત લાગશે, પણ ગ્રામ્ય વિસ્તારોના ૯૦ ટકાથી વઘુ ઘરોમાં વીજળીની સુવિધા હોય એવાં રાજ્યો આખા દેશમાં ફક્ત ૧૨ છે- અને તેમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. લક્ષદ્વીપ, દમણ, દીવ, દાદરા નાગર હવેલી ઉપરાંત દિલ્હી, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ગોવા, પંજાબ, કેરળ, તામિલનાડુ અને સિક્કમ એવા પ્રદેશો છે. લક્ષદ્વીપમાં વીજળીનો પ્રસાર સૌથી વધારે ૯૯.૭ ટકા ઘરમાં છે, જે તેના ટચૂકડા કદ પરથી સમજી શકાય છે અને તેનાથી બહુ હરખાવાની જરૂર નથી. ૯૦ ટકાથી ઉપર વીજળીનો વ્યાપ ધરાવતા અડધાઅડધ પ્રદેશો ટચૂકડા છે.
અલબત્ત, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે તામિલનાડુ તેમાં નોંધપાત્ર ગણાય. આ આંકડામાં ગુજરાત ક્યાં છે? ગુજરાતમાં ૨૦૦૧માં ૭૨.૧ ટકા ગામડાંમાં વીજળી હતી. દસ વર્ષ પછી વીજળી ધરાવતાં ગામડાંની સંખ્યા વધીને ૮૫ ટકા સુધી પહોંચી છે. પરંતુ આ બાબતમાં આંધ્ર પ્રદેશ (૮૯.૭ ટકા), હરિયાણા (૮૭.૨ ટકા) અને કર્ણાટક (૮૫.૭ ટકા) ગુજરાતથી આગળ છે.
બીજે છેડે એવાં રાજ્યો છે, જેનાં અડધાથી પણ ઓછાં ગામડાંમાં વીજળી નથી. બિહારનાં ગામડાંની હાલત કેવી હશે એની કલ્પના કરી જુઓઃ ત્યાં ફક્ત ૧૦ ટકા ગામડાંમાં જ અજવાળા માટે વીજળીની સુવિધા છે. બાકીના લોકોએ કેરોસીન જેવાં બળતણોથી પોતાના ઘરમાં અને જીવતરમાં અજવાસ ફેલાવવાનો રહે છે.
ગ્રામીણ વિસ્તારોમાં ૫૦ ટકાથી પણ ઓછાં ઘરમાં વીજળી હોય એવાં રાજ્યોમાં સૌથી મોખરે બિહાર (૧૦.૪ ટકા) છે. દસ વર્ષ પહેલાં ત્યાં ફક્ત ૫.૧ ટકા ગામડાંમાં જ વીજળીની સુવિધા હતી. ત્યાર પછીના ક્રમે આવે છે ઉત્તર પ્રદેષ. તેમાં દસ વર્ષ પહેલાં ૧૯. ૮ ટકા ગામડાંમાં વીજળી હતી. એ પ્રમાણ માંડ ચાર ટકા વધીને હવે ૨૩.૮ ટકાએ પહોંચ્યું છે. આસામ, ઝારખંડ, ઓડીસા અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં પણ વીજળી ધરાવતાં ગ્રામીણ ઘરોનું પ્રમાણ ૫૦ ટકા કરતાં ઘણું ઓછું છે. ત્યાર પછીના ક્રમે, ૫૦ થી ૬૦ ટકા જેટલાં ગ્રામ્ય ઘરોમાં વીજળીની સુવિધા હોય એવાં રાજ્યોમાં અરૂણાચલ પ્રદેશ અને મેઘાલય ઉપરાંત રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે.
આ આંકડા દર્શાવે છે કે એક જ દિશામાં જોઇને આગળ વધવાથી કે ફક્ત જીડીપીની માળાઓ જપવાથી જે વિકાસ થાય છે, તેનાં પરિણામ ક્યાં સુધી પહોંચે છે- એટલે કે પહોંચતાં નથી. વૈશ્વિક સ્તરે ઝળહળવાની લ્હાયમાં ઘરઆંગણે ઘ્યાન રાખવામાં ન આવે, તો કેવો ધબડકો વળે તેનો બોધપાઠ પણ આ આંકડા પરથી મળી શકે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved