Last Update : 18-April-2012, Wednesday

 

100 mbpsની સ્પીડથી ડાઉનલોડનો યુગ
ડાઉનલોડીંગ ટેકનોલોજી GPRSથી 4G સુધી

- વિડિયો કોન્ફરન્સ ઓનલાઇન એજ્યુ., વિડિયો શેરિંગ વગેરે આસાન બનશે

 

ઇન્ટરનેટના વપરાશ સાથે સંકળાયેલાઓને હવે ડાઉનલોડની સમસ્યાથી મુક્તિ મળશે આપણે ત્યાં 2-G ટેલિકોમ કૌભાંડ સાથ સંકળાયેલું છે. આમ જ્યારે ડેટાસર્વિસમાં G નો ઉલ્લેખ થાય છે. ત્યારે નજર સામે દેશના ઇતિહાસમાં આચરાયેલું સૌથી મોટું કૌભાંડ નજર સામે આવે છે જેમાં કેન્દ્રિય પ્રધાન અને સંસદસભ્યોને જેલમાં જવું પડયું હતું. અહીં મહત્ત્વની વાત એ છે કે એક તરફ કૌભાંડની તપાસ પર ચાલ્યા કરી તો બીજી તરફ ડેટા ટેકનોલોજી પણ હરણફાળ પ્રગતિ કર્યા કરતી હતી.
ગયા અઠવાડિયે જ્યારે કલકતામાં ધ4G ડેટા સર્વિસ રજૂ થઈ ત્યારે લોકોને સમજાયું કે ડાઉનલોડ માટેની સ્પીડની સમસ્યાનો ઉપાય શોધાઈ ચૂક્યો છે.
ટીકોના ડીજીટલ નેટવર્ક ઓક્ટોબરથી તેની 4-G નેટવર્ક સર્વિસ શરુ કરશે. સુનિલ ભારતી મિત્તલના હસ્તકની કંપની ભારતી મિત્તલે પણ 4G સર્વિસ બેંગ્લોરથી શરુ કરવાનું નક્કી કર્યું છે. હવે બધાની નજર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફોટેક પર છે તેમણે 4 Gઅંગે કોઈ નવો પ્લાન મુકશે તેમ મનાય છે. ઇન્ફોટેક વિ ેશની ટેલિકોમ કંપનીઓના સંપર્કમાં છે. એટલે તે પણ ટૂંકમાં 4 G પ્લાન લાવશે આમ ભારતમાં ટૂંકમાં 4G નો યુગ આવશે. ભારતી એરટેલે 4G નું માસિક ભાડુ હાલમાં રૃા. ૯૯૯ રાખ્યું છે પરંતુ જેમ જેમ સ્પર્ધા વધશે એમ એમ આ ભાવ ઘટશે એમ મનાય છે.
4G મોબાઇલ નેટવર્ક ભારતમાં ભલે કલકત્તા ખાતે પ્રાયોગિક ધોરણે શરુ થતું હોય પરંતુ હવે તે બેંગ્લોર સહિતના સીટીમાં સર્વિસ આવતું થશે ઇન્ટરનેટ ટેકનોલોજી અને મોબાઇલ ટેકનોલોજીમાં નવા સંશોધનો તરત જ સ્વીકાર્ય બને છે અને પછી છવાઈ જાય છે. મોબાઇલ પેમેન્ટથી માંડીને મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ એક્ષેસ વગેરેનો વપરાશ મોટા પાયે વધી રહ્યો છે.
સિંગાપુરમાં તો ૨૦૧૬ સુધીમાં સમગ્ર દેશને 4G માં આવરી લેવામાં આવશે. હાલમાં વિશ્વમાં ૧૫થી ૨૦ શહેરો એવા છે કે જ્યાં ૪ G સર્વિસ ઓફર કરવામાં આવે છે. આ શહેરોમાં અમેરિકા, સ્વિડન, જર્મની, ચીન, જાપાનમાં આવેલા છે.
4 G નેટવર્ક શરુ થશે એટલ તે 3 G ફોન સર્વિસમાં ચાલશે કે કેમ ? આ પ્રશ્ન દરેક ૩ ય્ મોબાઇલ ગ્રાહકના મનમાં ઉઠે છે જો કે આ તબક્કે 3 G મોબાઇલમાં 4 G નહિ વાપરી શકાય. હાલમાં આ સર્વિસ યુએસબી ડ્રાઇવ અને ડોંગલ દ્વારા ઉપલબ્ધ છે. જે લેપટોપ, ટેસ્કટોપ અને ટેબલેટ ડિવાઇસમાં ફીટ કરાય છે. ૨૦૧૨ના અંત સુધીમાં ૪ ય્ મોબાઇલ સર્વિસ જોવા મળશે.
આપણે 2 G આધારિત જીપીઆરએસ, ત્યારબાદ (EDGE) ૧૪૪ kbps સ્પીડ, ત્યારબાદ 21mbps સાથે ૩ G જોયું અને હવે ૧૦૦ સમૅજ વાળા જોઈશું.
3 G નેટવર્ક કરતા ૪ ય્ની સ્પીડ ચાર ગણી વધારે છે એટલેકે કોઈ સોંગ ગણતરીની સેકંડોમાં જ ડાઉનલોડ થાય છે જ્યારે કોઈ ફિલ્મ ગણતરીની મિનિટોમાં ડાઉનલોડ થઈ શકે છે. કલકતામાં ટેકનોલોજીસ્ટોએ ટાઇટેનિક ફિલ્મ ડાઉનલોડ કરવાની વાત કરી હતી. 2 G ટેકનોલોજી હેઠળ ટાઇટેનિક ડાઉનલોડ કરતા છ કલાક જેટલો સમય થતો હતો જ્યારે નવી 4 G સિસ્ટમમાં તે ગણતરીની મિનિટોમાં ડાઉનલોડ થઈ હતી.
બ્રોડબેન્ડ વાયરલેસ એસેસમાં બે ટેકનોલોજી કામ કરે છે તેમાં Wimax અને LETનો સમાવેશ થાય છે. Wimax એટલે વર્લ્ડવાઇડ ઇન્ટર પોર્ટેબલિટી ફોર માઇક્રોવેવ એસેસ અને LTE એટેલ લોંગ ટર્મ ઇવોલ્યુશન૧૦૦ સમૅજ ની ડાઉનલોડીંગ ક્ષમતા ધરાવતા 4 G નેટવર્કના કારણે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરવામાં સમય નહીં બગડે ઘેર અને ઓફિસમાં વિડિયો કોન્ફરન્સિંગ ખૂબ આસાન બની જશે. વિડિયો ઓન ડિમાન્ડ હવે ચપટીનો ખેલ બની જશે. ટેલિ મેડિસિન ઓનલાઇન કન્સલ્ટેશન ઓનલાઇન એજ્યુકેશન તેમજ દૂરના વિસ્તારોના લોકેશન્સ શોધવા આસાન બનશે. કોઈ મોટા સમારંભોનું લાઇવ કવરેજ અને ટ્રાફિક પરની નજર પણ ઉભી થઈ શકશે.
અહીં ફોર-જી એટલે થર્ડ જનરેશન પછીનું વર્ઝન અર્થાત્ લેટેસ્ટ વર્ઝન હાલમાં તેને મોસ્ટ એડવાન્સ્ડ ટેકનોલોજી કહી શકાય ટેકનોલોજી ક્ષેત્ર તેને લોંગ ટર્મ ઇવોલ્યુશન સાથે સરખાવે છે.
હાલના ટેલિકોમ ટેકનોલોજી સ્ટ્રક્ચરમાં Wimax 4G મોટા પાયે પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. ફીક્સ વાયર એ કોપર વાયર આધારિત ટેલિફોન સિસ્ટમને ચલાવે છે જેમાં કેબલ ટી.વી. નેટવર્કનો પણ સમાવેશ થાય છે. ટેલિફોન કંપનીઓ આ સિસ્ટમના આધારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડ કર છે. મોબાઇલ ડેટા ટ્રાન્સફર ટેકનોલોજીમાં હાલમાં LET સૌથી ટોપ પર છે એરિક્સન જેવી કંપનીઓ આવી ટેકનોલોજી ઉભી કરી રહી છે.
આવો, 4 G ને આવકારીએ...

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 

 

 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved