Last Update : 18-April-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

ભાજપની છાવણીમાં આનંદ
નવી દિલ્હી, તા.૧૭
દિલ્હીમાં એમસીડીના જંગમાં ભાજપે મેળવેલી જીતે પક્ષના નેતાઓને વિજયના મૂડમાં લાવી દીધા હતા. ગઇકાલે NCTCના મુદ્દે નોન કોંગ્રેસ રાજ્યોના મુખ્યપ્રધાનો એક સ્ટેજ પર આવ્યા હતા જ્યારે અને એમસીડીનો જંગ જીત્યો હતો. ૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓમાં આ જીત ભાજપ માટે એક 'બ્રસ્ટ' સમાન બની જશે. તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિતા, ગુજરાતના નરેન્દ્ર મોદી અને ઓઢીસાના નવિન પટનાયક વચ્ચેની બેઠક એ કોંગ્રેસ સામે નવો મોરચો છે એમ ભાજપ માની રહ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ માને છે કે સમય આવે તૃણમુલ કોંગ્રેસ અને એસીપી પણ કોંગ્રેસનો સાથ છોડી દેશે. બીજી તરફ કોંગ્રેસને રાહત આપતી વાત એ છે કે પંજાબના નાયબ મુખ્ય પ્રધાન સુખબીરસિંહ બાદલ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર જયલલિતાને મળ્યા નહોતા. હવે NCTCના મુદ્દે પાંચ મેના રોજ મળનારી બેઠક પર સૌની નજર છે. લાગે છે કે આ દિવસે કેન્દ્ર વધુ ભીંસમાં મુકાશે.
શિલાના ગેમપ્લાનનું બુમરેંગ
એમસીડીના જંગમાં કોંગ્રેસના ધબડકાથી કોંગ્રેસના ત્રણવાર સીએમ બનેલા શિલા દિક્ષિતને સૌથી મોટો ફટકો પડયો છે. એમસીડીના ત્રણ ભાગ પાડવા અને ત્રણ કોર્પોરેશન બનાવવી તે ગેમપ્લાન શિલા દિક્ષિતનો હતો. એમસીડીમાં સત્તા પર બેઠેલા ભાજપને ત્રણ ભાગથી નુકશાન થશે એમ શિલા દિક્ષિત માનતા હતા. પરંતુ તેમના ગેમ પ્લાનનું બુમરેંગ થયું હતું. ભાજપે મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. આ બંને મુદ્દા આમ આદમીને સ્પર્શતા હતા. કોંગ્રેસ માટે આ જાગવાનો સમય છે. આગામી વર્ષ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે કે કેમ તે અંગે મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે.
ભાજપમાં નવી સમસ્યા
એમસીડીનો જંગ જીતવાથી ભાજપ વિજયના મૂડમાં તો છે પણ લોકસભાના વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજના નેતૃત્વ હેઠળ શ્રીલંકાની મુલાકાતે ગયેલા પ્રતિનિધિમંડળ અંગે ભાજપના નેતાઓના ભવાં સંકોચાય છે. સીનિયર નેતાઓ અડવાણી અને જશવંતસિંહ નારાજ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં શ્રીલંકાના તમિળોને થતી હેરાનગતિના વિરોધમાં ભારતે મતદાન કર્યું હોઇ શ્રીલંકા નારાજ છે. શ્રીલકાની મુલાકાતે જનારાઓએ રાજકીય રીતે તે યોગ્ય છે કે કેમ તેની પણ ખબર નથી. એક તરફ તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિતાને પટાવવા ભાજપ પ્રયાસ કરે છે જ્યારે પક્ષના જ સાંસદ શ્રી લંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે. જયલલિતાએ તેમના પક્ષના સાસદોને પ્રતિનિધિ મંડળમાંથી પાછા ખેંચી લીધા હતા.
કોમ્યુનિકેશન એશિયા
જો સિંગાપુર એક્ઝીબિશન સર્વિસના સીનિયર પ્રોજેક્ટ મેનેજર એજન્સ લેંગના કથન પર ભરોસો કરીએ તો ૧૮ જુનથી ૨૨ જુન સુધી યોજાનારા ''કોમ્યુનિક એશિયા ૨૦૧૨'માં ભારતની ટેલીકોમ અને આઇટી ક્ષેત્રની સૌથી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે.
બેંકોમાં પાંચ દિવસનું અઠવાડિયું
જાહેર ક્ષેત્રની બેંકો અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરે તે બાબતે સરકાર વિચારી રહી છે. નામ નહીં આપવાની શરતે કેટલાક અધિકારીઓએ જણાવ્યું છે કે દુરના વિસ્તારમાં આવેલી બેંકોની કામગીરી શરતી બનાવવી પડશે. જો કે આ પાંચ દિવસવાળી વ્યૂહરચના ઘડતા સમય લાગશે.
ગાંધીનગરમાં કોંગ્રેસ!!
દિલ્હી એમસીડીની ચૂંટણીઓમાં કોંગ્રેસના ધબડકા છતાં ગુજરાત કોંગ્રેસના માટે રાહતની વાત ટીવી પર આવતા સ્ક્રોલ અંગે હતી. ગાંધીનગરમાં કોંગ્રેસનો વિજય એ વાંચી ગુજરાતના કોંગીજનોની આંખમાં ચમક આવતી હતી.. હકીકત એ છે કે એમસીડીના જંગમાં ગાંધીનગર વિસ્તારમાં કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો હતો.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved