Last Update : 18-April-2012, Wednesday

 
 

બુકી અને 'બી' ગ્રેડના પ્રોડયુસર કરણકુમાર કક્કડની હત્યા પાછળ ઘેરાતું રહસ્ય
IPL માં મેચ ફિક્સિંગની શંકા ઃ રૃપલલના સિમરન અને કુખ્યાત ગુંડાની સાંઠગાંઠ

સિમરન વિજય પાલાંઠે જેવા હત્યારા જોડે રહેતી હતીઃ ફસાવેલા ક્રિકેટરોની સિમરને બુકી કરણ કક્કડ જોડે મુલાકાત કરાવી હોવાની આશંકા

સિમરન મધરાત પછી શરૃ થતી અને પરોઢે પૂરી થતી પાર્ટીઓમાં ક્રિકેટરો અને રખડુ નબીરાઓને મોહજાળમાં ફસાવતી હત

અમદાવાદ, મંગળવાર
ફિલ્મ-નિર્માતા કરણ કક્કડની હત્યાના કેસની ભીતરમાં આઈપીએલની મેચોનું ફિકસિંગ કૌભાંડ પણ હોઇ શકે તે રીતે રહસ્ય ઘેરાતું જાય છે. જેમાં સિમરનની ભૂમિકા મુખ્ય સુત્રધાર તરીકેની હોવાનું મનાય છે.
મોડેલ અને 'બી' ગ્રેડની નિષ્ફળ અભિનેત્રી સિમરન સુદની મુંબઇ પોલીસે કરણ કક્કડ હત્યામાં સંભવીત સામેલગીરી બદલ ધરપકડ કરી છે. બી ગ્રેડની ફિલ્મોેનાં પ્રોડયુસર અને બુકી કરણ કક્કડની હત્યા બદલ કુખ્યાત વિજય પાલાંઠે તેની ગર્લ ફ્રેન્ડ સિમરન અને અન્ય બેની થોડા દિવસો અગાઉ ધરપકડ થઇ હતી.
વિજય પાલાંઠેએ ગત પાંચ માર્ચે તેના સાગરીતો જોડે કરણની તેને ઘેર હત્યા કરી હતી તે ગઇકાલે કબૂલી લીધું હતું એટલું જ નહીં તેણે જણાવ્યું તે પ્રમાણે કરણની લાશના ટુકડા કરીને જે ઘાટીમાં ફેંક્યા હતા તે સ્થળે તે પોલીસને લઇ પણ ગયો હતો અને પોલીસને તે ટુકડાઓ જુદી જુદી પ્લાસ્ટીકની બેગમાં પેક થયેલા મળી પણ આવ્યા હતા. વિજય પાલાંઠે અને તેના સાગરીતો સાથે સિમરનની પણ હત્યામાં શું ભૂમિકા હતી તેની પોલીસ તપાસ કરી રહી છે એટલું જ નહીં સિમરન અને પાલાંઠેએ આઈપીએલની મેચોમાં ફિકસિંગ કર્યું છે કે કેમ ? કરણ કક્કડ જાણીતો બુકી પણ હોઇ કઇ રકમની લેવડ-દેવડના પગલે કક્કડની હત્યા થઇ તેની પણ મુંબઇ પોલીસ તપાસ કરવાની છે. જો ભીનું નહીં સંકેલાય તો આઈપીએલના મેચ ફિકસિંગના કૌભાંડનો પર્દાફાશ થાય તેવી પૂરી શક્યતા છે.
સિમરન સુદ આમ તો બોલીવુડમાં સ્થાયી થવામાં નિષ્ફળ ગયેલી અભિનેત્રી છે. 'અનોખા અનુભવ' અને 'સ્માઈલ પ્લીઝ' જેવી બી ગ્રેડની ફિલ્મોમાં તેણે કામ કર્યું હતું. બોલીવુડમાં પગ ના જામતા તેણે તેના દેહ સૌષ્ઠવ અને કામણનો ઉપયોગ મોડેલીંગ અને તેના કરતા પણ પેજ-થ્રી કે હલકા સ્તરની નાઇટ પાર્ટીઓમાં કરવા માંડયો. મધરાતે શરૃ થતી અને પરોઢે પુરી થતા આ પાર્ટીમાં રખડુ નબીરાઓ, ક્રિકેટરો, સ્ટારો, મોડેલો અને કોર્પોરેટ જગત પણ હાજર હોય છે.
સિમરન સુદ જુદા જુદા ખેલાડીઓ, વગદારો અને શ્રીમંતો જોડે આવી પાર્ટીઓમાં ઝૂમતી, દારૃની રેલમછેલ કરીને અર્ધનગ્ન જેવા વૈભવી ડાન્સ કરતી. તેનો દેહ આવા મિત્રો જોડે ચીપકાવી દેતી. મોહપાશમાં ફસાવીને રૃપિયા પડાવવાનું, મેચ ફિકસિંગ (શંકા હેઠળ તપાસ ચાલે છે) કરાવવાનું કામ કરતી. વિજય પાલાંઠે જેવા ફિલ્મી સ્ટાઇલના અંધારી આલમ સાથે સંકળાયેલા કુખ્યાત ગુંડા જોડે તે મોટેભાગે રહેતી હતી.
સિમરન અને વિજય પાલાંઠેની કામ કરવાની પધ્ધતિ પણ કોઇ થ્રિલરના ભેદી પાત્રો જેવી ખોફનાક હતી.
સિમરન પાર્ટીઓમાં જે પણ શ્રીમંતો, બુકીઓ, બે નંબરીઓ, માથાભારે તત્વો, વગદારો કે ખેલાડીઓ હોય તેની જોડે નજદિકિયા કેળવીને મદ્યપાનની મહેફીલ માણતા સુંવાળો સહવાસ આપતી. તેઓની મિત્રતા કેળવી આગળ જતા પાલાંઠે જોડે ઓળખાણ કરાવતી હતી. પાલાંઠે તેની રીતે આ શ્રીમંતોને ખંખેરતો, આડકતરૃં બ્લેક મેઈલ કરતો કે જંગી રકમ ઉધાર લઇને હાથ અદ્ધર કરી લેતો. બુકીઓ માટે સિમરન કેટલાક આઈપીએલના ક્રિકેટરોને પણ ફસાવી ચુકી હોવાનું મુંબઇ પોલીસ માને છે.
કરણ કક્કડની આ જ રીતે સિમરને મિત્રતા કેળવીને પાલાંઠે જોડે તેનો પરિચય કરાવ્યો હતો. કરણ કક્કડ ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો તેની તો મુંબઇ પોલીસને જાણ હતી જ.
શક્ય છે કે તેની આ સીન્ડીકેટમાં સિમરન અને વિજય પાલાંઠે સામેલ હોય. કેમ કે સિમરન પાર્ટીઓમાં આઈપીએલના દેશી-વિદેશી ખેલાડીઓ જોડે ઝુમતી જોઇ શકાતી હતી એટલું જ નહીં તેના ફેસબુક એકાઉન્ટમાં આવા ફોટાઓ પણ મુકતી હતી.
પાલાંઠેએ પોલીસ સમક્ષ કબુલ્યું છે કે કરણ કક્કડની મુલાકાત સિમરને કરાવી હતી. કરણ પાસેથી તેણે તેના મિત્રને મદદ કરવી છે તે બહાને રૃા. ૧૫ લાખ લીધા હતા અને તે પછી તેનું પત્તુ સાફ કરી નાંખવા હત્યા કરી નાંખી હતી. તેની બીએમડબલ્યુમાં જ તેની લાશના ટુકડાને લઇને અંતરિયાળ ઘાટીઓમાં ફેંકી દીધી હતી.
પોલીસને એ શક છે કે વિજય પાલાંઠે અને સિમરને કક્કડની મેચ ફિકસિંગની બે નંબરી આવક પર કબ્જો જમાવ્યો હોય કે તેનું આ માટે બ્લેક મેઇલ કર્યા બાદ પતાવી દીધો હોય.
કરણ કક્કડની હત્યા સાથે આઈપીએલ મેચ ફિકસિંગના મોટા કૌભાંડનું પર રહસ્યમય અને સફળ રીતે કાયમ માટે સિમરન અને પાલાંઠેએ આબાદ રીતે દફન કરી દીધું હોય તેવું બને. કેમ કે કક્કડની વહેલી મોડી ધરપકડ થઇ શકે તેમ હતી. પાલાંઠે અને સિમરનથી તંગ આવી જઇને કક્કડ સામે ચાલીને પોલીસને ફરિયાદ કરવાનો હતો તેવી દહેશત પણ વિજય પાલાંડે અને સિમરનને હોઇ શકે.
વિજય પાલાંઠે રીઢો ગુનેગાર અને હત્યારો છે. અરૃણ ટીક્કુ નામની વ્યક્તિની પણ તેણે હત્યા કરી હોવાની કબુલાત ધરપકડ બાદ કરી છે.
ઈન્ડિયન પ્રિમિયર લીગે ક્રિકેટને રમતને ગ્લેમરસ કાર્નિવલ બનાવી દીધી હોય તેે પણ સ્વીકાર્ય છે. પણ ધીમે પગલે, બંધ બારણે આઈપીએલમાં સેક્સ, અંધારી આલમ, રૃપલલનાઓ અને મેચ ફિકસિંગ પ્રવેશી ચુક્યું છે. રાત્રે ૧૨ વાગે મેચો પૂરી થયા બાદ ઘણા ખેલાડીઓ પરોઢ સુધી સિમરન જેવી છોકરીઓની બાંહોમાં મદહોશ થઇને 'રીટાયર્ડ ટાયર્ડ' જોઇ શકાય છે. તેઓ બુકીના ઈશારે રમે તેવી શંકા પ્રબળ બનતી જાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved