Last Update : 18-April-2012, Wednesday

 

છેવાડાના, સૌથી વઘુ ભૂખ્યા માનવીનો વિચાર કર્યો, માટે અધિક ધન્યવાદ !

ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ

આકાશમાં વાદળો ઘેરાતાં હતાં, પરંતુ વરસાદ વરસતો નહોતો. ચોતરફ દુષ્કાળનાં ઓળાં પથરાયેલાં હતાં. લોકોને પેટ પૂરતું અન્ન મળતું નહીં અને પશુઓ પણ ઘાસચારાના અભાવે કરુણ રીતે મૃત્યુ પામતા હતા. આવે સમયે ગંગાકિનારે આવેલા આશ્રમમાં ૠષિ અભેન્દ્રએ પોતાના ત્રણે શિષ્યોને બોલાવ્યા અને કહ્યું, ‘‘તમે જાણો છો કે દુષ્કાળને કારણે લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારે છે. બાપ દિકરાને વેચે છે એ મુઠ્ઠીભર અનાજને માટે વલખાં મારતી સ્ત્રીઓ શીલરક્ષા કરી શકતી નથી. આવા કપરા કાળમાં મારે તમને એક કાર્ય સોંપવું છે.’’
ત્રણે શિષ્યોએ કહ્યું, ‘ગુરુદેવ, આપ જે કોઈ કાર્ય સોંપશો, તે અમે પૂરી જવાબદારીથી બજાવીશું. આપના નામને ઊજળું કરીશું.’
ૠષિ અભેન્દ્રએ કહ્યું, ‘મારી ઈચ્છા છે કે તમે ત્રણેય જુદા જુદા જિલ્લામાં જાઓ અને એ જિલ્લામાં જઈને ભૂખ્યાઓને ભોજન કરાવો. ભૂખ્યાને ભોજન આપવા જેવું બીજું એકેય ધર્મકાર્ય કે પુણ્યકાર્ય નથી.’
ત્રણે શિષ્યો આશ્ચર્યમાં ડૂબી ગયા અને વિચારવા લાગ્યા કે ચોતરફ દુષ્કાળ છે. અનાજના એક-એક કણ માટે લોકો વલખાં મારે છે, એવે સમયે તમામ લોકોને ભોજન કરાવવું કઈ રીતે ? ન તો આપણી પાસે અન્નભંડાર છે કે ન તો ધનભંડાર છે. કરવું શું ?
ગુરુએ શિષ્યોને કહ્યું, ‘હું તને એક ચમત્કારિક થાળી આપું છું. એમાં તમે જેટલું ભોજન માગશો, એટલું ભોજન મળશે. તમને ભોજનનો કોઈ તૂટો નહીં પડે.’
ગુરુએ ત્રણે શિષ્યોને એક-એક થાળી આપી અને ભૂખ્યાને ભોજન આપવા માટે એ ત્રણેય શિષ્યો આશ્રમમાંથી નીકળ્યા. બે શિષ્યો એક મોટા નગરમાં આવ્યા. એમણે જાહેરાત કરી કે જેઓ એમની પાસે આવશે, એમને ભોજન આપવામાં આવશે. દુષ્કાળના કાળમાં એમણે સદાવ્રત ખોલ્યું છે.
દૂરદૂરથી લોકો ભોજન લેવા માટે આવવા લાગ્યા. જે કોઈ આવે એને આ બે શિષ્યો ભરપેટ ભોજન કરાવતા હતા, પરંતુ ત્રીજા શિષ્યએ નગરમાં કોઈ એક સ્થળે રહેવાને બદલે ઠેર ઠેર ભ્રમણ કર્યું અને ભૂખ્યાઓને ભોજન આપવા લાગ્યા.
થોડા દિવસ પછી શિષ્યો આ કાર્ય કરીને આશ્રમમાં પાછા આવ્યા ત્યારે ૠષિ અભેન્દ્રએ એમને એમના અનુભવો પૂછ્‌યાં. આ સાંભળી એમણે ત્રીજા શિષ્યને શાબાશી આપી. એમણે કહ્યું કે ગુરુની ભાવનાને એણે પૂર્ણ રૂપે સાર્થક કરી છે. ગુરુનાં વચનોનું સર્વથા પાલન કર્યું છે.
ગુરુનો આવો પક્ષપાત જોઈને બે શિષ્યોને માઠું લાગ્યું. એમાંના એકે તો અકળાઈને કહ્યું પણ ખરું.
‘ગુરુદેવ, દુષ્કાળગ્રસ્તોની તો અમે પણ સહાયતા કરી છે, પરંતુ તમે શા માટ આ શિષ્યની અધિક પ્રશંસા કરો છો ?’
ગુરુએ કહ્યું, ‘તમે મહાનગરના એક સમૃદ્ધ સ્થળે બેસીને સદાવ્રત ખોલ્યું, પરંતુ તમે એ વિચાર કર્યો નહીં કે બાળકો, ગરીબો, વૃદ્ધો, વિકલાંગો - એ બધા છેક તમારી પાસે આવીને યાચના કરે તેવું બને નહીં. આ દુષ્કાળ સમયે ભોજનની સૌથી વઘુ જરૂર એમને જ હોય છે. આ ત્રીજા શિષ્યએ ઠેર ઠેર ફરીને આવા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું. તેથી એની મદદ ઘણાને જીવનદાન આપનારી બની. છેક છેવાડાના માનવી સુધીસાચી જરૂરિયાતવાળાઓને ભોજન પહોંચાડ્યું, એ કારણે ત્રીજો શિષ્ય વિશેષ ધન્યવાદને પાત્ર છે.’

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved